________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૨૮ સકલ કર્મફળમાં નિરભિલાષ - અભિલાષ રહિત – નિરિચ્છ - ઈચ્છા રહિત હોઈ, “અત્યંત' - સર્વથા કર્મનિરપેક્ષતાથી વર્તે છે- અત્યંતઋર્મનિરપેક્ષતા વર્તત, કર્મની બીલકુલ અપેક્ષા - દરકાર - પરવાહ નહિ કરતા વર્તે છે, તેથી કરીને નિશ્ચય કરીને એઓ - એ સમ્યગૃષ્ટિઓ અત્યંત - સર્વથા નિઃશંક – શંકા રહિત “દારુણ” - ભયંકર - કઠોર - દેઢ અધ્યવસાયવાળા - નિશ્ચયવાળા સતા - અત્યંતનશીપITષ્યવસાય: સંતો'. અત્યંત - સર્વથા નિર્ભય સંભાવાય છે, “મૃત્યંતનિર્મા: સંપાબંને !' અર્થાત્ તેઓને તત્ત્વનો એટલો બધો વજલેપ દઢ નિઃશંક સુવિનિશ્ચિય વર્તે છે કે તેઓ સર્વથા નિઃશંક હોઈ સર્વ પ્રકારના સર્વ ભયથી – સપ્ત ભયથી સર્વથા “વિપ્રમુક્ત” - અત્યંતપણે મુક્ત વર્તે છે.
અર્થાતુ જેને કર્મફલની અભિલાષા - ઈચ્છા - વાંચ્છા હોય તે કર્મની અપેક્ષા રાખે, પણ જેને કર્મફલની અભિલાષા - ઈચ્છા વાંચ્છા જ ન હોય, તે કર્મની અપેક્ષા કેમ રાખે ? તે તો કર્મથી અત્યંત નિરપેક્ષ જ હોય અને સર્વ પ્રકારના કર્મ કરવાથી અત્યંત નિરપેક્ષતાથી જ વર્તે અને એમ સકલ કર્મફલ નિરભિલાષી હોઈ જે અત્યંત (સર્વથા) કર્મનિરપેક્ષતાથી વર્તે છે તેને નિશ્ચલ આત્મપરિણામ રૂપ અધ્યવસાયથી - નિશ્ચય પરિણામથી ચલાયમાન કરે એવી કોઈ પણ પ્રકારની કંઈ પણ શંકા ન જ હોય, એટલે તેને “નિઃશંક અધ્યવસાય જ - નિશ્ચય જ હોય - જે ત્રોડ્યો તૂટે નહિ ને છોડ્યો છૂટે નહિ એવો “દાણ - અત્યંત કઠોર હોય અને આવો નિઃશંક દારુણ અધ્યવસાય - કઠોર નિશ્ચય જેને હોય તેને પછી પરિણામની ચંચલતા ઉપજાવે એવો કોઈ પણ ભય ન હોય, પણ આત્મપરિણામની અત્યંત સ્વસ્થતા જ હોય, એટલે આમ આત્મપરિણામની અચલ સ્વસ્થતાથી અત્યંત નિઃશંક દારુણ અધ્યવસાયવાળા - અખંડ દઢ નિશ્ચયી હોઈ સમ્યગુદૃષ્ટિઓ સર્વથા અત્યંત નિર્ભય હોય છે, ઈહલોકાદિ સાત મુખ્ય ભયથી સર્વથા પ્રકૃષ્ટપણે મુક્ત જ હોય છે, ઈહલોક ભય, પરલોક ભય, વેદના ભય, અત્રાણ ભય, અગુતિ ભય, મરણ ભય, આકસ્મિક ભય - એ સાત ભયમાંથી એક્ટ ભય તેને હોતો નથી."
“સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ.”
ભય ચંચલતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ.” - શ્રી આનંદઘનજી રત્નદીપક સમો સ્થિર પ્રકાશમાન બોધિ - રત્ન પ્રદીપ જેનો અંતરાત્મામાં પ્રદીપ્ત થયો છે એવા નિશ્ચય સમ્યગૃષ્ટિને આ લોક - પરલોકમાં મહારું થશે ? એવી ચિંતાનું કે ભયનું કોઈ કારણ નથી, આ લોક સંબંધી કે પરલોક સંબંધી કોઈ પણ ભય સંભવતો નથી, અપ્રશસ્ત - અસત્ કાર્યમાં તેની પ્રવૃત્તિ હોતી નથી એટલે તે સદાય નિર્ભય રહે છે. સામાન્ય લોક વ્યવહારમાં પણ જે ખોટું કે ખરાબ કામ કરતો હોય, જે દુષ્ટ પાપી હોય, તેને જ ડરવાપણું હોય, એમ બાલક સુદ્ધાં સર્વ કોઈ જાણે છે અને દૃષ્ટિની વ્યાખ્યા પ્રમાણે “સત શ્રદ્ધા સંગત* બોધ તેજ દૃષ્ટિ છે, તે અસતુ પ્રવૃત્તિના વ્યાઘાતથી સત પ્રવૃત્તિ પદાવહ છે', એટલે “વેદ્ય સંવેદ્ય પદને - નિશ્ચય સમ્યગદર્શન પદને પામેલ જ્ઞાની સમ્યગૃષ્ટિ પુરુષ કદી પણ કંઈ પણ અસત્ પ્રવૃત્તિ કરતા નથી ને સદા સત્ પ્રવૃત્તિશીલ રહી પોતાના સમ્યગુદૃષ્ટિ રૂપ યોગિકુલને છાજે એવું “કુલયોગીપણું' દાખવે છે, કુલપુત્ર - કુલવધૂ જેવું સત્ આચરણ કરે છે. કુલવધૂ જેમ પોતાના કુલને છાજે એવું વર્તન કરે છે - કુલીનપણું આચરે છે, કુલપુત્ર જેમ પોતાના કુલને લાંચ્છન ન લાગે એવું કુલીનતા યોગ્ય આચરણ કરે છે, તેમ સમ્યગુદૃષ્ટિ કુલયોગી પણ પોતાના યોગિકુલને છાજે એવું ને દોષ - કલંક રૂપ ઝાંખપ ન લાગે એવું યથાયોગ્ય કુલીન આચરણ કરે છે. જેમકે - પર ઘરે ન જવું, સ્વ ઘરમાં જ રહેવું, ઉચિત મર્યાદા ધર્મમાં રહેવું, શીલ સાચવવું,
"सश्रुद्धासंगत बोपो दृष्टिरित्यभिधीयते ।।
સમવૃત્તિણાપતાસંમતિવાદ: ” - શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્લો. ૧૭ જુઓ “અધ્યાત્મ રાજચંદ્ર' પ્રકરણ-૫૧ અને પ્ર. ચાલીસમું લોક પુરુષનું રહસ્ય (ડૉ. ભગવાનદાસ કૃત) જુઓ: શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૫૪
૩૪૭