________________
નિર્જરા રૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૩૫
=
અનનુભવથી કૃત – કરાયેલો – ઉપજાવાયેલો બંધ છે નહિ - ‘સહ્ય માર્ગાનુપસંમતો નાસ્તિ વંધઃ ।' પરંતુ કર્મના ભોગવીને નિર્જરી જવા રૂપ આત્મપ્રદેશથી ખરી જવા રૂપ નિર્જરા જ છે 'किंतु નિરવ ।'
શાન
સમ્યગ્દષ્ટ ટંકોત્કીર્ણ એક શાયક ભાવમયપણાએ કરીને સમ્યગ્દર્શન ચારિત્ર એ રત્નત્રયીની અભેદ એકતા રૂપ જિનના ‘મૂળ માર્ગ'માં અથવા આત્મ સ્વભાવયુંજન રૂપ સાક્ષાત્ મોક્ષમાર્ગમાં વર્તે છે, અર્થાત્ તે આત્મસ્વભાવયુંજન રૂપ યોગને સાધતો સાક્ષાત્ ધર્મમૂર્તિ ‘યોગી’ યોગિધર્મને અનુસરે છે. કારણકે આત્મસ્વભાવ રૂપ મોક્ષ સાથે યોજન-જોડાણ તેનું નામ યોગ, આ આત્મસ્વભાવ સાથે જેનું યોજન છે - જેને આત્મસ્વરૂપનું અનુસંધાન થયું છે તે યોગી છે અને એવા તે યોગીનો જે ધર્મ છે તે યોગીધર્મ છે. આમ આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું, આત્મસ્વભાવની સાધના - આરાધના કરવી, આત્મસિદ્ધિ કરવી, એજ યોગીઓનો ધર્મ છે. આ આત્મસ્વભાવ સાથે મુંજન રૂપ યોગ જેણે સાધ્યો છે, જે સ્વરૂપ સ્થિત ‘યોગી' છે, તે સમ્યગ્દષ્ટિની યથાતત્ત્વ પ્રવૃત્તિ હોય છે, એટલે કે જેવા પ્રકારે શુદ્ધ આત્મતત્ત્વનું સ્વરૂપ અનુભવમાં આવ્યું, તેવા પ્રકારે પ્રવર્ત્તનરૂપ, આચરણરૂપ, ચારિત્રરૂપ સ્થિતિ પ્રવર્તે છે, આત્માનુચરણ હોય છે. અર્થાત્ આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન રૂપ છે, તે સ્વભાવમાં નિયત ચરિત હોવું, આત્મસ્વભાવમાં પૂર્ણપણે પ્રવર્તવું, ‘આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ' થવી, એવો ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ ગુણ સમ્યગ્દષ્ટિને પ્રગટે છે. આમ આ સ્વભાવ પ્રવૃત્તિ આત્માથી અભેદ રૂપ સાત્મીરૂપ આત્મભૂત થઈ જાય છે. આત્મા સ્વયં સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રમૂર્તિ બને છે અને આમ આત્માથી અભેદરૂપ શુદ્ધ રત્નત્રયીનો વ્યાપાર કરનારો "મહામુનિ રૂપ સમ્યગ્દષ્ટિ રત્નવણિક ધર્મસંન્યાસ યોગરૂપ રત્ન વાણિજ્ય વડે યથેચ્છ આત્મલાભ રૂપ નફો મેળવી કૃતકૃત્ય થાય છે. એટલે દર્શન તે હું આત્મા, જ્ઞાન હું આત્મા, ચારિત્ર તે હું આત્મા એમ સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર એ સમ્યગ્દષ્ટ ‘સાધુ’ સત્ સાધક આમ સમ્યગ્દર્શન થકી માર્ગવત્સલ હોય છે, માર્ગ પ્રત્યે વત્સલ - અભેદ એકરસ ભાવરૂપ પરમ પ્રેમ રૂપ વાત્સલ્ય ધરનારો હોય છે, આવા માર્ગવત્સલ સમ્યગ્દષ્ટિને માર્ગ અનુપલંભકૃત બંધ છે નહિ, પણ નિર્જરા જ છે.
-
-
સમ્યગ્દષ્ટિ જ્ઞાની
✡
-
જુઓ : શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત યોગદૅષ્ટિ સમુચ્ચય ધર્મસંન્યાસયોગ શ્લો. ૧૮૦ ઈ. મત્કૃત વિવેચન (સ્વરચિત) 3. ૬૦૦
૩૭૭