________________
સમયસાર : આત્મખ્યાતિ ,
યોગ્ય પુદ્ગલ બહુલ લોક તો બંધહેતુ છે નહિ. શા માટે ? “સિદ્ધાનામપિ તત્રસ્થાનાં તબસંત - સિદ્ધોને પણ - તત્રસ્થોને તેનો પ્રસંગ આવે માટે. અર્થાત જો એમ હોય તો ભગવાન સિદ્ધો પણ તત્રસ્થ- ત્યાં લોકમાં જ સ્થિતિ કરી રહ્યા છે તેઓને પણ તે કર્મયજ બંધનો પ્રસંગ પ્રાપ્ત થાય માટે, અને તેવો પ્રસંગ તો અનિષ્ટ છે, કારણકે સિદ્ધને સર્વદાને માટે સર્વથા બંધનો અસંભવ જ છે, તેમ તો કોઈ કાળે બની શકે નહિ, એટલે સ્વભાવથી જ કર્મ યોગ્ય પુદ્ગલ બહુલ લોક તો બંધહેતુ નથી જ. (૨) “ર વાયવાર્મ:' - કાય-વા-મનઃ કર્મ પણ બંધહેતુ છે નહિ, કારણકે જો તેમ હોય તો યથાખ્યાત સંયતોને પણ તેનો પ્રસંગ આવે માટે - થાળતિસંતાના તબસંત', - અર્થાત આત્માનું નિષ્કષાય વીતરાગ શુદ્ધ સ્વરૂપ જેવું આખ્યાત અથવા ખ્યાત છે એવા “યથાખ્યાત” ચારિત્ર - સંયમ સંપન્ન જે પરમ સંયતો છે, તેઓને પણ કાય-વા-મનઃ કર્મ હોઈ બંધનો પ્રસંગ પ્રાપ્ત થાય માટે અને તેવો પ્રસંગ તો અનિષ્ટ છે. કારણકે કાય-વાડ-મનઃ કર્મ છતાં તથારૂપ યથાખ્યાત સંયતોને નિષ્કષાય વીતરાગપણાને લીધે બંધ પ્રસંગ કોઈ કાળે બની શકે નહિ, એટલે કાય-વા-મનઃ કર્મ પણ બંધહેતુ સંભવતું નથી. (૩) “નાનેવારરાનિ' - અનેક પ્રકારના કારણો પણ બંધહેતુ છે નહિ. શા માટે ? કેવલજ્ઞાનીઓને પણ તેનો પ્રસંગ આવે માટે - “વજ્ઞાનિનામી તબસંકI[, અને તેવો પ્રસંગ તો અનિષ્ટ છે, કારણકે અનેક પ્રકારના કરણો છતાં કેવલજ્ઞાનીઓને તેમ બંધ પ્રસંગ કોઈ કાળે બની શકવો અસંભવ છે, એટલે અનેક પ્રકારના કરણો પણ બંધહેતુ છે નહિ. (૪) “ર સવિસ્તાવિત્તવસ્તૂપથતિઃ' - સચિત્તાચિત્ત - સજીવ નિર્જીવ વસ્તુઓનો ઉપઘાત - હિંસન પણ બંધહેતુ નથી. શા માટે ? સમિતિતત્પરોને પણ તેનો પ્રસંગ આવે માટે - “સમિતિતત્પરમ તત્રંત', અર્થાત્ ઈર્યાસમિતિ આદિ પંચસમિતિપાલકશ્વરોને પણ તેનો - બંધનો પ્રસંગ આવે માટે, અને તેવો પ્રસંગ તો અનિષ્ટ છે, કારણકે જાયે - અજાણ્યે સચિત્તાચિત્ત વસ્તુઓનો ઉપઘાત છતાં સમિતિપરાયણ. “તનાવંત સાધુઓને તેમ બંધ પ્રસંગ કોઈ કાળે બની શકે નહિ, એટલે સચિત્તાચિત્ત વસ્તુ ઉપઘાત પણ બંધહેતુ નથી, કાય-વા-મનઃ કર્મ બંધહેતું નથી, અનેક પ્રકારના કરણો બંધહેતું નથી, સચિત્તાચિત્ત વસ્તુ ઉપઘાત બંધહેતુ, તેથી ન્યાયબલથી જ આ આવ્યું કે – જે ઉપયોગમાં “રાગાદિકરણ' તે બંધહેતુ છે, “યહુપયોને રવિવાર ન વંઘહેતુ” નથી, અર્થાત્ ઉપરોક્ત ચાર કારણમાંથી કોઈ પણ બંધકારણ સંભવતું નથી, એટલે બાકી રહેલ - પારિશેષ્યથી અથપત્તિ ન્યાયના સામર્થ્યથી જ બાકી આ આવીને ઉભું રહ્યું કે જે ઉપયોગમાં “રાગાદિ કરણ' રાગાદિનું કરવું તે જ નિશ્ચય કરીને બંધહેતુ છે.
સમ્યગુ દૃષ્ટિ
જ્ઞાની વીતરાગ,
૩૯૦