________________
સમયસાર : આત્મખ્યાતિ સોંસરા ચાલ્યા જતા પણ ડૂબાતું નથી. એટલે વિષયોનું આવું મૃગજળ જેવું મિથ્યાભાસ સ્વરૂપ જે તત્ત્વથી જાણે છે, તે અસંગ - અનાસક્ત જ્ઞાની પુરુષ તેમાં ડૂબતો નથી, પણ અવશ્ય ભોગ્ય કર્મ ક્વચિત્ આવી પડે તો પણ તેની મધ્યેથી સોંસરો બેધડકપણે અવિષમ ભાવે પસાર થઈ જાય છે. અત્રે ભોગોને “મિથ્યા' કહ્યા છે, તેનો અર્થ કોઈ સ્વરૂપાસ્તિત્વ ન હોવું એવો કરે છે તેમ નથી,
પણ અત્રે “મિથ્યા' શબ્દનો અર્થ સ્વરૂપાસ્તિત્વ હોવા છતાં પરમાર્થથી શાનીનો અનાસક્ત યોગ નિઃસાર એવો સ્પષ્ટ કર્યો છે. જેમ મૃગજલમાં કંઈ જલરૂપ સાર નથી અને
તેની પાછળ દોડવાથી કાંઈ વળતું નથી, તેમ અનાત્મ સ્વરૂપ ભોગોમાં કંઈ આત્મતત્ત્વ રૂપ સાર નથી અને તે પ્રત્યે અનુજાવનથી - દોડવાથી આત્માનું કાંઈ વળતું નથી. અથવા મિથ્યા' એટલે નહિ હોવાપણારૂપ અસતપણું નહિ, પણ ખોટાપણારૂપ અસપણું. કારણકે આત્મતત્ત્વની અપેક્ષાએ પરવસ્તુ રૂપ ભોગ અસત્ અર્થાત્ ખોટા છે, વિપર્યાસરૂપ છે, આત્મતત્ત્વને વસ્તુતઃ તે પરવસ્તુની સાથે લેવાદેવા છે નહિ, છતાં તેવી અસત્ - ખોટી પરવસ્તુમાં આત્મબુદ્ધિ કરીને રાગદ્વેષજન્ય ઈનિષ્ટ ભાવથી મોહમૂઢ આત્મા નિષ્કારણ મુંઝાય છે ને બંધાય છે. પણ અમોહ સ્વરૂપ એવા વીતરાગ જ્ઞાની પુરુષ તો તેમાં આત્મબુદ્ધિ નહિ કરતાં, ઈનિષ્ટ ભાવનાનો ત્યાગ કરી મુંઝાતા નથી ને બંધાતા નથી. આ ઉપરથી તાત્પર્ય એ છે કે – જે ભોગોને સ્વરૂપથી માયાજલ જેવા નિઃસાર ને ખોટા જાણે છે, તે જ્ઞાની પુરુષ ક્વચિત પૂર્વ કર્મના - પ્રારબ્ધના યોગથી આક્ષિપ્ત - ખેંચાઈને આવી પડેલા ભોગો ભોગવતાં છતાં પણ અસંગ હોઈ, પરમ પદને પામે જ છે. સાચા જ્ઞાની પુરુષ ભોગપંકની મધ્યે પણ કદી ખરડાતા નથી - લેખાતા નથી, જલમાં કમલની જેમ અલિપ્ત જ રહે છે, મોહમલથી અસ્પૃશ્ય એવા પરમ ઉદાસીન જ રહે છે. આનું નામ જ ખરો અનાસક્ત યોગ છે.
આત્મજ્ઞાની પુરુષ આવી રીતે અનાસક્તિ - અસંગ ભાવ રાખી શકે છે, તેનું કારણ એ છે કે – તે સાચા અંતરાત્માથી નિશ્ચય જાણે છે અને નિરંતર ભાવે છે કે આ પરવસ્તુમાં પરમાણ માત્ર પણ મ્હારૂં નથી. હું તો શુદ્ધ દર્શન - જ્ઞાનમય ચૈતન્ય સ્વરૂપી અરૂપી આત્મા છું. આ સમસ્ત પરવસ્તુની સાથે મારે કંઈ પણ લેવાદેવા નથી. પૂર્વે મોહથી આ પરવસ્તુમાં આત્મબુદ્ધિ બાંધીને હું જે પુદ્ગલ કર્મ બંધથી બંધાયો છું, તે આ કર્મ પુદગલો પોતાનું જૂનું લેણું વસુલ કરવા આવ્યા છે, તે ભલે પોતાનું લેણું લઈ લઈ મને ઝટ ઋણમુક્ત કરો ! બાકી “હું” તે પરવસ્તુ નથી ને પરવસ્તુ તે હું નથી. તે મહારી નથી ને હું તેનો નથી.” હું તે હું છું, તે તે તે છે. મહારૂં તે હારૂં છે, તેનું તે તેનું છે. તે ચેતન ! હારૂં છે તે હારી પાસે છે, બાકી બીજું બધું ય અનેરૂં છે, માટે આ પરવસ્તુમાં-તું હુંકાર હુંકાર શું કરે છે? મારું મારું શું કરે છે? આત્માનો હુંકાર કરી એ હુંકારનો હુંકાર તું તોડી નાંખ. મારૂં” ને મારું એમ નિશ્ચય કર. આવી પરમ ઉદાસીન વૃત્તિવાળી અખંડ આત્મભાવનાના મહાપ્રભાવને લીધે જ જ્ઞાની પુરુષ
પરવસ્તના ભોગ મધ્યે રહ્યા છતાં પણ ભોગથી લિપ્ત થતા નથી, પરંતુ શાનીનો ત્રિકાલ વૈરાગ્ય કાજળની કોટડીમાં પણ અસંગ રહી, ડાઘ લાગવા દીધા વિના ભોગકર્મને
ભોગવી નિર્જરી નાંખે છે, પણ બંધાતા નથી ! એ પરમ આશ્ચર્ય છે. પરમ જ્ઞાની તીર્થકર ભગવાનૂના ભોગાવલી કર્મના ભોગવટાનું આ જ પરમ રહસ્ય છે. આજન્મ પરમ વૈરાગી એવા તીર્થકર દેવને પૂર્વ પ્રારબ્ધોદયથી અનિચ્છતાં છતાં કંઈક વખત ગૃહાવાસમાં સ્થિતિ કરવાનો પ્રસંગ પણ પડે છે, પણ શ્રતધર્મમાં દેઢ જ્ઞાનાક્ષેપકવંત પરમ આત્મજ્ઞાની એવા તે પરમ પુરુષ
"अहमेदं एदमहं अहमेदस्सेव होमि मम एदम् । अण्णं ज परदवं सचित्ताचित्तमिस्सं व । एयत्तु असंभूदं आदवियप्पं करेदि संमूढो । भूदत्थं जाणंतो करेदि तु तं असंमूढो ॥"
- (જુઓ શ્રી અમૃતચંદ્રાચાર્યજીની પરમ અદ્ભુત ‘આત્મખ્યાતિ’ ટીક) શ્રી સમયસાર, ગા. ૨૦-૨૨
૩૨૦