________________
સમયસાર : આત્મખ્યાતિ
આર્ષ દષ્ટા અમૃતચંદ્રજી સ્વચ્છંદ પ્રવૃત્તિનો નિષેધ કરતું જ્ઞાનીને ચેતવણી રૂપ સમયસાર કળશ (૪) કાવ્ય પ્રકાશે છે -
પૃથ્વીવૃત્ત तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां, तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः । अकामकृतकर्म तन्मतमकारणं ज्ञानिनां, द्वयं न हि विरुध्यते किमु करोति जानाति च ॥१६६॥ તથાપિ ન નિરર્ગલું ચરવું ઈષ્ટ છે શાનિને, નિરર્ગલ પ્રવૃત્તિ તે નક્કી જ ધામ છે બંધનું; અકામકૃત કર્મ શાનિ મત અકારણ તેથી તે, શું બેય ને વિરોધ પામતું - કરે છે જાણે છે તે ? ૧૬૬
અમૃત પદ-૧૬૬
(રાગ - ઉપરના પદ પ્રમાણે) તો પણ નિરર્ગલ ચરવું તે, જ્ઞાનીને ન જ ઈષ્ટ, નિરર્ગલા સ્વચ્છંદ પ્રવૃત્તિ તે, બંધાયતન અનિષ્ટ... અહો ! આ સમ્યગુ દેષ્ટિ અબંધ. ૧ ઈચ્છા-કામ રહિતપણે જે, કીધું કર્મ અકામ, તે જ અકારણ મત જ્ઞાનિને, બીજું તો બંધ ધામ.. અહો ! આ સમ્ય દૃષ્ટિ અબંધ. ૨ સ્વછંદનો ઈજારો દીધો, લીધો જ્ઞાની ના જ, આખલા જેવી સ્વચ્છંદ પ્રવૃત્તિ, અખિલની કહી ના જ.. અહો ! આ સમ્યગુ દેષ્ટિ અબંધ. ૩ કારણ) કરે છે અને જાણે છે તે, બન્ને શું ન વિરુદ્ધ ? સીધો સાદો પ્રશ્ન પૂછે એ, ભગવાન અમૃત બુદ્ધ... અહો ! આ સમગૃ દૃષ્ટિ અબંધ. ૪
અર્થ - તથાપિ જ્ઞાનીઓને નિરર્ગલ અનિયંત્રિત, સ્વચ્છંદ) ચરવું ઈષ્ટ નથી, (કારણકે) તે નિરર્ગલા પ્રવૃત્તિ ખરેખર ! તે બંધનું આયતન જ (નિવાસસ્થાન જ) છે, તેથી અકામ કૃત (નિષ્કામપણે કરેલું) કર્મ તે જ્ઞાનીઓને અકારણ મત છે, કારણકે કરે છે અને જાણે છે - એ ય શું વિરોધ નથી પામતું?
અમૃત જ્યોતિ' મહાભાષ્ય જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપ સુખથી કરીને પરિતૃતપણું વર્તે છે અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૩૦ . આગલા કળશ કાવ્યમાં જે સમ્યગુદૃષ્ટિ અંગેની સમ્યક વસ્તુતત્ત્વ સ્થિતિ પ્રદર્શિત કરી, તે પરથી જાણ્યે અજાણ્યે કોઈ એમ ન સમજી લ્ય કે સમ્યગુદૃષ્ટિ સ્વચ્છેદે વર્તે અથવા ફાવે તેમ કરે એવી આ ઉપરથી છૂટ (Liberty) વા પરવાનો (Licence) આપેલ છે, એટલા માટે આર્ષ દેખા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સર્વ મુમુક્ષુને ગંભીર ચેતવણીરૂપ - લાલબત્તી રૂપ આ અને પછીનો શ્લોક સંગીત કર્યા છે. રાગાદિને ઉપયોગ ભૂમિએ નહિ લઈ જતા અને કેવલ જ્ઞાન જ થતા સમ્યગુદૃષ્ટિ શાનીની -
' ૪૦૦