________________
સમયસાર : આત્મખ્યાતિ
હવે પરાપરાધ જનિત બંધ છે નહિ એવો નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અને સમયની સ્વભાવ મર્યાદા ઉદ્ઘોષતો ઉત્થાનિકા સમયસાર કળશ (૧૮) શાર્દૂલવિક્રીડિતની વીર ગર્જનાથી લલકારે છે -
शार्दूलविक्रीडि
यादृक् तादृगिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः, कर्तुं नैष कथंचनापि हि परैरन्यादृशः शक्यते । अज्ञानं न कथंचनापि हि भवेत् ज्ञानं भक्त् संततं, ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बंधस्तव ॥ १५० ॥ યાદેશ્ તાદેશ જે સ્વભાવ જસ છે આંહી વશે તેહના, આ અન્યાદેશ કો રીતે જ કરવો અન્યો થકી શક્ય ના;
નિત્યે શાન ભવંતું કો પણ રીતે અજ્ઞાન તો ના બને, શાની ! ભોગ ! પરાપરાધજનિતો ના બંધ આંહિ તને. ૧૫૦
અમૃત પદ-૧૫૦
ભલે ભોગ તું ! ભલે ભોગ તું ! જ્ઞાનિ અહો ! અબંધ, પરાપરાધજનિતો તુજને, છે નહિ અહિં કો બંધ... ભલે ભોગ તું... ૧ જેવો તેવો જેનો જે છે, સ્વભાવ અહિં તસ વશથી,
અન્યાદેશ કો રીતે કરવો, શક્ય નથી તે પરથી... ભલે ભોગ તું. ૨ અજ્ઞાન કો પણ રીત ન ભવતું, સંતત જ્ઞાન ભવંતું,
પરાપરાધજનિત અહિં તુજને, બંધન ન હવંતું... ભલે ભોગ તું. ૩ હારા વાંકે બંધન તુજને, નહિ કો પરના વાંકે,
ભગવાન શાન અમૃત પીતો તું, ભોગવ જે ઉદયાંકે... ભલે ભોગ તું. ૪
અર્થ - અહીં તેના વશ થકી જેનો જેવો તેવો નિશ્ચય કરીને જે સ્વભાવ છે, આ કોઈ પણ પ્રકારે (કેમે કરીને) પરોથી અન્યાદેશ (અન્ય પ્રકારનો) નથી કરી શકતો. સંતત જ્ઞાન હોતું તે નિશ્ચયે કરીને કોઈ પણ પ્રકારે (કેમે કરીને) અજ્ઞાન ન હોય. હે જ્ઞાની ! તું ભોગવ ! અહીં પરાપરાધજનિત બંધ તને છે નહિ. ૧૫૦
-
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
જીવ એમ કહે છે કે મારા તૃષ્ણા, અહંકાર, લોભ આદિ દોષો જતા નથી. અર્થાત્ જીવ પોતાના દોષ કાઢતો નથી અને દોષોનો વાંક કાઢે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૩), ઉપદેશ છાયા (૯૫૭)
પરોથી કોઈ દ્રવ્યનો સ્વભાવ અન્ય પ્રકારનો કરી શકાતો નથી એવો નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ કહ્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - યાવત્ તાળિહાસ્તિ તસ્ય वशतो यस्य स्वभावो हि यः જેનો નિશ્ચયે કરીને જે સ્વભાવ હોય છે તેના વશ થકી તે અહીં જેવો તેવો છે તે આ પરોથી - બીજાઓથી કોઈ પણ પ્રકારે - કેમે કરીને નિશ્ચયે કરીને ‘અન્યાદેશ' - અન્ય પ્રકારનો - જૂદા પ્રકારનો નથી કરી શકતો, તું નૈષ થંવનાપિ ફ્રિ પરેરચાતૃશઃ શવતે ।' ‘સંતત'
નિરંતર જ્ઞાન હોતું તે નિશ્ચયે કરીને કોઈ પણ પ્રકારે કેમે કરી અજ્ઞાન ન જ હોય, અજ્ઞાનં ન
૩૨૨
.