________________
સમયસાર : આત્મખ્યાતિ
શાનદશામાં પુનરપિ - ફરીથી જરાપણ કર્મનો બંધ છે નહિ - “તત્તર્યાભિનું પુનર મનોજૂ ર્મો નતિ વંધ:', અને “પૂર્વોપાર” - પૂર્વે 2હેલ - પૂર્વે ઉપાર્જન કરેલ તે કર્મ ઉદય વિપાક વેદનથી અનુભવતાં તેને નિશ્ચયપણે નિર્જરા જ છે – “પૂર્વોપાત્ત તદનુમવતો નિશ્ચિત નિરિવ '
સમ્યગુદૃષ્ટિનું લક્ષણ શું છે? અત્રે કહ્યું તેમ “કંકોત્કીર્ણ સ્વરસનિચિત જ્ઞાન સર્વસ્વભાગી' હોવું - શુદ્ધ શાયક સ્વભાવી આત્માનું અનુભવન હોવું એ સમ્યગુદૃષ્ટિનું સ્વરૂપ સર્વસ્વ છે, એટલે શુદ્ધ આત્માનુભૂતિ એ જ સમ્યગુદૃષ્ટિનું મુખ્ય લક્ષણ છે, અત્રે વિવક્ષિત નિઃશંકતાદિ ઈતર લક્ષણ પણ આ શુદ્ધાત્માનુભૂતિ રૂપ મુખ્ય લક્ષણના જ અંગભૂત છે. તત્ત્વાર્થ શ્રદ્ધાનને પણ સમ્યગુદર્શનનું લક્ષણ કહ્યું છે તેનું રહસ્ય એ છે કે શુદ્ધાત્માનુભૂતિ સહિત હોય તે જ વાસ્તવિક સમ્યક્ શ્રદ્ધા છે, એટલે શુદ્ધાત્માનુભૂતિજન્ય સમ્યફ શ્રદ્ધા જ સમ્યગુદશનનું લક્ષણ છે એમ ફલિત થાય છે. એટલા મ જ સમયસાર શાસ્ત્રમાં કહ્યું છે કે - “ભૂતાર્થથી - પરમાર્થથી જાણેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સુંવર, નિર્જરા, બંધ ને મોક્ષ એ સમ્યકત્વ છે.” આ નવતત્ત્વરૂપ અનેક વર્ણની માળામાં એક આત્મતત્ત્વરૂપ સુવર્ણ સૂત્ર પરોવાયેલ છે, તેને ખોળી કાઢી સમ્યગુષ્ટિ પુરુષ શુદ્ધ આત્મતત્ત્વનું દર્શન - અનુભવન કરે છે. આમ માનથી તલવારની જેમ, વસ્ત્રથી દેહની જેમ, દેહાદિ સમસ્ત પરવસ્તુથી ભિન્ન એવા શુદ્ધ ચૈતન્યમય આત્માનું પરમાર્થથી ભેદજ્ઞાન થવું, અનુભૂતિ થવી, આત્મખ્યાતિ ઉપજવી તે સમ્યગુદર્શનનું મુખ્ય લક્ષણ છે.
