________________
સમયસાર : આત્મખ્યાતિ
**
નથી, તેમ આ સમ્યગ્દષ્ટિના બોધથી આત્મા પરિતોષ પામે છે, ચિત્તપ્રસન્નતા ઉપજે છે, જે દૃષ્ટવ્ય હતું જે દેખવા યોગ્ય એવું પરમ આત્મદર્શન હતું તે દેખી લીધું, એટલે તુચ્છ બાહ્ય વસ્તુ દેખવાનું કુતૂહલ વ્યાવૃત્ત થઈ જાય છે - મટી જાય છે, ને આત્મા આત્મામાં જ નિત્ય રત રહી, તૃપ્ત થઈ જાય છે, સંતુષ્ટ થાય છે, (૬) પરિક્ષાનાદિનું જન્મસ્થાન હોય છે - (૪) રત્નના પોતાના પ્રકાશથી તે રત્નની સર્વ બાજુ બરાબર દેખાય છે, તેમજ બીજા પદાર્થોનું પણ પરિશાન થાય છે, તેમ આ સમ્યગ્દષ્ટિના બોધ રૂપ પ્રકાશથી બોધમૂર્તિ આત્માનું ને અન્ય વસ્તુનું બરાબર જ્ઞાન થાય છે, બોધિ રત્નના પ્રકાશથી સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાની પુરુષ વસ્તુને વસ્તુગતે દેખે છે, (૬) રત્ન દીઠે જેમ બીજા કાચ વગેરેનું મૂલ્યાંકન થઈ જાય છે, સાચો હીરો દીઠે કાચની કિંમત કેટલી છે તેની બરાબર ખબર પડી જાય છે, તેમ બોધિરત્ન દીઠે અન્ય તુચ્છ પદાર્થનું મૂલ્યાંકન થઈ જાય છે, અનન્ય ચિંતામણિ રત્ન" સમાન આત્માની આગળ પરવસ્તુની કાંઈ કિંમત લાગતી નથી, () ઉત્તમ જાતિવંત રત્નની પ્રાપ્તિ મંગલદાયી ગણાય છે, ઐશ્વર્ય - સુખસંપત્તિ આદિની વૃદ્ધિ કરે છે, અનિષ્ટને દૂર કરે છે, તેમ આ ઉત્તમ બોધરત્નની પ્રાપ્તિ સર્વ મંગલનું મંગલ ને સર્વ કલ્યાણનું કારણ થઈ પડે છે. ઈત્યાદિ પ્રકારે સમ્યગ્દષ્ટિના બોધને રત્ન દીપકની ઉપમા સાંગોપાંગ ઘટે છે.
.
‘સાહેલાં કે કુંથુ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતો હો લાલ. સા. હે મુજ મન મંદિરમાંહી, આવે જો અરિ બલ જીપતો હો લાલ. સા. હે મિટે તો મોહ અંધાર, અનુભવ તેજે ઝળહળે હો લાલ. સા. હે ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચળે હો લાલ. સા. હે પાત્ર કરે નહિ હેઠ, સૂરજ તેજે નવિ છીપે હો લાલ. સા. હે સર્વ તેજનું તે જ, પહેલાંથી વાધે પછે હો લાલ. સા. હે જેહ ન મરુતને ગમ્ય, ચંચલતા જે વિ લહે હો લાલ. સા. કે જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હો લાલ.
સા. હે પુદ્ગલ તેલ ન ખેપ, જેહ ન શુદ્ધ દશા દહે હો લાલ.
સા. હે શ્રી નયવિજય સુશિષ્ય, વાચક યશ ઈણી પરે કહે હો લાલ.'' શ્રી યશોવિજયજી
-
આમ ‘સ્થિરા' આદિ દૃષ્ટિમાં આવો રત્નદીપક સમો બોધ દીપક જેના આત્મામાં પ્રગટ્યો છે એવો સમ્યગ્દષ્ટિને સૂક્ષ્મ બોધ ગુણની પ્રાપ્તિ હોય છે, કારણકે અત્રે ગ્રંથિભેદને લીધે નૈૠયિક ‘વેદ્ય સંવેદ્ય પદ’ની - નિશ્ચય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ હોય છે અને ત્યાં સૂક્ષ્મ બોધ અવશ્ય ઘટે જ છે. એટલે મ્યાનથી તરવારની જેમ, દેહાદિથી આત્મા ભિન્ન છે, સદા ઉપયોગવંત અને અવિનાશી છે, એમ સદ્ગુરુ ઉપદેશથી જાણીને અત્રે તેની સમ્યક્ પ્રતીતિ ઉપજે છે, આત્મસ્વરૂપનું સંવેદન થાય છે. આવું જે સહજ આત્મસ્વરૂપ પદ સમજ્યા વિના અર્થાત્ જાણીને પ્રતીત્યા વિના પૂર્વે અનંત દુઃખ પામ્યો હતો,* તે આત્મસ્વરૂપ ‘પદ’ શ્રી સદ્ગુરુ ભગવાને સમજાવ્યાથી હવે આ જીવને અનુભવગોચર થાય
*
" एदहि रदो णिचं संतुठ्ठो होहि णिचमेदति ।
ફ્લેગ ફ્રોહિ તિત્તો દોહિઝુદ્દત્તમં સોવમાં ।।' - શ્રી સમયસાર, નિર્જરાધિકાર ગા. ૨૭૬
"य स्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः ।
આત્મચૈવ ચ સંતુષ્ટસ્તસ્ય ગર્વ ન વિદ્યતે ॥” - ગીતા
" बहिस्तुष्यति मूढात्मा पिहितज्योतिरन्तरे ।
સુષ્યત્વન્તઃ પ્રમુદ્ધાત્મા વહિયાવૃત્તોતુ ।।” - શ્રી પૂજ્યપાદ સ્વામીજી કૃત સમાધિ શતક
" अचिन्त्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्र चिन्तामणिरेष यस्मात् ।
સર્વાર્થસિદ્ધાત્મતા વિત્તે, જ્ઞાની મિન્વસ્વ દેિન ॥” - શ્રી સમયસાર કળશ (નિર્જરાધિકાર) " सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं ।
પ્રધાનં સર્વધર્માણાં, અને ગતિ શાસનમ્ ।” - શ્રી ‘પ્રતિક્રમણ સૂત્ર’
૩૪૪