________________
સમયસાર : આત્મખ્યાતિ
આ જ ભાવનું સમર્થન કરતો સાર સમુચ્ચય રૂપ સમયસાર કળશ (૧૫) કહે છે –
स्वागतावृत्त वेद्यवेदकविभाषचलत्वा - वेद्यते न खलु कांक्षितमेव । तेन कांक्षति न किंचन विद्वान्, सर्वतोप्यतिविरक्तिमुपैति ॥१४७॥
અમૃત પદ-(૧૪૭) - વેદ્ય વેદક વિભાવ ચલત્વે, કાંક્ષિત જ ન વેદાય, તેથી સર્વથી વિરક્તિ પામે, જ્ઞાની ન કાંક્ષે કાંય... વેદ્ય વેદક. ૧ વેદ, વેદ્ય કંઈ પણ કાંણે, તે જ્યાં હાજર થાય, વેદક ત્યાં તો ચાલી ગયો તે, વેદક અવર જણાય. વેદ્ય વેદક. ૨ કાંક્ષિત વેદ્ય જ્યાં હોયે ત્યારે, કાંક્ષનારો ના હોય, જે જ્યાં કાંક્ષનારો તે હોયે, વેદ્ય બીજું ત્યાં જોય... વેદ્ય વેદક. ૩ વેદ્ય વેદકનું ચક્ર આ એમ જ, ફરતું ફરતું જાય, વેદક બીજો વેદ્ય જ બીજો, અનવસ્થા જ જણાય - વેદ્ય વેદક. ૪ વેદકનું તત્ત્વ વિજ્ઞાન એ, જ્ઞાની વેદતો આપ, વેદ્ય વેદકનો સંબંધ ન તેથી, ખાય નહિ ભૂલ થાપ - વેદ્ય વેદક. ૫ વેદ્ય વેદકનું તત્ત્વ વિજ્ઞાન એ, વિજ્ઞાનઘન ભગવાન;
અમૃતચંદ્ર મુનિચંદ્ર ભાડું, કરવા અમૃતપાન... વેદ્ય વેદક. ૬ અર્થ - વેદ્ય – વેદક વિભાવના ચલપણાને લીધે કાંક્ષિત જ ખરેખર ! વેદાતું નથી, તેથી વિદ્વાન કંઈ પણ કાંક્ષતો નથી, સર્વત જ અતિવિરક્તિ પામે છે. ૧૪૭
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય કર્મને યથાયોગ્યપણે ભોગવવાં વિષે જ્ઞાની પુરુષને સંકોચ હોતો નથી. કોઈ અજ્ઞાનદશા છતાં પોતા વિષે જ્ઞાનદશા સમજનાર જીવ કદાપિ ભોગવવા યોગ્ય કર્મ ભોગવવા વિષે ન ઈચ્છે તો પણ ભોગવ્યે જ છૂટકો થાય એવી નીતિ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૯૪, અં. ૪૮૭ ઉપરમાં જે “આત્મખ્યાતિના ગદ્યભાગમાં કહ્યું તેની પરિપુષ્ટિ રૂપે આ સારસમુચ્ચય રૂપ કળશ
કાવ્ય કહ્યું છે - વેદાવા યોગ્ય “વેદ્ય' ભાવ અને વેદનાર - વેદન કરનાર શાની કંઈ પણ કાંતો નથી : “વેદક' ભાવ એમ વિશેષ વિશેષ ઉદભવતા “વિભાવનું' ચલપણું ચલાયમાન સર્વથી અતિ વિરક્ત ભાવ પણ છે. એટલે “વેદવેવવિમાનતા' વેદ્ય - વેદક વિભાવના
ચલપણાને લીધે, ખરેખર ! નિશ્ચય કરીને “કાંક્ષિત જ - કાંક્ષવામાં – ઈચ્છવામાં આવેલું જ - ઈચ્છેલું જ વેદાતું નથી - અનુભવાતું નથી - ‘વે તે ન વસ્તુ છifક્ષતમેવ !' તેથી આ તત્ત્વ વૈજ્ઞાનિક વસ્ત સ્થિતિ જે જાણે છે - વેદે છે - અનુભવે છે તે વિદ્વાનુ” - બુધ જન - સાચો પંડિત જન કાંઈ પણ “કાંક્ષતો' - વાંચ્છતો - ઈચ્છતો નથી – ‘તેન ક્રાંતિ ને વિન વિકાનું ' અને “સર્વતઃ પણ” - સર્વથી પણ – સર્વથા “અતિ વિરક્તિ' - અત્યંત વિરક્તિ – વિરક્તપણું – વિરક્ત ભાવ – વૈરાગ્ય પામે છે – “સર્વતોગતિવિવિક્તમુનિ !'
વેદ્ય એટલે વેદાવા યોગ્ય ભાવ અને વેદક એટલે વેદનાર ભાવ, આ બન્નેના વિભાવ' - વિશેષ વિશેષ ભાવ થયા કરે છે, એટલે એનું ચલપણું - અસ્થિરપણું હોય છે. આમાં વર્તમાનમાં એક જ
૩૦૮