________________
સમયસાર : આત્મખ્યાતિ
હવે જ્ઞાનીનું મરણ ભયરહિતપણું સમયસાર કળશમાં (૨૭) પ્રદર્શિત કરે છે प्राणोच्छेदमुदाहरंति मरणं प्राणाः किलास्यात्मनो, ज्ञानं तत्स्वयमेव शाश्वततया नो छिद्यते जातुचित् । तस्यातो मरणं न किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो, निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥ १५९ ॥ પ્રાણોચ્છેદ જ મૃત્યુ જ્ઞાન જ ખરે ! છે પ્રાણ આ આત્મના, ને તે તો સ્વયમેવ શાશ્વતતથી કોદી ય છેદાય ના; એથી મૃત્યુ ન તેનું કંઈ પણ હુવે તદ્નીતિ શી જ્ઞાનિને ? નિઃશંકો સતત સ્વયં સહજ તે વિંદે સદા જ્ઞાનને. ૧૫૯ અમૃત પદ-૧૫૯
પ્રાણોચ્છદને મરણ વદે છે, જ્ઞાન પ્રાણ આત્માના,
સ્વયં જ તે તો શાશ્વતતાથી, છેદાતું જ કદા ના... નિઃશંક સતત સ્વયં સહજ તે. ૧
એથી એના મરણ તણો તો, સંભવ કંઈ ન હવંતો,
તેથી મરણ તણો જ્ઞાનીને, ભય ક્યાંથી જ ભવંતો ?... નિઃશંક સતત સ્વયં સહજ તે. ૨ નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિંદંતો,
અર્થ -
ભગવાન અમૃત સહજ સ્વરૂપી, સમ્યગ્દષ્ટિ સંતો... નિઃશંક સતત સ્વયં સહજ તે. ૩ - પ્રાણના ઉચ્છેદને મ૨ણ કહે છે અને આ આત્માના પ્રાણ તો નિશ્ચયે કરીને શાન છે, તે (જ્ઞાન) સ્વયમેવ શાશ્વતતાએ કરીને કદી પણ છેદાતું નથી, એથી કરીને તેનું મરણ કંઈ પણ હોય નહિ, તો પછી જ્ઞાનિને તેની (મરણની) ભીતિ ક્યાંથી હોય ? એટલે સતત નિઃશંક એવો તે સ્વયં સહજ જ્ઞાન સદા વિંદે છે - વેદે છે - અનુભવે છે. ૧૫૯
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, તે પણ કોઈક વીરલા જીવને પ્રેરિત થઈ છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૮૯
=
અત્રે શાનીનું મરણભયથી વિપ્રમુક્તપણું અદ્ભુત અમૃત (Immortal) તત્ત્વ વિચારણાથી પ્રવ્યક્ત કર્યું છે - પ્રાળોછેવમુવાતિ મરણં - ‘પ્રાણોચ્છેદને' – પ્રાણના ઉચ્છેદને જ્ઞાનીઓ મરણ કહે છે, ખરેખર ! આ આમ પ્રવાદ સત્ય છે કે આ આત્માના પ્રાણો તે જ્ઞાન છે ‘પ્રાળા વિસ્તાયાત્મનો જ્ઞાનં ।' તે (જ્ઞાન) સ્વયમેવ – પોતે જ આપોઆપ જ શાશ્વતતાએ કરીને - સદાસ્થાયિપણાએ કરીને કદી પણ છેદાતું નથી, તત્ સ્વયમેવ શાશ્વતતવા નો છિદ્યતે નાતૃત્િ । તેથી આનું - આત્માનું મરણ કંઈ પણ હોય નહિ - ‘તસ્યાતો મરણં નવિન મવેત્ ।' તો પછી ‘તેની' - મરણની ભીતિ જ્ઞાનીને ક્યાંથી હોય ? તમી: તો જ્ઞાનિનો ?' એટલે આમ સતત - નિરંતર નિઃશંક એવો તે જ્ઞાની સ્વયં સહજ જ્ઞાન સદા વિંદે છે - વેદે છે - અનુભવે છે - નિશંઃ સતતં સ્વયં સ સહનું જ્ઞાનં સવા વિવતિ।'
૩૫૪
-