________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૨૨૨૩ પરમાવતત્ત્વનિમિત્તત્વનુપત્તેિ | અર્થાત કોઈ અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્યના ભાવનું તત્ત્વ નિમિત્તપણું- તાત્ત્વિક પારમાર્થિક કારણપણું - નિશ્ચય કારણપણું નથી માટે. તેમ શાની છે, તેને “પદ્રવ્ય - નાના પ્રકારના પુદ્ગલદ્રવ્ય “ઉપભુંજતાં - ઉપભોગવતાં છતાં પરથી જ્ઞાન અશાન કરી શકાતું નથી - પરના પરભાવના. તત્ત્વનિમિત્તપણાની અનુપપત્તિ - અઘટમાનતા છે માટે - “Gરહ્યું પરમાવતનિમિત્તાનુપyત્તેઃ ' અર્થાત્ કોઈ અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્યના ભાવનું “તત્ત્વ નિમિત્તપણું' - તાત્ત્વિક - પારમાર્થિક કારણપણું - નિશ્ચય કારણપણું નથી માટે. તેથી આ પરથી સ્વયં સિદ્ધ થાય છે કે જ્ઞાનીને પરાપરાધ નિમિત્ત બંધ છે નહિ - “જ્ઞાનિનઃ ૫RI Rાનિમિત્તો નાતિ વંધ: ૧, પરના - બીજાના અપરાધના - દોષના નિમિત્તે - કારણે બંધ છે નહિ, પારકાના વાંકે બંધની સજા છે નહિ.
અને જેમ જ્યારે તે જ શંખ “પદ્રવ્ય - વિવિધ વર્ણવાળી માટી આદિ પુદ્ગલ દ્રવ્ય “ઉપભુંજતો” - ઉપભોગવતો વા “અનુપભુંજતો' - ન ઉપભોગવતો સતો, “શ્વેત ભાવ” - સફેદપણું છોડી દઈ “સ્વયમેવ” - પોતે જ – આપોઆપ જ “કૃષ્ણ ભાવે' - કાળા ભાવે પરિણમે છે, ત્યારે એનો શ્વેતભાવ
મેં કત' - સ્વયં - પોતે કરેલો કુષ્ણભાવ થાયઃ - તેમ જ્યારે તે જ જ્ઞાની “પરદ્રવ્ય - નાના પ્રકારના પુદ્ગલ દ્રવ્ય “ઉપભુંજતો' - ઉપભોગવતો વા “અનુપમુંજતો” - ન ઉપભોગવતો, જ્ઞાન છોડી દઈ અજ્ઞાનથી પરિણમે છે, ત્યારે એનું જ્ઞાન “સ્વયંકૃત' - સ્વયં - પોતે કરેલું અજ્ઞાન થાય. તેથી આ ઉપરથી સ્વયં સિદ્ધ થાય છે કે “જ્ઞાનીને જો હોય તો સ્વાપરાધ નિમિત્ત બંધ હોય”, જ્ઞાનિનો કે સ્વાપર નિમિત્તો વંધ: | અર્થાત જ્ઞાનીને જો હોય તો “સ્વ” - પોતાના અપરાધના - દોષના નિમિત્તે - કારણે બંધ છે, પોતાના વાંકે જ પોતાને બંધની સજા છે. બીજો સ્વભાવ ફેરવાવે નહિ કે બંધનું કારણ થાય નહિ, પણ આત્મા પોતે જ સ્વભાવ ફેરવે ને પોતે જ પોતાને બંધનું કારણ થાય - એવો ત્રિકાળાબાધિત અખંડ નિશ્ચય સિદ્ધાંત આ પરથી સિદ્ધ થયો. | તિ સિદ્ધમ્ |
“તારે દોષે તને બંધન છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૦૮
અત્રે વિજ્ઞાનઘન અમૃતચંદ્રાચાર્યજીએ ડિડિમ નાદથી ઉદ્દઘોષણા કરી છે કે જ્ઞાનીને પરાપરાધ નિમિત્ત બંધ છે નહિ, પણ જે હોય તો સ્વાપરાધ નિમિત્ત બંધ છે. જ્ઞાની કહે છે કે પરના વાંકે તને બંધન નથી, હારા પોતાના વાંકે તને બંધન છે, માટે પરવસ્તુ મને બાંધે છે એમ તેનો ખોટો વાંક કાઢીશ મા ! અને હારો પોતાનો સાચો વાંક ભૂલીશ મા ! પરવસ્તુનો ભોગ - વિષયોપભોગ માત્ર બંધનું કારણ થતો નથી, પણ આત્મા પોતે તેમાં ઈનિઝ બુદ્ધિરૂપ - રાગદ્વેષરૂપ અજ્ઞાનભાવે સ્વયં પરિણમે છે તેથી બંધ થાય છે. એટલે અજ્ઞાની તો રાગ-દ્વેષરૂપ અજ્ઞાન પરિણામથી બંધાય જ છે, પણ હે શાની ! તું પણ પ્રારબ્ધોદય ભોગવતાં સ્વચ્છેદે વર્તી રાગદ્વેષરૂપ અજ્ઞાન ભાવે પરિણમીશ તો તું પણ પોતે જ ત્વારા પોતાના અપરાધથી બંધાઈશ. અમે પ્રારબ્ધોદયજાનિત ભોગ ભોગવવાનું કહ્યું તેથી અમે કાંઈ કોઈ પણ જ્ઞાનીને સ્વચ્છંદનો ઈજારો (Licence, monopoly) દીધો નથી કે લીધો નથી. એટલે ઈચ્છારહિતપણે કેવળ ઉદયજાનિત ભોગ ભોગવવાનો - અનિચ્છતાં છતાં - કદાચિતુ પરાણે પ્રસંગ આવી પડે તો તું પણ રાગ-દ્વેષાદિ અજ્ઞાન પરિણામે ન પરિણમવાની સર્ણ તકેદારી રાખજે - સતત ઉપયોગ જાગૃતિ રાખજે ! એવી તને અમારી કડક ચેતવણી (strict warning) છે.' અત્રે મુખ્ય મુદ્દો એટલો છે કે માત્ર વિષયભોગ પોતે (By itself) બંધનું કારણ નથી, પણ તેના
નિમિત્તે જીવ રાગ-દ્વેષાદિ અજ્ઞાન ભાવે પરિણમે તે બંધનું કારણ છે. શાની ભોગી છતાં અભોગી કારણકે વિષયો જે છે તે પોતે તેના સ્વરૂપથી ગુણરૂપ પણ નથી કે દોષરૂપ
પણ નથી, એટલે “વિષયોનો બંધ ઉત્પાદનમાં* નિયમ નથી, અજ્ઞાનીને તેથી બંધ થાય છે, જ્ઞાનીને કદી થતો નથી. જે સેવતાં કદી જેની અશુદ્ધિ થાય છે, તેનાથી જ તેની કદાચિત શુદ્ધિ થાય છે, એમ શાસ્ત્રવચન છે.” પણ તે વિષયોના નિમિત્તે જે ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ ઉપજે,
જુઓ : “અધ્યાત્મસાર - શ્રી યશોવિજયજી કૃત
૩૨૭