________________
સમયસાર : આત્મખ્યાતિ
નથી ને વિઝાના ભ્રમરની પેઠે તેની પાછળ પાછળ ભમ્યા કરે છે ! અને જે જડ દેહના સંબંધની ખાતર આ બિચારા આટલી બધી વેઠ ઉઠાવે છે, તે દેહનો સંબંધ તો ઉલટો તેને બંધરૂપ બની ભવભ્રમણ દુઃખ આપે છે. છતાં આશ્ચર્યની વાત તો એ છે કે - જે દેહ પોતે નથી તે દેહની ખાતર જીવ ચોવીસે કલાક આટલી બધી વેઠ ઉઠાવે છે ! અને જે આત્મા પોતે છે તેની ખાતર કંઈ પણ કરવાની “આ બાપડાને એક મીનીટની ફુરસદ મળતી નથી !! વાસ્તવિક રીતે તો દેહાર્થ અર્થે જેટલી કાળજી, જેટલી જહેમત, જેટલો પરિશ્રમ અને જેટલો ઉત્સાહ આ જીવ દાખવે છે, તેના કરતાં અનંતગણી કાળજી, અનંતગણી જહેમત, અનંતગણો પરિશ્રમ અને અનંતગણો ઉત્સાહ તેણે આત્માર્થ અર્થે દાખવવો જોઈએ, દેહને અર્થે આત્મા નહિ ગાળતાં આત્માને અર્થે દેહ ગાળવો જોઈએ અને ત્યારે જ કલ્યાણ છે.' - શ્રી પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ-૪૧ (સ્વરચિત)
અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મ વિચાર જન્મ પામવા યોગ્ય જાણી સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. શ્રી સહાત્મ સ્વરૂપ.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૬૩), ૭૧૯ ઈત્યાદિ પ્રકારે જે ભાવે છે એવા જ્ઞાનીને શરીરાશ્રિત ઈદ્રિય ભોગ પ્રત્યે રાગરૂપ આસક્તિ હોતી જ નથી, પરંતુ અત્યંત અત્યંત વિરક્તિ રૂપ પરમ વૈરાગ્યભાવ જ હોય છે અને આવા પરમ વિરક્ત જ્ઞાનવૈરાગ્યસંપન્ન જ્ઞાનાક્ષેપકવંત અસંગ જ્ઞાનીને જ પૂર્વ પ્રારબ્ધોદયજનિત ભોગ - શ્રી હરિભદ્રાચાર્યજીએ કહ્યું છે તેમ - ભવહેતુ થતા નથી - ર મા વિતવઃ |
સમ્યગુદૃષ્ટિ જ્ઞાની
૩૧૨