________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૧૨ વૈજ્ઞાનિક (most scientific) અને તર્કશુદ્ધ (most logical) પરિભાવન કર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે -
ઈચ્છા પરિગ્રહ છે - “ફ રિપ્રદ:', કંઈ પણ ઈચ્છવારૂપ “ઈચ્છા” - અભિલાષા - કામના - સ્પૃહા - આશા - તૃષ્ણા - મૂચ્છ તે જ પરિગ્રહ છે, “પરિ' - સર્વથા ચોતરફથી ગ્રહની જેમ ગ્રહતો ગ્રહ' એવો મમત્વ રૂપ - મૂચ્છ ભાવરૂપ “પરિગ્રહ’ છે. “તસ્ય પરિબ્રહો નાસ્તિ વચ્ચેછી નાતિ' - તેને પરિગ્રહ છે નહિ, જેને ઈચ્છા છે નહિ. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે - “ફ્છા ત્વજ્ઞાનમયો ભાવ: ' કંઈ પણ ઈચ્છવા રૂપ ઈચ્છા તો કેવળ અજ્ઞાન અજ્ઞાન ને અજ્ઞાનથી જ નિષ્પન્ન થયેલો “અજ્ઞાનમય જ' ભાવ છે અને અજ્ઞાનમય ભાવ તો જ્ઞાનીને છે નહિ, જ્ઞાનીનો જ્ઞાનમય જ ભાવ છે - જ્ઞાનનો જ્ઞાનમય Uવ માવો - જ્ઞાનીનો કેવળ જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનથી જ નિષ્પન્ન થયેલો “જ્ઞાનમય જ' ભાવ છે.. તેથી જ્ઞાની ઈચ્છા રૂપ અજ્ઞાનમય ભાવના અભાવને લીધે' - નહિ હોવાપણાને લીધે “અશન' (આહાર - ખાવાનું) નથી ઈચ્છતો, તેથી જ્ઞાનીને અશન પરિગ્રહ છે નહિ, જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનથી જ ભાવના ભાવને લીધે’ - “જ્ઞાનમય’ ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત “જ્ઞાયક ભાવના' - જાણપણારૂપ ભાવના “ભાવને લીધે' - હોવાપણાને લીધે “અશનનો' - ખાનનો “કેવલ” - માત્ર “જ્ઞાયક જ’ - જાણનારો જ – જ્ઞાતા જ “આ’ - જ્ઞાની હોય. સ્વ - પરનો વિવેક જેણે કર્યો છે એવા મુમુક્ષુ જ્ઞાનીને પર વસ્તુના આહારની - પર વસ્તુના
ભોગની ઈચ્છા હોતી જ નથી, પણ ભવને અભિનંદનારા ભવાભિનંદી અશાનીની જીવને તીવ્ર ભોગેચ્છા હોય છે. “ખસને* ખણનારાઓની બુદ્ધિ જેમ
ખજવાળમાં જ હોય છે, પણ ખસના મટાડવામાં હોતી નથી, તેમ આ
ભવાભિનંદી જીવોની મતિ પણ ભોગના અંગરૂપ વિષયોમાં જ હોય છે. પણ તે ભોગાંગની (વિષયની) ઈચ્છાના નાશમાં હોતી નથી.” ભવાભિનંદી રૂપ રોગીને ભવ રૂપ ખસનો મહારોગ લાગુ પડ્યો છે. તેથી આને વિષયેચ્છારૂપ મીઠી ખુજલી - ખજવાળ આવે છે અને વિષય સેવનથી તે ખજવાળ દૂર કરવા મથે છે, પણ ગમે તેટલા વિષય ભોગથી તે મટતી નથી, અગ્નિમાં આહતિની જેમ ઉલટી વધતી જાય છે. જે અંતસ્તાપ ૩૫ બળતરા ઉઠે છે. વિષય સંસાર રોગ ઉંડા મૂળ નાંખતો જાય છે. વિષયથી તૃપ્તિ થવાને બદલે વિષય તૃષ્ણા વધતી જાય છે.
Sધનથી - બળતણથી* અગ્નિ જેમ ક્ષીણ થતો નથી, તેમ વિષયોથી કામ ક્ષીણ થતો નથી, ઉલટો વિશેષ બળવાન બની વૃદ્ધિ પામે છે. કારણકે અનંતવાર પ્રાપ્ત થયા છતાં જાણે કદી પ્રાપ્ત ન થયા હોય એવા ભ્રમને લીધે કામભોગોને વિષે મૂઢ જનની ઈચ્છા ઉપશમતી નથી અને આ ઈચ્છા - વાસના ટળે નહિ ત્યાં સુધી પંચ ઈદ્રિય વિષયની ભોગપ્રવૃત્તિ પણ ટળે નહિ,
અને પંચ ઈદ્રિયમાં પણ રસનેંદ્રિય સર્વથી દુર્જય છે, ભલભલા મહાનુભાવો પણ રસ લોલુપતા આગળ લાચાર બની, વદન કોટરમાં સળવળતી રસના સુંદરીની “લોલતા' દાસીનું દાસાનુદાસપણે હોંસે હોંસે સ્વીકારે છે ! જડ કે વિચક્ષણ સર્વ જન આ રસનાના રસમાં મુગ્ધ બની, નિરંતર તેનું તર્પણ કરવા તત્પર દેખાય છે ! ચારે ગતિમાં આ રંક જીવે નિઃશંકપણે અનંત આહાર કર્યા છે, પણ તેથી એ__“यथा कण्डूयनेष्वेषां धीन कच्छूनिवर्त्तने । પોષ તથતાં તરિચાર ” - શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય', ગ્લો. ૮૧ "विषयैः क्षीयते कामो नेधनैरिव पावकः । प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूय एवोपवर्द्धत ॥ अप्राप्तत्वभ्रमादुबैरवाप्तष्वप्यनंतशः ।।
નમોષ મૂકાનાં સદા નો શારિ ” - શ્રી યશોવિજયજી કૃત “અધ્યાત્મ સાર' "न हि केनोप्युपायेन जन्मजातसंभवा । વિષયેષુ માતૃ વ jતાં પ્રશાસ્થતિ ” - શ્રી શુભચંદ્રાચાર્યજી કૃત શ્રી “શાનાર્ણવ’
૨૯૧