________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંક સમયસાર કળશ ૧૫૩ આપતા હોય એમ આર્ષદૃષ્ટા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી વદે છે કે – હા, બરાબર છે, અમે પણ એમજ કહીએ છીએ - ત્યાં રેન નં - જેણે ફલ ત્યજી દીધું તે કર્મ કરતો નથી એમ અમે પ્રતીત કરીએ છીએ - દૃઢ આત્મપ્રતીતથી માનીએ છીએ - સ ર્ક સૂત્તે તિ પ્રતીનો વર્ષ, પરંતુ આવા નિષ્કર્મીને - અકર્મીને પણ ક્યાંયથી પણ કિંચિત્ પણ કર્મ અવશથી આવી પડે - જે પોતાનાં હાથની વાત નથી એવા પરાધીનપણાથી - પૂર્વકર્મના ઉદયાધીનપણાથી પરાણે આવી પડે એવી સંભાવના છે. હવે તે પૂર્વ પ્રારબ્ધોદય જનિત અનિવાર્ય કર્મ આવી પડ્યે પણ શાની તો કદી પણ કંપે નહિ એવા અકંપ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત રહે છે - ઝંપપરમજ્ઞાનસ્વભાવે સ્થિત, કદી પણ કંપાયમાન ન થાય એવા ધ્રુવ
હજ પરમ જ્ઞાન સ્વભાવમાં - સહજત્મસ્વરૂપી પરમ શાયક ભાવમાં અખંડ સ્થિતિ કરે છે અને આવા અકંપ - નિશ્ચલ - ધ્રુવ પરમ શાન સ્વભાવમાં જે અખંડ સ્થિતિ કરે છે તે જ્ઞાની પુરુષ શું ? કર્મ કરે છે કે નથી કરતો ? એમ કોણ જાણે છે ? જ્ઞાની હિં તેડ ફ્રિ ર તે નૈતિ નાનાતિ # ? એની કોને ખબર પડે છે? અર્થાત્ શાની કર્મ કરે છે કે નથી કરતા એ કળાતું નથી. આમ સ્થિતિ છે એટલે આ અકળ જ્ઞાનગંભીર જ્ઞાની કદાચ કરતા કર્મ કરતા હોય તો પણ અકર્મ જ - નિકર્મ જ છે અને ભોગી હોય તો પણ અભોગી છે.
૩૪