________________
સમયસાર : આત્મખ્યાતિ
આમ ઉપરમાં આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં જે સવિસ્તર વિવરી દેખાડ્યું તેનું જ સંક્ષેપમાં સારભૂત દિગદર્શન કરાવતું આ કળશ કાવ્ય અપૂર્વ ચિંતનાત્મક પૃથ્વીવૃત્તમાં નિબદ્ધ કરી - તત્ત્વ કળામયપણે ગૂંથીને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પરમ આત્મભાવોલ્લાસથી લલકારે છે - ન જ વહુર્ત નાન્ન વર્તનાત્મÉ { - જ્યાં કર્મ યોગ્ય પુદ્ગલ પ્રચુર છે, એવું કર્મબહુલ જગત - લોક નથી બંધ કરનાર, તેમજ ચલનાત્મક - મન - વચન - કાયાનું પરિસ્પન્દાત્મક કર્મ (મન-વચન-કાયાના યોગ) નથી બંધ કરનાર, નથી અનેક પ્રકારના કરણ બંધ કરનાર, અથવા નથી ચિદચિત્ વધ - સચિત્તાચિત્ત વસ્તુ ઉપઘાત બંધ કરનાર - ન નૈવેરાન વા ન વિવિધ વંધકૃત, પણ ઉપયોગ મૂડ” ઉપયોગ-ઉપયોગની જે ભૂમિ છે, ઉપયોગનું જે નિવાસ ક્ષેત્ર છે, ઉપયોગનું જે “ભવસ્થાન' એવો “ઉપયોગભૂ' આત્મા જે રાગાદિ સાથે ઐક્ય પામે છે,
વાં સમુપતિ રાશિ , રાગ-દ્વેષ-મોહાદિ સાથે એકપણું પામે છે, રાગાદિને આત્માના પોતાના કરી આત્મા સાથે એક તન્મય કરે છે, એટલે કે રાગાદિ ભાવે આત્મા પોતે પરિણમે છે, તે જ કેવલ નિશ્ચય કરીને પુરુષોને બંધહેતુ - બંધકારણ હોય છે - સ gવ વિરુત્ત વર્તા વંઘહેતું નૃપ |
આત્મા છે તે ચેતન સ્વરૂપ છે અને ચેતનનો પરિણામ તે “ઉપયોગ કહેવાય છે, એટલે આત્માને અત્રે “ઉપયોગભૂ' - ઉપયોગભૂમિ - ઉપયોગની જન્મભૂમિ કહ્યો તે યથાર્થ છે.. આત્મા કોઈ ને કોઈ ઉપયોગમાં - ચેતન પરિણામમાં વર્તે જ છે. હવે આ ઉપયોગરૂપ ચેતન પરિણામ કાં તો શુદ્ધ હોય, કાં તો અશુદ્ધ હોય. કેવલ જ્ઞાનમય શુદ્ધ વીતરાગ ભાવે ચેતન પરિણમે તો શુદ્ધોપયોગમય શુદ્ધ ચેતના હોય. છે, અજ્ઞાનમય રાગાદિ અશુદ્ધ ભાવે ચેતન પરિણમે તો અશુદ્ધોપયોગમય અશુદ્ધ ચેતના હોય છે. ઉપયોગ મૂળ વસ્તુ સ્વભાવે તો શુદ્ધ છે, પણ રાગાદિ સાથે ઐક્ય - એકપણું પામવાથી તે અશુદ્ધ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો શુદ્ધ સ્વભાવ છોડી ઉપયોગ રાગાદિ વિભાવ ભાવે પરિણમવાથી અશુદ્ધ બને છે અને આ રાગાદિથી અશુદ્ધ ઉપયોગ એ જ બંધનો મુખ્ય તાત્ત્વિક હેતુ છે. આ મૂળ હેતુ ન હોય તો કર્મવર્ગણા, યોગ, કરણ, ચિત્ અચિત્ વધ અકિંચિત્કર હોય છે, આ મૂળ હેતુ હોય તો જ કર્મવર્ગણા કર્મપણું
રણમી બંધપણું પામે છે. મન-વચન-કાયાના યોગ કર્મ આસવના દ્વાર બને છે. વિવિધ કારણો બંધહેતુ બને છે, સચિત્તાચિત્ત વસ્તુનો ઉપઘાત ઉત્તર બંધહેતુપણું ભજે છે. અત્રે ઉપયોગભૂ' - આત્મા “રાગાદિથી ઐક્ય પામે છે' એ ઉપરથી એમ સૂચવ્યું કે રાગાદિ સાથે આત્માનું કાંઈ મૂળ સ્વભાવગત એકપણું નથી, પણ તે વિભાવગત વિપરિણામને લઈ પરસંયોગને લીધે ઉપજેલા આગંતુક રાગાદિ ઔપાધિક ભાવો સાથે ઐક્ય - એકપણું “પામે છે, તે રાગાદિ વિભાવ ભાવો સાથે તદ્રુપ-તન્મય બની જાય છે, એટલે કે પોતે સ્વયં રાગાદિ “ચિત્ વિકાર રૂપે પરિણમે છે. આમ આ રાગાદિ ઔપાધિક ભાવ આત્માનું - ચેતનનું સ્વરૂપ નથી, સ્વભાવ નથી, પણ વિભાવ છે - ચેતનનો વિકાર ભાવ છે અને આ રાગાદિ એ જ “સ્નેહ' - ચીકાશ છે, તે જ નિશ્ચય કરીને બંધનો અંતર્ગત ઉપાદાન હેતુ છે. જેમ પુદ્ગલ પરમાણુ સ્નેહ - સ્નિગ્ધતા ગુણને લીધે પરસ્પર બંધાય છે, તેમ રાગાદિ રૂપ “સ્નેહ-સ્નિગ્ધતાને લીધે (ચીકણાપણાને લીધે) જીવ બંધાય છે. રાગાદિ રૂપ સ્નેહ એ જ ભાવબંધનો હેતુ છે અને એ જ ભાવબંધ છે. શરીરે
સ્નેહ - તેલની ચીકાશ વા મલ હોય તો જ રજ ચોટે - રજ બંધાય, તેમ રાગાદિ રૂપ ભાવ-“સ્નેહ'ની (તેલની) ચીકાશ વા મલ હોય તો જ કર્મજ ચોટે - કર્નરજ બંધાય, જૈન પરિભાષામાં ભાવકર્મને “મલ' અને દ્રવ્યકર્મને “રજ' એવી યથાર્થ સંશા આપવામાં આવી છે, તેનું રહસ્ય પણ આથી સ્પષ્ટ સમજાઈ જાય છે. અર્થાત્ રાગાદિ ભાવકર્મના બંધરૂપ ભાવબંધ હોય, તો જ પુદ્ગલમય દ્રવ્યકર્મના બંધરૂપ દ્રવ્યબંધ હોય. આમ દ્રવ્યબંધ પણ ભાવબંધને આધીન
૩૯૨