________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૪૭ સમયે હોનારા વેદ્ય - વેદક ભાવનો પરસ્પર સંપર્ક (contact) હોય, પરંતુ વર્તમાનના વેદ્ય અને
ભવિષ્યના વેદકનો અથવા ભવિષ્યના વેદ્ય અને વર્તમાનના વેદકનો કરી વેદ્ય - વેદક ભાવનું ચલપણું: પણ સંપર્ક સંભવતો નથી અને આકાંક્ષા તો ભવિષ્યની હોય છે. એટલે ક્ષણે નિષ્કામી આત્મારામ જ્ઞાની ક્ષણે પલટાતા વેદ્ય - વેદક ભાવના ચલાયમાનપણાને લીધે કાંક્ષવામાં આવેલું
કાંઈ પણ વેદવામાં આવતું નથી. કારણકે આકાંક્ષક (આકાંક્ષા - ઈચ્છા કરનારો) અને આકાંક્ષિત (આકાંક્ષવામાં - ઈચ્છવામાં આવેલો) ભાવનો પરસ્પર સંપર્ક (contact) કે મેળ મળતો નથી. પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ મૌલિક પણે દાખવેલો અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અદૂભુત તત્ત્વકલાથી વિકસાવેલો આ અપૂર્વ તત્ત્વયુક્તિવાળો અખંડ નિશ્ચય રૂપ વૈજ્ઞાનિક નિયમ (Scientific law) જે જાણે છે તે વિદ્વાનુ' - જ્ઞાની સર્વ આકાંક્ષાને નિષ્ફળ - નિરર્થક - ફોગટ જાણી કાંઈ પણ આકાંક્ષતો નથી, મને આ ભાવિ વિષય ભોગની પ્રાપ્તિ હો એવી કાંઈ પણ ઈચ્છા - આકાંક્ષા કરતો નથી - કંઈ પણ કામના ધરતો નથી, પણ સદાય નિષ્કામી - નિરાકાંક્ષી જ રહે છે અને વિષય વિકારમાંથી ઈદ્રિયોને પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરે છે, વિષય વાસના પરિણતિથી નિવર્તે છે. ભલે સકલ સંસારી ઈદ્રિયરામી હોય, પણ “મુનિગણ - જ્ઞાની જન તો આત્મારામી જ છે અને મુખ્યપણે – પરમાર્થથી નિરુપચરિતપણે જે ખરેખરા આત્મારામી છે, તે જ ખરેખરા નિષ્કામી છે. આવા નિષ્કામી - નિરાકાંક્ષી આત્મારામાં જ્ઞાની “સર્વતઃ' - સર્વથા, સર્વથી “અતિ વિરક્તિને’ - અત્યંત વિરક્ત ભાવને પામે છે. આત્મા સિવાય અન્ય સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ પરમ વૈરાગ્ય ભાવ ધરે છે, આ નિઃસાર દેહમાંથી પણ પરમાર્થ રૂપ સાર કાઢી લેવાને ઈચ્છતા આ સમ્યગૃષ્ટિ યોગીનો દેહ પણ ભોગને માટે નહિ પણ માત્ર આત્મસંયમ રૂપ યોગના હેતએ જ હોય છે. બીજી કોઈ પણ ક તેને કાંઈ પણ કલ્પતું નથી અને દેહમાં પણ તેને “આ મહારો” એવી મમત્વ પરિગ્રહ રૂપ મૂચ્છ હોતી નથી, તો પછી આ દેહાશ્રિત ઈદ્રિય ભોગમાં તો “આ વિષયભોગ હું પરિગ્રહું' એવી પરિગ્રહ બુદ્ધિ રૂપ મૂચ્છ ક્યાંથી જ હોય ? અર્થાત્ તેને પંચ ઈદ્રિયના વિષયમાં રાગદ્વેષ રૂપ ઈનિઝ બુદ્ધિ હોતી જ નથી, “પંચ વિષયમાં રાગ-દ્વેષ વિરહતતા” જ વર્તે છે સર્વત્ર ઉદાસીનભાવ રૂપ “અત્યંત વિરક્તિ' - પરમ વૈરાગ્ય જ - પરમ વીતરાગ ભાવ જ વર્તે છે.
સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું કર્ભે નહીં, દેહે પણ કિંચિત્ મૂચ્છ નવ જોય જે... અપૂર્વ અવસર. પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જે, દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વિતલોભ જો... અપૂર્વ.”
- શ્રીમદ્ રાજચંદ્રજી શ્રીમદ્ રાજચંદ્રજી (અપૂર્વ અવસરનું દિવ્ય ગાન)
૩૦૯