________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૩૦ જવા રૂપ નિર્જરા જ છે – “વિતુ નિર્નરવ !'
સમ્યગુદૃષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમય હોય છે, લાયક સ્વભાવમાં જ – સ્વભાવ ધર્મમાં જ વર્તે છે. આ સ્વભાવ પણ ભાવવધિ જ યુક્ત છે, એટલે કે જેટલી સ્વ ભાવની અવધિ - મર્યાદા છે, તેટલી અવધિ - મર્યાદા પર્યત જ સ્વભાવ ઘટે છે - નહિ કે અન્ય પ્રકારે. શુદ્ધ ચેતન ભાવમાં હોવું - વર્તવું એ આત્માની સ્વભાવ - મર્યાદા છે, એ જ એનો “મર્યાદા ધર્મ - મરજાદ છે. એટલે શુદ્ધ ચેતન ભાવમાં વર્તે તો જ “સ્વભાવમાં આવ્યો કહેવાય, નહિ તો નહિ. કારણકે સ્વભાવ મર્યાદામાં અર્થાત્ શુદ્ધ ચેતન ભાવમાં ન વર્તતાં પરભાવ - વિભાવમાં વર્તે, તો તે સ્વભાવમાં વર્ચો ન કહેવાય, ને વસ્યો જો કહીએ તો અતિપ્રસંગ દોષ આવે, તે સ્વભાવ – મર્યાદામાં ન હોવું - ન વર્તવું તે સ્વભાવ નથી, પણ વિભાવ છે, પરભાવ છે. પણ સમ્યગુદૃષ્ટિ જ્ઞાની તો ટૂંકોત્કીર્ણ એક શાયક ભાવમયપણાએ કરીને સદા સ્વભાવ - ધર્મની મર્યાદામાં જ વર્તે છે અને “નિજ સત્તા નિજ ભાવથી” છે એમ જાણતા તે પરભાવરૂપ કર્મફલની કે વસ્તુધર્મની કક્ષા - ઈચ્છા - વાંચ્છા કરતા નથી. કારણકે તે ભાવે છે કે - વહુલહાવો ઘણો - “વસ્તુનો સ્વભાવ તે ધર્મ', આત્મવસ્તુનો ધર્મ તે મ્હારો સ્વધર્મ - સ્વભાવ ધર્મ છે, હું પરધર્મની - પરવસ્તુના ધર્મની - પરભાવની કાંક્ષા શાને કરૂં? તો મારા શુદ્ધ સ્વભાવ ધર્મને જ અનુસરું અને હારા ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમાં જ હતું. કારણકે જે જે પ્રકારે આત્મા સ્વભાવમાં - આત્મભાવમાં આવે તે જ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ છે. ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવરૂપે જે નિજ ગુણનું પ્રગટપણે છેવટે પૂર્ણ અવસ્થા નીપજાવે છે, તે સ્વભાવ રૂપ આત્મધર્મના સાધન છે, માટે તે પણ સાધનરૂપ ધર્મ છે. સમકિત ગુણથી માંડીને શૈલેશી અવસ્થા સુધી જે આત્માને અનુગત - અનુસરતા ભાવ છે, તે આત્મધર્મરૂપ સાધ્યને અવલંબતા હોઈ, સંવર – નિર્જરાના હેતુ થઈ પડી ઉપાદાનકારણને પ્રગટ કરે છે, માટે તે બધાય ધર્મના પ્રકાર છે; અને પછી સર્વ પ્રદેશે કર્મનો અભાવ થઈ, પૂર્ણાનંદસ્વરૂપ જે આત્મગુણની સંપૂર્ણતા થવી, સહજાત્મસ્વરૂપની પૂર્ણ પ્રગટતા થવી, તે અનુપમ એવો સિદ્ધ સ્વભાવરૂપ ધર્મ છે. આમ સાધ્ય એવા વસ્તુ ધર્મનું સાધન કે સિદ્ધિ તે જ ખરો ભાવધર્મ છે. બાકી નામધર્મ, સ્થાપના ધર્મ, દ્રવ્યધર્મ, ક્ષેત્રધર્મ, કાલધર્મ વગેરે જે ધર્મના પ્રકાર છે, તે તો જો ભાવધર્મના હેતુરૂપ થતા હોય તો ભલા છે - રૂડા છે, નહિ તો ભાવ વિના એ બધાય “આલ' છે, મિથ્યા છે, વ્યર્થ છે. આવા શુદ્ધ વસ્તુધર્મને - આત્મધર્મને અથવા તે શુદ્ધ ધર્મ જેને પ્રગટ્યો છે એવા ધર્મમૂર્તિ પ્રભુને જે જાણી, સદ્દીને આરાધે છે, તે પછી કર્મ બાંધતો નથી ને તેને વસ્તુસ્વભાવરૂપ ધર્મ પ્રગટે છે. ઈત્યાદિ પ્રકારે ભાવના ભાવતો સમ્યગુદૃષ્ટિ પરભાવરૂપ સર્વેય કર્મફલોમાં અને સર્વેય વસ્તુધર્મોમાં કાંક્ષાના અભાવને લીધે નિષ્કાંક્ષા હોય છે, તેથી એને કાંક્ષા કૃત બંધ છે નહિ, પણ - નિરા જ છે.
જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. ઈ.” - શ્રીમદ્ રાજચંદ્રજી “સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે, હરખે વાર હજાર; વસ્તુધર્મ નિપજ્યો, ભાવકૃપા કિરતાર.. સ્વામી સ્વયંપ્રભને ભામો.” - શ્રી દેવચંદ્રજી
સિમ્યગુદૃષ્ટિી
જ્ઞાની ,
૩૬૫