આવા શુદ્ધાત્માનુભવરૂપ સમ્યગદર્શનના આ બીજા બાહ્ય લિંગો – પ્રગટ ચિહ્નો પણ છે - પ્રથમ સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. આ પ્રશમાદિ ગુણ પણ બહિષ્ટિથી સમ્યગુ દર્શનના લક્ષણ છે, શુદ્ધાત્માનુભૂતિ અથવા સમ્યક્ત સાથે જો તે હોય તો તે ગુણ છે, નહિ તો ગુણસભા છે, અર્થાત્ આ પ્રશમાદિ ગુણ જો શુદ્ધાત્માનુભૂતિ - શુદ્ધાત્માનુભવ સહિત હોય તો સમ્યગુદર્શનના બાહ્ય લક્ષણ છે, આત્માનુભૂતિ સહિત ન હોય તો સમ્યગુ દર્શનના લક્ષણ નથી. આમ સર્વત્ર શુદ્ધ આત્માનુભૂતિનું જ પ્રાધાન્ય છે, શુદ્ધ આત્માનુભૂતિનું જ મુખ્યપણું છે. પ્રશમાદિનો આ પૂર્વાનુપૂર્વી અનુક્રમ છે – પ્રથમ તો પ્રશમ એટલે કષાયનું ઉપશાંતપણું હોય, તો વિવેક - વિચારનો અવકાશ થતાં સંવેગ એટલે માત્ર મોક્ષાભિલાષ પામે. તેથી નિર્વેદ એટલે સંસારથી કંટાળો ઉપજે અને પછી સ્વદયા - પરદયા રૂપ અનુકંપા આવે. આ ચાર ગુણ જ્યારે જીવમાં પરિણમે, ત્યારે પાંચમો આસ્તિષ્પ ગુણ પામવાની યોગ્યતા - પાત્રતા તેનામાં પ્રગટે. અથવા પશ્ચાનુપૂર્વીથી ઉલટા અનુક્રમે – આસ્તિક્ય એટલે જીવાજીવ આદિ તત્ત્વના અસ્તિત્વની - હોવાપણાની આસ્થા અંતરપ્રતીતિ ઉપજે, આત્મસ્વરૂપ સમજે, તો પોતાના આત્માની અનુકંપા ઉપજે કે - અરે ! હું અત્યાર સુધી આ પરવસ્તુના સંસર્ગથી પરભાવમાં રમ્યો ! તે રમવા યોગ્ય ન્હોતું ! “હું છોડી નિજ રૂપ રમ્યો પરપુદગલે ! ઝીલ્યો ઉલટ આણી વિષય તૃષ્ણા જલે !' - એવી સાચી અનુકંપા ઉપજે, એટલે નિર્વેદ - સંસારથી અત્યંત કંટાળો આવી જાય. “આ કાજળની કોટડી જેવા સંસારમાં મહારે હવે એક ક્ષણ પણ આત્મભાવે રહેવું નથી' એમ સંસારથી તે ઉભાગે અને એવો નિર્વેદ - કંટાળો ઉપજતાં, સંવેગ એટલે મોક્ષનો તીવ્રવેગી અભિલાષ ઉપજે, આ સંસાર બંધનથી હું ક્યારે છૂટું એવી શુદ્ધ ભાવના ભાવતો તે દઢ મુમુક્ષુ બને અને તેના પરિણામે પ્રથમ પ્રગટે, વિષય - કષાયનું પ્રશાંતપણું થાય, પરભાવ વિભાવથી વિરતિ થાય. વીતરાગતા આવે અને તેનો આત્મા સ્વ સ્વરૂપમાં સમાઈ જાય અને આમ જ્ઞાનસ્ય છત્તે વિરતિઃ - જ્ઞાનનું ફલ વિરતિ “સમજ્યા તે સમાઈ રહ્યા, સમજ્યા તે સમાઈ ગયા' એ મહાસૂત્રો ચરિતાર્થ બને.
આવા આ પ્રશમાદિ ગુણ સમ્યગુદર્શનના લક્ષણ રૂ૫ છે, એટલું જ નહિ પણ તેની પ્રાપ્તિમાં કારણ રૂપ પણ છે. કારણકે જીવમાં જેમ જેમ આ પરમ ઉપકારી પ્રશમાદિ ગુણની વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેનામાં સમ્યગુદર્શન પામવાની યોગ્યતા - પાત્રતા વધતી જાય છે, એટલે પછી “આ પુરુષની પ્રતીતિ, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશ પ્રતીતિ અને નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ” - એમ સમ્યક્તની ઉત્તરોત્તર વધતી જતી ત્રણ કક્ષાઓને સ્પર્શી તે ધન્ય સમ્યગુદૃષ્ટિ આત્મા કૃતાર્થ બને છે. જ્યારે વિષય-કષાયનું
૩૫૮