________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૧ ઉપશાંતપણું થાય, આમ મોક્ષ સિવાય બીજો અભિલાષ ન હોય, સંસારી પ્રત્યે અનુકંપાભાવ હોય, ત્યારે તેની વિશુદ્ધ દશા પામેલો જીવ સદ્દગુરુના ઉપદેશને પાત્ર બને છે અને તે ઉપદેશ બોધથી સવિચારણાની ફુરણા થાય છે, એટલે આત્માના અસ્તિત્વથી માંડીને મોક્ષપદ સુધીના છ અસ્તિપદ સમાય છે - આસ્તિક્ય ઉપજે છે અને આત્માનુભૂતિ - આત્મજ્ઞાન પ્રગટી સમ્યગુદર્શન સાંપડે છે અને તેથી મોહ ક્ષય થઈ નિર્વાણ પદ પામે છે. માર્ગ અમિનો આ અવિલ ક્રમ મહાસમર્થ તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રજીએ શ્રી આત્મસિદ્ધિમાં અત્યંત મનનીય સુભાષિતમાં સ્પષ્ટ પ્રકાશ્યો છે -
“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિ જેગ; મોક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રોગ.
જ્યાં આવે એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન;
જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.” અથવા પ્રકારાંતરે -
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમકિતને, વર્તે અંતર શોધ. મત દર્શન આગ્રહ ત્યજી, વર્તે સદ્ગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યા ભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગ પદ વાસ. કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહિયે કેવલ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.”
- - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર,
સૂત્ર-૩૮, ૩૦, ૪૦, ૪૧, ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૧૩ આમ પ્રશમ - ત્યાગ - વૈરાગ્યાદિ આત્મજ્ઞાન હોય તો સફળ છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના ઉત્તમ હેતુ પણ છે. કારણકે ત્યાગ-વૈરાગ્ય જેના ચિત્તમાં - અંતરંગમાં નથી, અસ્થિમજ્જા પર્યત હાડોહાડ કાપ્યા નથી, તેને આત્મજ્ઞાન થાય નહિ અને ત્યાગ - વૈરાગ્યમાં જ જે જીવ અટકી પડે - પોતાનું ભાન ભૂલી જાય, અર્થાત્ જે આત્મજ્ઞાન પામવાના મૂળ હેતુ અર્થે ત્યાગ-વૈરાગ્યાદિ અત્યંત આવશ્યક છે, તે મૂળ હેતું જ તે ચૂકી જાય છે. આ
જુઓ : આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર “રાજ” જ્યોતિ મહાભાષ્ય (ડૉ. ભગવાનદાસ કૃત)
૩૫૯