________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૩૬
-
જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષ - અનુત્કર્ષ - અનુત્કૃષ્ટ ભાવથકી કરાયેલો – ઉપજાવાયેલો બંધ છે નહિ - ‘ઞસ્વ જ્ઞાનપ્રમાવનાઽપ્રર્વતો નાસ્તિ વંધઃ, પરંતુ કર્મના ભોગવીને નિર્જરી જવા રૂપ - આત્મપ્રદેશથી ખરી જવા રૂપ નિર્જરા જ છે - તુિ નિરવ ।'
-
'વિન્નાથમાઢો’
અત્રે અચિંત્ય તત્ત્વચિંતામણિ મહા આત્મવિદ્યા પ્રભાવક પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સમ્યગ્દષ્ટિના પ્રભાવના અંગ અંગે પરમ સુંદર ભવ્ય કલ્પના રજૂ કરી છે ‘વિદ્યારથમાં આરૂઢ થયેલો' - આત્મવિદ્યારૂપ - આત્મજ્ઞાનરૂપ રથમાં આરૂઢ થયેલો જે ‘ચેતયિતા’ આત્માનુભવી પુરુષ ‘મનોરથ પથોમાં ભમે છે' આત્મચિંતન માર્ગોમાં ભમે છે, તે ‘જિનશાન પ્રભાવી' सो जिणणाणप्पहावी તે શુદ્ધ આત્મારૂપ જિન ભગવાનના જ્ઞાનનો ‘પ્રભાવી’ પ્રકૃષ્ટ ભાવવાનું – પ્રભાવ કરનાર સમ્યગ્દષ્ટિ જાણવો. આ ભવ્ય કલ્પનાપૂર્ણ ગાથાની તત્ત્વ સર્વસ્વ સમર્પક વ્યાખ્યા કરતાં તેવા જ અચિંત્ય તત્ત્વચિંતામણિ - મહા આત્મવિદ્યા પ્રભાવક પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી વદે છે કે - ‘સમ્યગ્દષ્ટિ ટંકોત્કીર્ણ એક શાયક ભાવમયપણાએ કરીને જ્ઞાનના સમસ્ત શક્તિપ્રબોધથી પ્રભાવજનનને લીધે પ્રભાવન કર હોય છે.' અર્થાત્ શુદ્ધોપયોગમય જ્ઞાનદશાસંપન્ન સમ્યગ્દષ્ટિ જ્ઞાની એક જ્ઞાયક ભાવમયપણાએ કરીને સદા શુદ્ધાત્માનુભૂતિ કરે છે, એટલે તે જ્ઞાનનો ‘પ્રભાવનકર’ - પ્રકૃષ્ટ ભાવન કરનારો હોય છે - જ્ઞાનની આત્યંતિક દૃઢ ભાવન કરનારો હોય છે. એમ શાને લીધે ? જ્ઞાનના સમસ્ત શક્તિપ્રબોધથી પ્રભાવ જનનને લીધે’, અર્થાત્ તે જ્ઞાનની સમસ્ત શક્તિનો પ્રબોધ - જાગ્રતપણું કરે છે, એટલે જ્ઞાનનો ‘પ્રભાવ’ - પ્રકૃષ્ટ ભાવ જન્મે છે, એથી કરીને તે જ્ઞાનનો પ્રભાવનકર હોય છે - પ્રકૃષ્ટ ભાવના કરનારો હોય છે અને આમ તે પોતે જ્ઞાનની પ્રકૃષ્ટ ભાવના કરનારો ‘પ્રભાવન કર' હોય છે, એટલે જ પછી તે જગમાં જ્ઞાનનો પ્રભાવન કર' હોય છે પ્રભાવના કરનારો મહામહિમા કરનારો જ્ઞાનપ્રભાવક વિદ્યા પ્રભાવક હોય છે. કારણકે જેણે પોતે શાનની પ્રભાવના - પ્રકૃષ્ટ ભાવના કરી છે એવો ભાવિતાત્મા સમ્યગ્દષ્ટિ જ્ઞાની જ અન્ય જીવોને પણ તેવા જ્ઞાનમાર્ગમાં જોડવા સમર્થ થાય છે અને સમ્યગ્દષ્ટિ જ્ઞાની તેવો ‘વિનિયોગ પ્રધાન' હોય જ છે, એટલે કે જે જ્ઞાન-દર્શને કરી પોતે જાણ્યું પ્રતીત્યું, આચર્યું તેનો આ સમ્યગ્દષ્ટિ પુરુષ સમ્યક્ વિનિયોગ યથાસ્થાને નિયોજન કરી, (Practical application) બીજા જીવોને આત્મસ્વભાવ રૂપ ધર્મમાં - જ્ઞાનમાર્ગમાં જોડે છે, જેથી પોતાની ધર્મ પરંપરા તૂટતી નથી. આવા સમ્યગ્દષ્ટિ જ્ઞાની આત્મવિદ્યાધર આત્મજ્ઞાન પ્રભાવક - આત્મવિદ્યા પ્રભાવક હોય છે. અષ્ટ પ્રકારના પ્રભાવકો કહ્યા છે, તેમાંનો એક ‘વિદ્યા પ્રભાવક' પણ છે. કેટલાક લોકો સામાન્ય વિદ્યા અથવા ચમત્કાર દર્શાવનારી લૌકિક વિદ્યા દાખવનારાનો ‘વિદ્યા પ્રભાવક' તરીકે ઉલ્લેખ કરે છે, પણ સાચી વિદ્યા તો અલૌકિક આત્મવિદ્યા જ છે, તેની સમીપે બાકી બીજી બધી વિદ્યા અવિદ્યા જ છે. એટલે ખરેખરા વિદ્યા પ્રભાવક કુંદકુંદાચાર્યજી અને અમૃતચંદ્રાચાર્યજી એ બન્ને મહા આત્મવિદ્યાધર આચાર્યવર્ષોના વક્તવ્યનો ધ્વનિ છે. અને તે ખરેખરો અલૌકિક આત્મ વિદ્યાપ્રભાવક પણ કોણ થઈ શકે ? જેણે પોતે આત્મવિદ્યાની આત્મ જ્ઞાનની ‘પ્રભાવના' - પ્રકૃષ્ટ ભાવના કરી હોય, ‘હું દેહાદિથી ભિન્ન અવિનાશી ઉપયોગવંત આત્મા છું' - એ આત્મભાવનાનો આત્યંતિક દૃઢ અભ્યાસ કર્યો હોય, તે જ ભાવિતાત્મા આત્મ વિદ્યાધર મહાત્મા જ જગમાં પણ તે આત્મવિદ્યાનો મહાપ્રભાવ વર્તાવવાને સમર્થ એવો ખરેખરો વિદ્યાપ્રભાવક થઈ શકે. અને આ સમ્યગ્દષ્ટ આત્મવિદ્યાધર મહાત્મા તો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાએ કરીને જ્ઞાનની સમસ્ત શક્તિના પ્રબોધથી - જાગ્રતપણાથી ‘પ્રભાવ'ના પ્રકૃષ્ટ ભાવના અથવા મહામહિમાના જનનને લીધે ઉત્પાદનને લીધે જ્ઞાનનો પ્રભાવનકર હોય છે, એટલે તેને જ્ઞાન પ્રભાવનાના અપ્રકર્ષકૃત - અનુત્કૃષ્ટ ભાવકૃત બંધ છે નહિ, પણ નિર્જરા જ છે.
-
-
સમ્યગ્દષ્ટિ જ્ઞાની
૩૭૯
-
-
-
=
=