________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૦૯ જાઓ ? ભલે ભેદાઈ જાઓ ! ભલે કોઈથી લઈ જવાઓ ! ભલે “વિપ્રલય' - વિશેષ કરીને પ્રકૃષ્ટપણે
- લય - નાશ પામો, સર્વથા પ્રલય - પ્રણાશ પામો ! અથવા ભલે ગમે ત્યાં પરદ્રવ્ય મહારૂં સ્વ નથી, ચાલ્યો જાઓ ! તો પણ હું પરદ્રવ્ય પરિગ્રહતો નથી, સર્વથા ગ્રહણ કરતો હું પરદ્રવ્યનો સ્વામી નથી : નથી. કારણકે - પરદ્રવ્ય મ્હારૂં “સ્વ” નથી, સ્વધન - પોતાનું નિજ દ્રવ્ય
હું જ હારૂં સ્વ, નથી અને હું પરદ્રવ્યનો “સ્વામી' નથી, માલિક - ધણી નથી - “ર પૂરદ્રવ્ય હું જ સ્વારો સ્વામી
મમ વં નાહં પરદ્રવ્યસ્ય વાની', - પરદ્રવ્ય જ પરદ્રવ્યનું “સ્વ” છે - સ્વધન
પોતાનું નિજ દ્રવ્ય છે, પરદ્રવ્ય જ પરદ્રવ્યનો “સ્વામી” છે - માલિક - ધણી છે, “પૂરદ્રવ્યમેવ રદ્રવ્યસ્ય ારદ્રવ્યમેવ પરદ્રવ્યસ્થ સ્વામી', “હું જ' - આત્મા જ હારૂં “સ્વ” - સ્વધન પોતાનું નિજ દ્રવ્ય છું, હું જ હારો “સ્વામી' છું - માલિક – ધણી છું, ‘મેવ મમ રૂં અહમેવ મમ સ્વામી', એમ હું જાણું છું. આમ આત્મભાવનાથી ભાવિતાત્મા જ્ઞાની ભાવે છે કે - આ પરિગ્રહ ખરેખર ! એક મોટામાં
મોટી બલા છે. આ નામચીન “પરિગ્રહ’ પણ પોતાના નામ પ્રમાણે, જીવને પરિગ્રહની બલા પરિ’ એટલે ચોતરફથી “ગ્રહે છે, પકડી લે છે, જકડી લે છે. પછી તો આ
ગ્રહ' (ભૂત અથવા દુષ્ટ ગ્રહ અથવા મગર) જેવા પરિગ્રહની જીવ પર જકડ - પકડ એવી તો મજબૂત હોય છે, કે તેના ભીડામાંથી છૂટવા ધારે તો પણ છૂટવું જીવને ભારે પડે છે. તે પરિગ્રહ - બલા વળગી તે વળગી, કાઢવી મુશ્કેલ પડે છે. મોટા વ્યવસાયો આરંભનારા અથવા મોટી મોટી રાજ્યાદિ ઉપાધિ ધારણ કરનારા જનોનો આ રોજનો જતિ અનુભવ છે. પરિગ્રહની જંજાળમાં ફસેલા તે બાપડાઓને રાતે નીરાંતે ઉંઘ પણ આવતી નથી. કારણકે આ પરિગ્રહ અને મારંભને દલોજાન દોસ્તી છે. જેમ જેમ આરંભ વધે છે તેમ તેમ આરંભનો મિત્ર પરિગ્રહ પણ સાથો સાથ વૃદ્ધિ પામે છે અને આરંભ એ પ્રગટ આકુલતાનું કારણ છે, નિરારંભ પ્રગટ નિરાકુલતાનું કારણ છે. જેટલી આરંભ ઉપાધિ, તેટલી આકુલતા ને દુ:ખ, જેટલી નિરારંભ નિરુપાધિ, તેટલી નિરાકુલતા ને સુખ, એ પ્રત્યક્ષ સિદ્ધ નિર્વિવાદ વાત છે. એટલે જીવે હાથે કરીને વ્હોરેલી આરંભ ઉપાધિ જીવને પોતાને જ પરિગ્રહ રૂપ આકુલતા ઉપજાવી દુઃખનું કારણ થઈ પડે છે ! હાથનાં કર્યા હૈયે વાગે છે ! આવા અનુપશમના નિવાસધામ રૂપ આરંભ પરિગ્રહ મધ્યે ‘વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે. કારણકે “આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમના મૂળ છે, વૈરાગ્ય ઉપશમના કાળ છે.” માટે આ વળગેલી પરિગ્રહ - બલાને હું અળગી કરું. હારો આ કહેવાતો પરિગ્રહ ભલે છેદાઈ જાઓ ! ભેદાઈ જાઓ ! ભલે કોઈ ઉપાડી જાઓ ! નાશ પામો ! વા ગમે ત્યાં ચાલ્યો જાઓ ! તેની મને પરવાહ નથી. હું હારા “સ્વ”નો - આત્માનો જ ગ્રાહક થાઉં એટલે “પર”નું ગ્રહણપણું એની મેળે છૂટી જશે. ઈત્યાદિ ભાવના ભાવતો અવધૂત શાની સમસ્ત પરદ્રવ્ય પરિગ્રહને અવધૂત કરે છે - ફગાવી દે છે.
આત્મ ગ્રાહક થયે ટળે પર ગ્રહણતા, તત્ત્વ ભોગી થયે ટળે પરભોગ્યતા- ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ.” - શ્રી દેવચંદ્રજી
સ્વદ્રવ્યના અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. સ્વ દ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો (દો). પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજે. પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજે. પારદ્રવ્યની ગ્રાહકથી ત્વરાથી તો.” - શ્રીમદ્ રાજચંદ્ર, અંક-૫, બોધવચન
'જ્ઞાની
સમ્યગુદૃષ્ટિ
૨૮૧