________________
સમયસાર : આત્મખ્યાતિ તૃમિ પામ્યો નથી અને તેની લાલચ હજુ તેવી ને તેવી તાજી રહી છે ! પણ અનાહારી આત્મસ્વભાવના
• અનુભવ રસનો જેણે રસાસ્વાદ કર્યો છે એવા આત્માનુભવ રસિક શાની શાનીની આહારની ઈચ્છા કરતા નથી અને ભાવે છે કે - આ તુચ્છ પૌગલિક ઈદ્રિયજય ભાવના આહારના રસાસ્વાદનો જેમ બને તેમ જ કરી મુમુક્ષુએ જિતેંદ્રિય બની,
આત્માનુભવ રસ આસ્વાદના રસીયા થવું એ જ યોગ્ય છે. અશુચિ, તુચ્છ, ક્ષણિક, દુષ્ટ પૌદ્ગલિક એઠના વિરસ રસને છાંડી, શુચિ પરમ નિત્ય અનુપમ એવા આત્માનંદમય સરસ રસના આસ્વાદનો અભ્યાસ કરવો એ જ આત્માર્થીને શ્રેયસ્કર છે. “પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસ પરતીત હો મિત્ત !' માટે હે ચેતન ! ત્યારે લોલુપતા રાખવી હોય તો આત્માનુભવ રસની રાખવી, રસાસ્વાદ લેવો હોય તો પ્રભુ ગુણનો રસાસ્વાદ લેવો, રસનાને સફળ કરવી હોય તો પ્રભુ ભક્તિ ગાઈને સફળ કરવી.
ગતિ ચારે કીધા આહાર, અનંત નિઃશંક, પણ તૃમિ ન પામ્યો, જીવ લાલચિયો રંક.” - શ્રી વિનયવિજયજી કૃત “પુણ્ય પ્રકાશ સ્તવન
કયું જાણું કર્યું બની આવશે, અભિનંદન રસ રીત હો મિત્ત ! પુદગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત... હો મિત્ત !” - શ્રી દેવચંદ્રજી
હે જીવ ! ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” - શ્રીમદ્ રાજચંદ્રજી
જ્ઞાની
સમ્યગુદૃષ્ટિ
૨૯૨