________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૧૧ ' જે નિશ્ચયે કરીને સ્વ – પરનો ભેદ જાણનારો ખરેખરો શાની છે તેને પરભાવ રૂ૫ પંચ ઈદ્રિયના
વિષય ભોગની ઈચ્છા છે જ નહિ. કારણકે જ્ઞાની પંચ વિષયભોગના વિષયાસક્તિ રૂપ
ભવાભિનંદીને ભોગવવા પડતા દારુણ વિપાક સારી પેઠે જાણે છે અને ભાવે અધર્મના દારુણ વિપાક . છે કે - “બડિશામિષ.* એટલે માછલાના ગળાના માંસ જેવા તુચ્છ તથા 'पिगहो दारुणं तमः'
દારુણ ઉદય-વિપાવાળા કસુખમાં સક્ત થયેલા આ ભવાભિનંદી જીવો સતુ ચેષ્ટ ત્યજે છે ! અહો ! દારુણ તમને - અજ્ઞાન અંધકારને ધિક્કાર હો !”
તેઓ માછલાના ગળાના માંસ જેવા તુચ્છ અને દારુણ - ભયંકર વિપાકવાળા દુષ્ટ ભોગજન્ય વિષય સુખમાં સક્ત થાય છે. માછલાને લલચાવવા માટે મચ્છીમારો માછલાના ગળાનું માંસગલ આરમાં ભરાવીને મૂકે છે, માછલું તે તુચ્છ માંસ ખાવાની લાલચે, તેની પાછળ દોડી, તે આરમાં સપડાઈ જાય છે અને તેના ભૂંડા હાલહવાલ થાય છે, પ્રાણાંત દારુણ દુઃખ તે અનુભવે છે - તેમ મોહરૂપ મચ્છીમાર જીવરૂપ માછલાને લલચાવવા માટે દુષ્ટ વિષય સુખરૂપ ગલ મૂકે છે, તે તુચ્છ અસતુ સુખની આશાએ તે તેની પાછળ દોડી તેમાં સપડાઈ જાય છે, આસક્ત થાય છે અને પછી તેના બૂરા હાલહવાલ થાય છે, નરકાદિના દારુણ દુખ વિપાક તેને વેચવા પડે છે. રસનેંદ્રિયની લોલુપતાથી જેમ માછલું દારુણ દુઃખ અનુભવે છે, તેમ ઈતર ઈદ્રિયોની લોલુપતાથી પણ જીવ દારુણ દુઃખ અનુભવે છે. આમ હોવાથી જ્ઞાની પુરુષોએ આ વિષય સુખને નાગની ફેણની અથવા કિંપાક ફલની ઉપમા આપી છે અને તેને કુસુખ – અસતુ સુખ કહ્યું તે યથાર્થ છે - અથવા તો જેના
રણામે દુઃખ છે તે વાસ્તવિક રીતે સુખ જ નથી, દુઃખ જ છે. “એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતુ દુઃખ તે સુખ નહિ.” આ વિષય સુખને તુચ્છ ને દારુણ કહ્યું તે યથાયોગ્ય છે. કારણકે તે તુચ્છ, સાર વિનાનું ને જગતની એઠ જેવું છે. જે પુદ્ગલો અનંત જીવોએ વારંવાર ભોગવ્યા છે, તેના ઉચ્છિષ્ટ - એઠા એવા પુદ્ગલ પરમાણુઓના ભોગથી વિષયાસક્ત ભવાભિનંદી જીવ આનંદ માને છે ! ને તેવા ઝાંઝવાના જલ જેવા તુચ્છ કુસુખ પાછળ દોડી સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે, ધર્મ કર્તવ્યરૂપ સતુ પ્રવૃત્તિ છોડી દે છે ! અરે ! આ તમને - અજ્ઞાન અંધકાર ધિક્કાર હો ! કે જેને લઈને આ ભવાભિનંદી જીવ પોતાનું ભાન ભૂલી જઈને આમ વિપરીત પ્રવૃત્તિ કરે છે, ખોટું આચરણ કરે છે. આમાં એ બિચારાનો દોષ નથી, પણ તેના મોહનીય કર્મનો દોષ છે. તે જ અંધકાર રૂપ હોવાથી, તેને સાચી દિશા સૂઝતી નથી, સાચો માર્ગ ભાસતો નથી, એટલે મુંઝાઈ જઈ તે સન્માર્ગ છોડી ઉન્માર્ગે જાય છે. આમ ભવાભિનંદી ભલે ભોગાસક્ત હોય, પણ શાની તો ભવભોગ વિરક્ત જ હોય છે.
જ્ઞાની સમ્યગુદષ્ટિ,
"बडिशामिषवत्तुच्छे कुसुखे दारुणोदये । સત્તાસ્વગતિ માં જાણો વાગે તક ”. “યોગદૃષ્ટિ સમુચ્ચય'-૮૪
૨૮૯