________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૫૦
öવનાપિ હિ ભવેત્ જ્ઞાનં ભવત્ સંતતં । માટે કે શાનિ ! ‘તું ભોગવ !' પૂર્વ કર્મના ઉદયથી પ્રાપ્ત ભોગ તું ભલે ભોગવ ! તને - ‘જ્ઞાનીને' અહીં પરાપરાધ જનિત બંધ છે નહિ પરના અપરાધ થકી જન્મેલો ઉપજેલો બંધ તને છે નહિ, પારકાના વાંકે તને બંધન છે નહિં, જ્ઞાનિનું મુક્ષ્મ परापराधजनितो नास्तीह बंधस्तव ।'
-
અર્થાત્ જે વસ્તુનો જેવો સ્વભાવ તે સ્વવશ થકી - સ્વાધીનપણા થકી હોય છે, પરવશ થકી - પરાધીનપણા થકી નથી હોતો અને તે સ્વભાવ અન્ય કોઈથી કદી પણ અન્યાદેશ અન્ય પ્રકારનો કરી શકાતો નથી, પલટાવી શકાતો નથી. આ સર્વ સમયનો (પદાર્થનો) વસ્તુમર્યાદારૂપ સમય છે કે પ્રત્યેક સમય સ્વ સ્વરૂપની સ્વભાવની મર્યાદામાં જ વર્તે છે, પરની મર્યાદામાં વર્તતો નથી, તેની સ્વભાવ મર્યાદામાં બીજાનો પ્રવેશ નથી અને બીજાની સ્વભાવ મર્યાદામાં તેનો પ્રવેશ નથી. હા, નિત્ય પરિણામી સમયના સ્વભાવના વિશેષ વિશેષ ભાવ તો થયા જ કરે છે અથવા તો પરનું નિમિત્ત પામી સ્વભાવના વિકૃત ભાવરૂપ વિભાવ પણ થાય છે પણ તે પોતા થકી જ બીજા કોઈ થકી નહિ, અર્થાત્ સમય પોતે સ્વભાવ પરિણામે વા વિભાવ સ્વભાવ પરિણામે પરિણમે છે, સમયનો ભાવ પલટાવી શકનાર બીજો કોઈ નથી, પોતે જ છે. દાખલા તરીકે - આત્મા જ્ઞાન સ્વભાવી છે. તે સહજ જ્ઞાન સ્વભાવે સતત - નિરંતર પરિણમ્યા કરે તો તે અજ્ઞાન સ્વભાવ થાય નહિ, પણ સહજ જ્ઞાન સ્વભાવે સતત - નિરંતર ન પરિણમ્યા કરતાં પરનું નિમિત્ત પામી સ્વયં વિકૃત જ્ઞાનરૂપ - અજ્ઞાન રૂપ વિભાવ સ્વભાવે પરિણમે, તો તેમાં પર કાંઈ તેને અશાન કરી દેતું નથી, પર તો અકિંચિત્કર છે, એટલે તે પોતે અજ્ઞાનને લઈ બંધાય તેમાં પરનો કાંઈ અપરાધ દોષ નથી. એટલા માટે હે જ્ઞાની ! હે સહજાત્મસ્વરૂપી તું સતત નિરંતર અખંડ વૃત્તિથી સહજ જ્ઞાનભાવે પરિણમ્યા કર, એટલે ત્યારો કદી પણ અજ્ઞાન ભાવ થશે જ નહિ, રખેને પર થકી હું અજ્ઞાન થઈ જઈશ ને બંધાઈશ એવી ભીતિ સેવીશ મા ! કારણકે પરનો ઉપભોગ કરતાં તું સ્વયં સહજ જ્ઞાન સ્વભાવ છોડી કૃત્રિમ વિકૃત ભાવરૂપ અજ્ઞાનરૂપ વિભાવ ભાવે પરિણમશે પોતાના જ્ઞાનને પોતે અજ્ઞાનમાં પલટાવશે તો તને અજ્ઞાન જનિત બંધ થશે, પણ માત્ર પૂર્વ પ્રારબ્ધોદય જનિત પરના ઉપભોગ માત્રથી બંધ થશે. નહિ. માટે હે જ્ઞાની ! જે ભોગવ્યા વિના છૂટકો નથી અને જેમાં હારો પરિગ્રહભાવરૂપ ઈચ્છા પ્રતિબંધ નથી એવા પૂર્વ પ્રારબ્ધોદયજનિત ભોગ તું ભલે ભોગવ અને નિષ્કામપણે - નિષ્પરિગ્રહપણે તે ભોગવીને નિર્જરી નાંખ ! ‘અહીં’ સ્વભાવમાં સતત અખંડ સ્થિતિ કરવારૂપ હારી વર્તમાન જ્ઞાનદશામાં ‘તને' - તું નિષ્કામી આત્મારામી જ્ઞાનીને પરાપરાધજનિત બંધ છે નહિ, પરના અપરાધથી ઉપજતો બંધ છે નહિ. એમ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતા આ ઉત્થાનિકા કળશનો તાત્પર્યાર્થ છે.
-
-
ડ
૩૨૩
-