________________
સમયસાર : આત્મખ્યાતિ આ પદ અનુભવવાનું જગતને આહ્વાન કરતો અને નીચેની ગાથાના ભાવનું પૂર્વસૂચન કરતો આ ઉત્થાનિકા સમયસાર કળશ (૧૧) અમૃતચંદ્રજી લલકારે છે –
द्रुतविलंबित पदमिदं ननु कर्मदुरासदं, सहजबोधकलासुलभं किल । तत इदं निज बोधकलाबलात्कलयितुं यततां सततं जगत् ॥१४३॥ પદ જ આ નકી કર્મથી દુર્લભ, સહજ બોધ કલા થકી સુલભં, કલિત આ નિજ બોધ કલા બલે, સતત યત્ન કરો જગ ભલે ! ૧૪૩
અમૃત પદ-(૧૪૩) યત્ન કરો રે યત્ન કરો ! જગ, પદ કળવા આ યત્ન કરો ! કર્મથી દુર્લભ જેહ સુલભ છે, સહજ સ્વ બોધ કલાથી ખરો !... યત્ન કરો. ૧ તેથી આ નિજ બોધ કલાના, બળથી કળવા યત્ન કરો !
સતત જગત આ પદ પામીને, ભગવાન પદ અમૃત વરો !... યત્ન કરો. ૨ અર્થ - આ પદ નિશ્ચય કરીને કર્મોથી દુરાસદ' - દુષ્માપ્ય - પ્રાપ્ત થવું દુષ્કર છે, પણ સહજ બોધકલાથી ખરેખર ! સુલભ છે, તેથી આને નિજ બોધ કલાના બલ થકી કળવાને જગત્ સતત યત્ન કરો !
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય કેવલ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહિયે કેવલ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ “આત્મ અનુભવ રસ ભરી, યામેં ઔર ન ભાવૈ, આનંદઘન અવિચલ કલા, વિરલા કોઈ પાવૈ.” - શ્રી આનંદઘનજી, પદ-૨ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતા આ કળશનું સર્જન કરી મહાકવિ બ્રહ્મા પરબ્રહ્મ
અમૃતચંદ્રજીએ અત્રે જગતને આ જ્ઞાનપદ કળવાનો - અનુભવવાનો સતત આ શાનપદ કર્મથી દુષ્માપ્યઃ યત્ન કરવાનું પરમ ભાવવાહી આહ્વાન કર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે – સહજ બોધ કલાથી સુલભ ‘મે ‘આ’ જે કહ્યું તે “પદ - જ્ઞાનરૂપ સ્થિર સ્થાન નનું - ખરેખર !
નિશ્ચય કરીને કથિી દુરાસદ છે - ફર્મદુરાસવું, ગમે તેટલા “કર્મોથી” - કષ્ટ ક્રિયાઓથી દુરાસદ' - દુષ્પાપ - પ્રાપ્ત કરવું દુષ્કર - દુર્લભ છે, પણ ‘સહજ બોધ કલાથી ખરેખર ! સુલભ છે', સદનવોધનાસુનમ, “સહજ', – સ્વભાવભૂત એવી બોધ કલાથી “સુલભ” - પ્રાપ્ત કરવું સુકર છે, એમ “કિન' - ખરેખર ! પરમ સત્યમૂર્તિ આત્માનુભવ આd - પ્રાપ્ત જ્ઞાની પુરુષોનો પ્રવાદ છે, તેથી કરીને નિજ બોધ કળાના બળ થકી - “નિનવોઘના વત્તાત્' આ પદને કળવાને - અનુભવવાને - સમજવાને જગત્ સતત યત્ન કરો ! “યિતું વતતાં સતત નતિ’ |
અર્થાત્ - ઉપર “આત્મખ્યાતિ'માં સુસ્પષ્ટપણે વિવરી દેખાડ્યું તેમ કર્મમાં જ્ઞાનનું પ્રકાશવું છે નહિ, એટલે આ ઉક્ત પદ ગમે તેટલા ક્રિયા રૂપ કર્મોથી પ્રાપ્ત કરવું દુર્લભ છે, પણ સહજ બોધકલાથી તો તે સાવ સુલભ છે, પ્રાપ્ત કરવું સહજ છે. મથી મથીને મરી જાય તો પણ જ્ઞાન - ઉપયોગશૂન્ય કર્મોથી જે પદ પ્રાપ્ત થતું નથી, તે આ પદ સહજ બોધરૂપ કળાથી અથવા સહજ બોધની કળાથી (at) પ્રાપ્ત થવું સાવ સુલભ છે. જે કામ બળથી થવું દુષ્કર છે, તે કામ કળથી થવું સુકર છે, તેમ જે પદપ્રાપ્તિરૂપ કામ
૨૬૮