________________
સમયસાર : આત્મખ્યાતિ
कर्म नो बध्यते कर्मणा ।'
અત્રે “વિજ્ઞાનઘન” પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કર્મ અને કર્મફલનું તત્ત્વવિજ્ઞાન અપૂર્વ તત્ત્વ યુક્તિથી સમજાવ્યું છે. તે સ્પષ્ટ સમજવા માટે પ્રથમ થોડીક પ્રાસ્તાવિક વિચારણા કરીએ. કર્મ કર્તાને આધીન છે, કર્તા કાંઈ કર્મને આધીન નથી, આ સીધી સાદી સાવ સ્પષ્ટ સમજાય એવી વાત છે. કર્તા સ્વતંત્ર છે, તે ચાહે તે કરી શકે છે, ચાહે તે નથી કરી શકતો, કર્મ કરવા ચાહે તો કરી શકે છે, ન કરવા ચાહે તો નથી કરી શકતો, કર્મફળ ભોગવવા ચાહે તો ભોગવી શકે છે, ન ચાહે તો નથી ભોગવી શકતો. અમુક કર્મ કરવું - ન કરવું, અમુક ફલ ભોગવવું - ન ભોગવવું તે તેની સ્વતંત્ર ઈચ્છાને આધીન છે - તેની પોતાની મુન્સફીની વાત છે. એટલે તે (૧) કર્મ કરે ફલ ભોગવે, (૨) • કર્મ ન કરે ફલ ન ભોગવે, (૩) કર્મ ન કરે ન ફલ ભોગવે, (૪) કર્મ કરે ફલ ન ભોગવે - એ ચોભંગીમાથી - ચાર પ્રકારમાંથી કરવા ધારે તે કોઈ પણ પ્રકાર કરી શકે છે - કરી શકવાને સમર્થ છે, સ્વતંત્ર છે, કર્તા - હર્તા છે. આ વર્તમાન વિષયક વાત છે, પણ પૂર્વ કર્મની વાત જુદી છે. પૂર્વ કર્મ તેણે પોતે કરેલા છે, તે તેનો કર્તા છે, એટલે તે કરાઈ ચૂકેલા કર્મોની બાજી હાલ તેના હાથમાં રહી નથી, તે તો તેના ઉદયકાળ ઉદય આવે છે ને સુખ-દુઃખાદિ સ્વફલ વર્તમાનમાં આપે છે, પણ હાલ તે લેવું - ન લેવું સ્વીકારવું - ન સ્વીકારવું તે કર્તાની ઈચ્છાને આધીન છે, કર્તા ફલ લેવાની ઈચ્છા કરે તો ફલ પામે છે, ફલ લેવાની ઈચ્છા ન કરે તો નથી પામતો. - અને વર્તમાન મન-વચન-કાયાનું કર્મ તો આત્માને આધીન છે, પણ આત્મા કાંઈ મન-વચન-કાયાના કર્મને આધીન નથી, અર્થાત મન-વચન-કાયાના યોગરૂપ કર્મ આત્માની સત્તાને લઈ પ્રવર્તે છે, પણ આત્માની સત્તા કાંઈ મન-વચન-કાયાના યોગરૂપ કર્મને લઈ પ્રવર્તતી નથી, “આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ.” એટલે ત્રિવિધ કર્મ આત્માથી કરાવી શકાય છે, પણ ત્રિવિધ કર્મ આત્માને કાંઈ પણ કરાવી શકતું નથી. કર્તા-કર્મ બા. પાર્શ્વભૂમિ રૂપ (Back ground) આટલી પ્રાથમિક પ્રાસ્તાવિક વિચારણા પછી હવે અમૃતચંદ્રજીના આ પ્રસ્તુત કળશનો ભાવ સ્પષ્ટ સમજી શકાશે.
કર્મ - મન - વચન - કાયાનું કર્મ જે પૂર્વકર્મના ઉદયના ઉદયમાં આવેલું છે, તે કર્મ કર્તાને - આત્માને સ્વફલથી બલાતુ - બલાત્કાર – પરાણે યોજે નહિ, હે કર્તા ! ત્યારે આ કર્મનું ફલ લેવું જ પડશે એમ પરાણે જબરજસ્તીથી પોતાનું ફલ કર્તાને વળગાડી શકે નહિ. કારણકે કર્મ કરતો - મન-વચન-કાયાનું કર્મ કરતો કર્તા ‘ફલલિપ્સ જ’ – ફલ લેવાની ઈચ્છાવાળો જ કર્મના ફળને પામે છે. તે કર્મ કરી રહેલો કર્તા “મહારે આ ફલ જોઈએ છે' એમ પોતે જો ફલ લેવાની ઈચ્છા કરે તો જ તે કર્મના ફલનો ભોગ કરે છે, ફલ લેવાની ઈચ્છા ન કરે તો તે કર્મના ફલનો ભોગ ન કરે છે, ફલ લેવાની ઈચ્છા ન કરે તો તે કર્મના ફલનો ભોગ નથી કરતો. ફલ લેવાની ઈચ્છા કરવી – ન કરવી, ફલ લિપ્સ' થવું - ન થવું તે કર્તાને આધીન વાત છે - કર્મને આધીન વાત નથી, એટલે ફલ લેવું - ન લેવું એ કત્તાના પોતાના હાથમાં છે. તેથી જ્ઞાન સન’ - જ્ઞાની સંતો રાગરચના અપાત કરી છે - ફગાવી દીધી છે જેણે એવો કર્મફલ પરિત્યાગૅકશીલ, મુનિ કર્મ કરતાં છતાં કર્મથી બંધાતો નથી. અર્થાત (૧) પ્રથમ તો જે “જ્ઞાની” હોય છે, સતત નિરંતર અખંડપણે સહજ જ્ઞાન સ્વભાવમાં વર્તતો “જ્ઞાની” હોય છે, (૨) આવો જ્ઞાની સંતો - હોતો જે સમસ્ત પરભાવ પ્રત્યેની રાગ રચના અપાસ્ત કરે – ફગાવી દીએ - “માસ્તરTRવનો', આ પરભાવ તે હું, હું તે પરભાવ, આ પરભાવ મહારો, હું આ પરભાવનો ઈત્યાદિ પ્રકારે અહત્વ - મમત્વથી પોતે પોતાને હાથે રચેલી - સર્જેલી પરભાવ પ્રત્યેની સમસ્ત “રાગ રચના” - રાગસૃષ્ટિ જે અવધૂત ફગાવી દીએ - અવધૂત કરે, (૩) અને આવો સ્વભાવ સમવસ્થિત પરભાવરાગ પરિત્યાગી જે જ્ઞાની અવધૂત “મુનિ' - શુદ્ધોપયોગી શ્રમણ - સાચો સાધુ સપુરુષ કર્મફલ પરિત્યાગૅકશીલ હોય, તે કર્મફલનો પરિત્યાગ - સર્વથા ત્યાગ એ જ એક જેનું શીલ - સ્વભાવરૂપ આચરણ છે એવો હોય ‘છત્તરિત્યાગૌશીતો મુનિ !' અર્થાત્ પોતાની સર્જેલી કર્મરૂપ રાગસૃષ્ટિ જ ફગાવી દીધી છે તે તે કર્મરૂપ રાગસૃષ્ટિના ફલને હાથ કેમ લગાડે ? એટલે સર્વ કર્મફલનો
૩૩૪