________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૫૧
આ જે પરદ્રવ્ય ભોગથી બંધ નથી એમ કહ્યું, તેનો પરમાર્થ આશય સમજ્યા વિના કોઈ સ્વચ્છંદાચારી શીતલ વિહારી દંભી (જ્ઞાની કે અજ્ઞાની કે શુષ્કશાની) આ વચનોનો દુરુપયોગ કરી સત્ સંયમમય સન્માર્ગથી ભ્રષ્ટ થઈ અધઃપાતને ન પામે, એવી નિષ્કારણ કરુણાથી કરુણાસિંધુ અમૃત સિંધુ આર્ષદૃષ્ટા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ જ્ઞાનીને સતુ શિક્ષાગર્ભિત ચેતવણીરૂપ “લાલ બત્તી' ધરતો આ અમૃત કળશ વીરગર્જનાથી લલકાર્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - જ્ઞાનિનું !
નતુ તુંકુરિત વિવિત્ - હે જ્ઞાની ! કદી પણ કિંચિત્ - કંઈ પણ કર્મ કરવું ઉચિત નથી, ‘તથાળુષ્યતે' - તથાપિ (હારાથી) જો એમ કહેવાતું હોય - તું જે એમ કહેતો હો કે હું તો કરતો જ નથી, અહો ! હું તો ભોગવું છું - “મુંદ્દે હંત' - ને પર તો હારૂં કદી છે નહિ - ‘નાતુ પરં', તો અહો જ્ઞાની ! તું દુર્ભક્ત જ છો' - ફુક્ત પ્રવાસ છે. ' અર્થાતુ તું કહે છે તેમ જે હારું નથી તે તું ભોગવે છે ને પરને છોડતો નથી એટલે તું દુષ્ટ ભોગ ભોગવનાર “દુર્ભક્ત જ' છો, તને ભોગવવાની દુષ્ટ કુટેવ જ પડી ગઈ છે, અથવા તો અનાદિ કાળથી તું પારદ્રવ્યનો - પુગલ દ્રવ્યનો ભોગ ભોગવ્યા કરે છે, છતાં હજુ ધરાયો નથી ! ખાધરા ભૂખાવડાની જેમ હજુ, ભોગ લોલુપતા ધરી રહ્યો છે - દુષ્ટ ભોગ ભોગવવાની દુર્લાલસા રૂપ દુર્વાસના ધરી રહ્યો છે તેથી પણ તું ખરેખર ! “દુર્ભક્ત' જ છે ! હવે જો તું એમ કહે કે - ઉપભોગથી બંધ નથી” – “વંધ: ચાકુમો તો ય ન', પરદ્રવ્યના ઉપભોગથી બંધ નથી એમ અત્રે જ શાસ્ત્રમાં કહ્યું છે, તો અમે તને સામો સીધો પ્રશ્ન કરીએ છીએ કે - “તે હારો શું કામચાર છે ?” - “તત વિં શ્રામવાર ગતિ તે ?' - તે હારૂં ભોગકર્મ - ભોગપ્રવૃત્તિ શું કામચાર' છે - કામનો - ઈચ્છાનો ચાર - સંચાર છે ? શું ઈચ્છા પ્રવૃત્તિ છે ? એમ તે જ્ઞાની ! તું અંતરુ નિરીક્ષણથી ત્વારા આત્માને તાવી જો ! અને જો તે કામચાર છે ? તો શું બંધ નથી ? માટે તે જ્ઞાની ! પરભોગથી બંધ નથી એમ અપેક્ષાવિશેષે કહેવામાં આવેલા આ અમારા વચનો વાંચી તું તેનો કદી પણ દુરુપયોગ કરીશ મા ! કારણકે આ જે અત્રે કહ્યું છે તે તો પૂર્વ પ્રારબ્ધોદયથી અનિવાર્યપણે ઉપભોગવ્યા વિના છૂટકો નથી એવા સર્વથા નિરિચ્છ નિષ્કામ ખરેખરા જ્ઞાનીના ઉદયભોગને અનુલક્ષીને છે, નહિ કે તું તારે ભોગ ભોગવ્યા કરતા એવા સ્વચ્છેદ ઉદેશે કોઈને પણ સ્વચ્છંદનો પરવાનો (Licence) દેવા કે લેવા માટે નથી જ. માટે તે જ્ઞાની ! અમારો તને આત્મબંધુ પણે અનુરોધ છે કે - “તું જ્ઞાન સતો વસ !! “જ્ઞાનં સન્ વસ' - જ્ઞાનરૂપે પરિણત થઈને જ રહ્યા કર. નહિ તો “સ્વના' - પોતાના “અપરાધથી' - દોષથી ધ્રુવ બંધને પામીશ, “વંધળપરથા વસ્થા૫રાધાદ્ધર્વ |’
આમ જ્ઞાનદશા પામેલા જ્ઞાનીને ઉદ્દેશીને પણ વિજ્ઞાનઘન અમૃતચંદ્રાચાર્યજીએ આવી સ્પષ્ટ ચેતવણી રૂપ લાલબત્તી ધરી છે તો પછી ઈતર અજ્ઞાની જનો કે શુષ્કશાનીઓને માટે તો પૂછવું જ શું ? એટલે જ્ઞાની પુરુષોના અધ્યાત્મ વચનો વાંચી પોતાની તથારૂપ આત્મદશા થયા વિના, પોતાની તેવી દશા કલ્પી લઈ, જે શુષ્કજ્ઞાનીઓ સંસારમાં રહીને ભોગ ભોગવતાં છતાં નિષ્કામપણું ભજવાનો ખોટો ડોળ - દંભ કરે છે, તે અજ્ઞાનીઓ ખરેખર ! આત્મવંચના જ કરે છે અને યોગ-અધ્યાત્મની હાંસી - વિડંબના જ માત્ર કરે છે ! કારણકે સકામપણાના બાહ્ય નિમિત્તો તેને નિષ્કામ રહેવા દેતા નથી, એટલું જ નહિ પણ તેનું ઘોર અધ:પતન કરે છે. માટે ખરેખર જે નિષ્કામપણું ભજવું જ હોય તો તેવા બાહ્ય નિમિત્ત પ્રસંગનો પણ ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે. સંસાર પ્રસંગમાં પણ અસંગ રહી સર્વથા નિષ્કામ વૃત્તિ અખંડપણે જાળવનારા પરમ પુરુષો તો અત્યંત અત્યંત વિરલા જ છે, અપવાદરૂપ જ છે, એમ જાણી મુમુક્ષુએ સાંસારિક ભોગ પ્રસંગનો જેમ બને તેમ પરિત્યાગ કરતાં જ રહેવું એ ઉત્સર્ગમાર્ગ છે. આ અનાસક્ત યોગ તો કોઈક વિરલા પરમ યોગસિદ્ધ પુરુષો જ સાધી શકે છે. બાકી તથારૂપ યોગ્યતા વિનાના જે તે સાધવાની ધૃષ્ટતા વા સાહસ કરવા જાય છે, તે તો બિચારા ખત્તા જ ખાય છે, વ્યામોહ ઉપજાવનારા બાહ્ય નિમિત્તો
૩૩૧.