________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૩૧
ટંકોત્કીર્ણ એક શાયક ભાવમયપણાએ કરીને જે શુદ્ધોપયોગદશા સંપન્ન સદા શુદ્ધાત્માનુભૂતિ કરે છે એવા સમ્યગ્દષ્ટિ સમ્યગ્દર્શની પુરુષનો બોધ અત્યંત સૂક્ષ્મ હોય છે. દ્રવ્યાનુયોગ ને તેના મર્મ રૂપ રહસ્યને સમ્યગ્દષ્ટિ પુરુષ તત્ત્વથી સમ્યપણે જાણે છે, તેની શ્રુત-અનુભવની દશા પ્રતિસમય વધતી જાય છે ને તેને શુદ્ધ સહજાત્મસ્વરૂપનો અવભાસ થાય છે. સ્વ-પર ભાવનો પરમ વિવેક કરવા રૂપ સૂક્ષ્મ બોધ એને અધિક બળવત્તર હોય છે - અત્યંત સ્થિર હોય છે, હું દેહાદિથી ભિન્ન એવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્મા છું, એવું પ્રગટ ભેદાન અત્યંત દૃઢ ભાવનાવાળું હોય છે. એવી દૃઢ આત્મભાવનાને લીધે ચૈતન્યથી રિક્ત-ખાલી એવું બધું ય એકદમ છોડી દઈ, અત્યંત સ્ફુટ એવા ચિત્ શક્તિમાત્ર આત્માને અવગાહીને તે વિશ્વની ઉપર તરતા રહી, આ અનંત એવા સાક્ષાત્ પરમાત્મ સ્વરૂપ આત્માને આત્મામાં અનુભવે છે.' આવો સૂક્ષ્મ બોધ હોવાથી સમ્યગ્દષ્ટિને ક્યારનીયે મિથ્યાત્વ જન્મ ભ્રાંતિ ટળી છે અને પરમ શાંતિ મળી છે, કારણકે અનાત્મ એવી પરવસ્તુમાં આત્મબુદ્ધિ એ જ મુખ્ય ભ્રાંતિ છે, એ જ મિથ્યાત્વ અથવા અવિદ્યા છે, આત્મામાં જ આત્મબુદ્ધિ એ જ સમ્યક્ત્વ અથવા વિદ્યા છે, એ જ વિશ્રાંતિ છે, એ જ આરામ છે, એ જ વિરામ છે, એ જ વિરતિ છે અને એ જ શાંતિ છે. ૫૨વસ્તુમાં આત્મસ્રાંતિ એ જ જીવનો મોટામાં મોટો રોગ છે અને તે આત્મસ્રાંતિથી જ ચિત્તભ્રાંતિ અને ભવભ્રાંતિ રૂપ અનંત દુઃખ ઉપજે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષને તો આ આત્મભાંતિ રૂપ મહારોગ સર્વથા દૂર થયો છે, એટલે તે સ્વ સ્વરૂપમાં વિશ્રાંત થઈ, સ્વરૂપૈકનિષ્ઠ બની પરમ આત્મશાંતિ અનુભવે છે. આમ પરભાવમાં આત્મબુદ્ધિરૂપ મૂલગત ભ્રાંતિ ટળી હોવાથી અને આત્મામાં જ આત્મબુદ્ધિરૂપ સ્વરૂપ વિશ્રાંતિમય પરમ શાંતિ મળી હોવાથી, આ જ્ઞાની સમ્યગ્દષ્ટિ સત્પુરુષ પરભાવમાંથી આત્માને પાછો ખેંચી લે છે પ્રત્યાધૃત કરે છે. એટલે તે પરપરિણતિમાં રમતા નથી, પરવસ્તુમાં આત્માને મુંઝવવા દેતા નથી મોહ મૂર્છિત થવા દેતા નથી, પણ નિજ આત્મપરિણતિમાં જ રમે છે. તે પૌલિક વિષય ભોગથી નિરંતર દૂર દૂર ભાગે છે અને કાચબાની જેમ વિષયોમાંથી ઈંદ્રિયોનો પ્રત્યાહાર કરે છે પાછી ખેંચી લે છે. એટલે એમની આશ્રવ ભાવની ચાલ સહેજે અનાયાસે છૂટી જાય છે અને ઉગ્ર સંવર દશા પ્રગટે છે. જેથી તેઓનો આત્મા પોતે જ સાક્ષાત્ સંવર રૂપ થાય છે, સ્વરૂપગુપ્ત બને છે. આવા સ્વરૂપગુપ્ત સ્વધર્મ સુસ્થિત સમ્યગ્દષ્ટિને અન્ય વસ્તુધર્મો પ્રત્યે જુગુપ્સા સૂગ નથી હોતી, જેવો જેવો જેનો જેનો જે જે વસ્તુધર્મ છે તેવા તેવા તેના તેના તે તે વસ્તુધર્મમાં પ્રત્યેક વસ્તુ વર્તે છે, એમ જાણતો તે કોઈ પણ વસ્તુધર્મ પ્રત્યે જુગુપ્સા - સૂગ ધરતો નથી. અત એવ આવા સંવૃત સ્વરૂપ ગુપ્ત સમ્યગ્દષ્ટિને જુગુપ્સા કૃત બંધ છે નહિ, પણ નિર્જરા જ છે.
‘‘ત્યાગીને સવિ પરપરિણતિ રીઝ જો, જાગી છે નિજ અંતર આતમ ઈષ્ટતા રે લો. સહેજે છૂટી આશ્રવ ભાવની ચાલ જો, જાલીમ એ પ્રગટી છે સંવર શિષ્ટતા રે લો. જગત દિવાકર શ્રઈ નમીશ્વર સ્વામ જો.'' - શ્રી દેવચંદ્રજી
-
-
-
(સમ્યગ્દષ્ટિ જ્ઞાની
૩૬૭
-