________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૧૮-૨૧૯
અજ્ઞાનીનું લેપ સ્વભાવપણું – ખરડાવા સ્વભાવપણું છે માટે, સર્વ પદ્રવ્ય કૃત રાગનું ઉપાદાન - ગ્રહણ કરવા રૂપ શીલ - સ્વભાવપણું હોઈ અજ્ઞાનીનો લેપ સ્વભાવ – ખરડાવાનો સ્વભાવ છે માટે.
આમ સૌના સમો જ્ઞાની કર્મ મધ્યગત છતાં કર્મથી લપાતો નથી અને લોઢા સમો અજ્ઞાની કર્મ મધ્યગત સતો કર્મથી લેપાય છે. એનું રહસ્ય શું છે એ વિચારવા યોગ્ય છે. અજ્ઞાની ભોગને તત્ત્વ રૂપ સાચા માને છે તેથી તે લેપાય છે - બંધાય છે ને તેને ભવાબ્ધિનું લંઘન થતું નથી અને જ્ઞાની ભોગને મૃગજલ જેવા મિથ્યા અસતુ માને છે તેથી તે લપાતો નથી - બંધાતો નથી ને તે ભવાબ્ધિ ધંધન કરી જાય છે. આ અંગે શ્રી યોગદૃષ્ટિસમુચ્ચયમાં* શ્લો. ૧૬૫-૧૬૬ શ્રી હરિભદ્રાચાર્યજીએ પરમ રહસ્યવાર્તા પ્રકાશી છે - “માયાજલને* તત્ત્વથી દેખતો પુરુષ તેનાથી અનુદ્વિગ્ન સતો તેની મધ્યેથી જેમ વ્યાઘાત પામ્યા વિના શીઘ્ર ચાલ્યો જ જાય છે, તેમ ભોગોને સ્વરૂપથી માયાજલ સરખા દેખતો પુરુષ, ભોગવતાં છતાં અસંગ સતો, પરમ પદ પ્રત્યે જય જ છે.' આ રહસ્ય વાર્તા પ્રકૃતમાં ખાસ ઉપયોગી હોઈ, પ્રસ્તુત શ્લોકોના આ વિવેચકના સ્વરચિત વિવેચનમાંથી કેટલોક ભાગ અત્ર પ્રસંગથી અવતારીએ છીએ - માયાજલને - મૃગજલને જે તત્ત્વથી માયાજલપણે દેખે છે, તે તેનાથી ઉદ્વેગ પામતો નથી -
ગભરાતો નથી. એટલે તે તો તેની મધ્યેથી ઝપાટા બંધ ચાલ્યો જ જાય છે વિષય મૃગજલ અને તેમ કરતાં તેને વ્યાઘાત - બાધ ઉપજતો નથી, કારણકે માયાજલ
તત્ત્વથી વ્યાઘાત - બાધ ઉપજાવવાને અસમર્થ છે. મૃગજલ - ઝાંઝવાનું પાણી એ વાસ્તવિક રીતે મિસ્યા છે - ખોટું છે. એવા માયાજલનું તત્ત્વથી કોઈ સ્વરૂપ અસ્તિત્વ છે જ નહિ, તે મિથ્યાભાસ રૂપ હોઈ ખોટું જ છે. એમ જે જાણે છે, તે તેથી ઉદ્વેગ-લોભ પામતો નથી, રખેને હું આમાં બૂડી જઈશ એમ ડરતો નથી. એટલે તે તો તે માયાજલ મધ્યેથી સોંસરો ઝપાટા બંધ . બેધડકપણે ચાલ્યો જતો આંચકો ખાતો નથી, નિર્ભીકપણે તેને ઉલ્લંઘીને ચાલ્યો જાય છે અને તેમ કરતાં તેને કોઈ પણ વ્યાઘાત - બાધારૂપ અંતરાય ઉપજતો નથી, કંઈ પણ આલઅવલ આવતી નથી. તે જ પ્રકારે ભોગોને સમારોપ સિવાય તેના સ્વરૂપે કરીને જે મૃગજલ જેવા અસાર દેખે છે, તે કર્મથી આકર્ષાઈને પરાણે આવી પડેલા ભોગોને ભોગવતાં પણ અસંગ હોઈ, પરમ પદ પ્રત્યે જાય જ છે - કારણકે અનભિન્કંગથી - અનાસક્તિથી પરવશ ભાવ છે માટે. અર્થાત્ ભોગોને - ઈઢિયાર્થ સંબંધોને કોઈ પણ પ્રકારના સમારોપ સિવાય તેના વસ્તુ સ્વરૂપે જોઈએ તો માયાજલ સરખા મૃગજલ જેવા મિથ્યા છે. મૃગજલ માત્ર મિથ્યાભાસરૂપ છે, વસ્તુતઃ સ્વરૂપથી તેનું કંઈ અસ્તિત્વ નથી, એટલે તેમાં જલબુદ્ધિનો સમારોપ કરવો મિથ્યા છે, ખોટો છે, તેના પ્રત્યે પ્રાપ્તિની આશાએ દોડવું તે પણ મિથ્યા છે, તેનાથી કોઈ કાળે તૃષા છીપાવાની નથી અને તે મિથ્યા હોવાથી જ તેને ઉલ્લંઘીને ચાલ્યા જતાં – તેની મધ્યેથી સોંસરા પસાર થતાં ડુબાતું પણ નથી. તેમ વિષયભોગ મૃગજલ જેવા છે, નિઃસાર છે, આત્મસ્વરૂપની અપેક્ષાએ તે કોઈ ચીજ છે નહિ - પરમાર્થથી આત્મસ્વરૂપને તેની સાથે કાંઈ લેવાદેવા નથી. એટલે એવા નિઃસાર મિથ્યા વિષય ભોગમાં આત્મબુદ્ધિનો સમારોપ કરવો મિથ્યા છે - ખોટો છે, તેના પ્રત્યે તેની પ્રાપ્તિની તૃષ્ણાએ - રાશાએ દોડવું તે પણ મિથ્યા છે, કારણકે જે વસ્તુ પોતાની નથી તે કદી હાથમાં આવવાની નથી અને તેનાથી કોઈ કાળે તૃષ્ણા છીપાવાની નથી અને આમ તે સર્વથા નિસાર - મિથ્યા હોવાથી જ તેમાં આત્મબુદ્ધિ કર્યા વિના, અસંગ રહીને, તેની મધ્યેથી તેને ઉલ્લંઘીને " “પાવાગતત્વતઃ વલથાનુ નાતતો દુત |
तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥ भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । મનોકરિ સંગઃ 7 પ્રથાવ વવ .” - શ્રી હરિભદ્રાચાર્યજી કત “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્લો. ૧૫-૧૬ “માયા પાણી રે જાણી તેહને, લંઘી જાય અડોલ, સાચું જાણી રે તે બીતો રહે, ન ચલે ડામાડોલ ધન ધન શાસન શ્રી જિનવર તણું.”- શ્રી યશોવિજયજી કૃત યોગદૃષ્ટિ સજઝાય’
૩૧૯