________________
સમયસાર : આત્મખ્યાતિ
નિર્મલ - શુદ્ધ સંવેદન વ્યક્તિઓ સ્વયં ઉછળે છે - ખેચ્છાછી: સ્વયમુચ્છન્નતિ વિના: સંવનવ્યવક્તયો, અર્થાત્ સંવેદવું એ ચૈતન્યનો સહજ સ્વભાવ જ છે એટલે જ્યાં અન્ય કોઈ પણ ભાવનો પ્રવેશ નથી' એવી સુસ્વચ્છ - સુનિર્મલ - શુદ્ધ “સંવેદનની” - આત્માનુભવનની “વ્યક્તિઓ” - આવિસ્કૃતિઓ - વ્યક્ત થતી પ્રગટ અનુભૂતિ વિશેષતાઓ “સ્વયં” - આપોઆપ જ ઉછળે છે - ઉલ્લસે છે. આમ ઉછળી રહેલી જે આ સંવેદન વ્યક્તિઓ છે, તે અંગે મહાકવીશ્વર અમૃતચંદ્રજી ઉભેક્ષા કરે છે કે - જ્યાં સુધી પીવાનું કંઈ બાકી રહ્યું નથી એવા “નિષ્પીત” - સર્વથા પીવાઈ ગયેલા અખિલ ભાવમંડલ રસના પ્રાગુભારથી તે જાણે મત્ત હોયની ! - “નિબ્બીતાવિતમામંડતરસામામિત્તા રૂવ ” જેમ પૂરેપૂરો પીધેલો' - રસના પાનથી ચકચૂર થઈ મત્ત - મસ્ત બનેતેમ-“અખિલ' - સમસ્ત “ભાવમંડલ' - ભાવચક્રનો અનુભવ મસ્તી (આત્મ ખુમારી) ઉપજાવનારો “રસ પીધેલી' આ સંવેદન વ્યક્તિઓ તે રસના “પ્રાગુભારથી' - મહા ભારથી જાણે “મત્ત' - મસ્ત બનેલી હોયની ! અથવા તો સર્વભાવનો
મંડલ રસ” - ભેગો મળેલો અનુભૂતિ - ખુમારી ઉપજાવનારો એકરસ પીવાથી જણે મત્ત - મસ્ત બની હોયની ! અથવા તો સર્વ ભાવનો “મંડલ રસ” - ભેગો મળેલો ઉન્મત્ત - આત્મમસ્તી અનુભવ મસ્તી ઉપજાવનારો રસ પીવાથી જાણે મત્ત - મસ્ત બની હોયની ! આવી ભાવમંડલ રસ મત્ત વિવિધ ભિન્ન ભિન્ન સંવેદન વ્યક્તિઓ જેની ઉછળી રહી છે, તે ચૈતન્ય રત્નાકર તો “અભિન્ન રસ છે - “સ્વામિન્નરસ:', એક શુદ્ધ ચૈતન્ય રસ સિવાય ભિન્ન - જૂદો બીજો રસ જ્યાં નથી એવો “અભિન્ન રસ” - એક અખંડ અભેદ ચૈતન્ય રસમય જ છે. “સ ષ માવાનું - આવો “તે આ ભગવાન આત્મા’ - અનંત આત્મશ્વર્યનો સ્વામી હોવાથી ભગવાન અદભુતનિધિ ચૈતન્ય રત્નાકર સ્વરૂપથી પોતે એક છે છતાં અનેક બનતો સતો - gોથને ફ્રીકવન, “ઉત્કલિકાઓથી” - ઉર્મિઓના ઉછાળાઓથી ઉછળી રહ્યો છે ! લવણજલ નિર્ભર રત્નાકર - લવણ સમુદ્ર પોતે એક જ છતાં મોજુંઓથી અનેક બનતો સતો લવણ રસને લીધે જો મોળ – “ઉત્કલિકા' આવતી હોય એમ ઊર્મિઓના ઉછાળાથી ઉછળે, તેમ આ નિર્મલ ચૈતન્ય રસ નિર્ભર ચૈતન્ય રત્નાકર - ચિતુ સમુદ્ર એક જ છતાં સમસ્ત ભાવને પી જતી અનંત સંવેદન વ્યક્તિઓથી અનેક બનતો સતો ચૈતન્ય રસને લીધે જણે મોળ - ઉત્કલિકા આવતી હોય એથી ઊર્મિઓના - વિચિઓના ઉછાળાથી જાણે ઉછળે છે ! ઉંચો દે છે ! એમ ચૈતન્ય રત્નાકર અમૃતચંદ્રજીના આ અદૂભૂતનિધિ કળશ કાવ્યનો ધ્વનિ છે.
આકૃતિ
અચ્છ અચ્છ સંવેદન વ્યક્તિઓ અખિલ ભાવમંડલ રસ
પ્રાગુભાર પીવા જવાથી જણે મત્ત !
ઉત્કલિકાથી ઉછાળા
એક અભિન્ન રસ અદ્ભુત નિધિ ભગવાન ચૈતન્ય રત્નાકર
૨ અનેકી ભવનું
૨૬૨