________________
+
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસર કળશ ૧૫૦ શાનીનું વેદનાભય રહિતપણું વર્ણવતો કળશ (૨૪) કહે છે –
एषैकैवं हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते, निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः । नैवान्यागतवेदनैव हि भवेत्तद्भीः कुतो ज्ञानिनो, निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१५६॥
આ એકા સ્વયં વેદના ઈક ધ્રુવં વેદાય જ્ઞાન સદા, નિર્ભેદોદિત વેદ્ય – વેદકબલે નિરાકુલોથી સદા; ના અન્યાગત વેદના જ ભવતિ, તર્ભીતિ શી જ્ઞાનિને? . નિઃશંકો સતત સ્વયં સહજ તે વિશે સદા જ્ઞાનને. ૧૫૬
- અમૃત પદ-૧૫ વેદના એક એક અચલ જે, શાન સ્વયં વેદાયે, નિર્ભેદ વેદ્ય-વેદકના બલથી, અનાકુલોથી સદાય... નિઃશંક સતત સ્વયં સહજ તે. ૧ અન્ય થકી આગત વેદનાનો, સંભવ ના જ હવંતો, તેથી વેદનાતણો જ્ઞાનિને, ભય ક્યાંથી જ ભવંતો?.. નિઃશંક સતત સ્વયં સહજ તે. ૨ નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિંદતો,
ભગવાન અમૃત સહજ સ્વરૂપી, સમ્યગુષ્ટિ સંતો... નિઃશંક સતત સ્વયં સહજ તે. ૩ અર્થ - ખરેખર ! આ એક જ વેદના છે, કે અચલ જ્ઞાન નિર્ભેદ ઉદિત વેદ્ય - વેદક બલ થકી એક એવું સદા અનાકુલોથી સ્વયં વેદાય છે, અન્યાગત (અન્યથી આવેલી) વેદના જ ખરેખર ! હોય નહિ, તો પછી શાનીને તેની વેદનાની) ભીતિ ક્યાંથી હોય ? એટલે નિઃશંક સતત સ્વયં તે સહજ જ્ઞાન સદા વિંદે છે - વેદે છે - અનુભવે છે.
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય નિરાશ્રય એવા શાનીને બધું ય સમ છે. અથવા શાની સહજ પરિણામી છે, સહજ સ્વરૂપી છે, સહજ પણે સ્થિત છે, સહજ પણે પ્રાપ્ત ઉદય ભોગવે છે, સહજ પણે જે કંઈ થાય તે થાય છે, જે ન થાય તે ' ન થાય છે, તે કર્તવ્ય રહિત છે, કર્તવ્ય ભાવ તેને વિષે વિલય પ્રાપ્તિ છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૭૭ .
શાની કેવી તત્ત્વ વિચારણાથી વેદના ભયથી વિમુક્ત હોય છે તેનું અનન્ય નિરૂપણ અમૃતચંદ્રજીએ આ કળશ કાવ્યમાં કર્યું છે - gવ દિ તેના વ્યક્તિ જ્ઞાન વયે વેદ્યતે - “આ” - પ્રત્યક્ષ અનુભૂયમાન “એક જ' - અદ્વિતીય જ - અદ્વૈત જ “વેદના' - સંવેદના - અનુભૂતિ છે, જે કદી પણ ચલાયમાન ન થાય એવું “અચલ” જ્ઞાન “નિર્ભેદથી' - ભેદરહિતપણાથી ઉદિત - ઉદય પામેલ વેદ્ય - વેદકના બલ થકી એક એવું સદા “અનાકુલોથી' - આકુલતા રહિત નિરાકુલ શાનીઓથી “સ્વયં” - આપોઆપ જ વેદાય છે - “નિર્મલારિત વેદ વેર વતા સતાના વકૃતૈઃ ' આમ સ્થિતિ છે એટલે અન્યાગત'. - અન્ય તરફથી આવેલી અથવા અન્ય આગત - આગંતુક - આવી પડનારી બીજી કોઈ વેદના જ નિશ્ચય કરીને હોય નહિ - નવાન્યાતવેર્નવ દિ બત, તો પછી શાનીને “તેની' - તે વેદનાની ભીતિ ક્યાંથી હોય ? તમઃ તો જ્ઞાનિનો ? એટલે આમ નિઃશંક સતત તે જ્ઞાની સ્વયં સહજ જ્ઞાન સદા “વિંદે છે' - વેદે છે – અનુભવે છે - “નિશં: સતતં સ્વયં સન્ન જ્ઞાનં સવા વિતિ |
૩૫૧