________________
સમયસાર : આત્મખ્યાતિ
(૩) આમ વિભાવ દશાને દૂર કરી, સ્વભાવ દશાને પ્રગટ કર્યાથી તે નાટકના નાયકની પેઠે “ધીરોદાર’ - ‘વીરોવાનું છે, અર્થાત્ “ધી'થી - શુદ્ધ બુદ્ધિથી “રા' - રાજનાર શોભનાર રાજમાન રાજેશ્રી હોવાથી, ધીર અને સર્વ શેયને પોતાના વિશાલ પટમાં સમાવી દેનાર વિશાલ હોવાથી ઉદાર છે. (૪) અને આવું તે ધીરોદાર પણ શાથી છે ? અનાકુલ છે માટે - “અનાજુ', અર્થાત્ કોઈ પણ પરભાવની-વિભાવની આકુલતા નહિ હોવાથી, તે પરમ અનાકુલ - પરમ સુખમય છે. (૫) અને આવું અનાકુલ પણ તે શાથી છે ? નિરુપધિ છે માટે - “નિપજ', દ્રવ્ય કર્મરૂપ પરભાવની અને ભાવકર્મ રૂપ વિભાવની ઉપાધિથી નિર્ગત - બહાર નીકળી ગયેલ - સર્વથા રહિત છે માટે. આવું નિરુપધિ, અનાકુલ, ધીરોદાર, સહજવસ્થા સ્કુટપણે નટવતું – “સહજત્મસ્વરૂપ આનંદામૃત નિત્યભોજિ જ્ઞાન સમુન્મજ્જ છે - “જ્ઞાન સમુનન્નતિ', જલમાં નિમગ્ન વસ્તુ જેમ સમુન્મજ્જન પામે - ઉપર ઉલસી આવે, ઉંચે ને ઉંચે આવી તરતી થાય, તેમ કર્મ-આવરણ જલમાં નિમગ્ન આ શાન સમુન્મજ્જન પામે છે, સમ્યફ ઉન્મજ્જન પામે છે, ઉપર ઉલસી આવે છે, ઉત્તરોત્તર સમુલ્લાસ - સુવિકાસ પામતું જાય છે. અહો ! આ અધ્યાત્મ મહાનાટકના દેશ - શ્રોતા મુમુક્ષુ જનો ! જ્ઞાન પિપાસુ સંતજનો ! આ પરમાનંદમય જ્ઞાન જ પરમ ક્લેશમય બંધને ફગાવી દેનારૂં છે, બંધના ભુક્કા કાઢી નાંખનારા આ જ્ઞાનનું પરમ અદૂભુત પરાક્રમ આ અધિકારમાં તમે પદે પદે દેખશો. એમ પરમ મંગલમૂર્તિ અમૃતચંદ્રજીના આ મંગલ રૂપ અમૃત કાવ્ય-કળશનો સંક્ષેપમાં તાત્પર્યાર્થ છે.
૩૮૪