________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૪૫ અર્થાત “સ્વ - પરના અવિવેક હેતુ’ આરંભ પરિગ્રહ આડે જીવને સ્વભાવ રૂપ સ્વ ધર્મ સૂઝતો નથી અને તે આત્મલાભને ઘાતક થઈ પડે છે. એટલું જ નહિ પણ અનિચ્છાએ તેનો ઉદય પ્રસંગ હોય તો પણ તે “આત્મ ભાવના ઉત્કૃષ્ટપણાને બાધ કરનાર તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર પ્રાયે થાય છે', આત્માને સ્વરૂપમાં સ્થિર કરવારૂપ સંવર ક્રિયામાં મુખ્ય અંતરાય આ આરંભ પરિગ્રહ છે, એટલા માટે જ જ્ઞાનીઓએ આરંભ પરિગ્રહની નિવૃત્તિ પર ઘણો ભાર આપ્યો છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં દ્ધિભંગી' કહી છે કે જ્યાં લગી આરંભ પરિગ્રહની નિવૃત્તિ થતી નથી, ત્યાં લગી જીવને મતિ જ્ઞાનાવરણીયથી માંડીને કેવલ જ્ઞાનાવરણીય આદિ પ્રકાર નિવૃત્ત થતા નથી. “એમ સત્તર વાર તે ને તે વાત જણાવી ત્યાં કહ્યું છે કે જીવને મતિજ્ઞાનથી માંડી વાવ કેવલજ્ઞાનાદિ ક્યારે ઉપજે ? આરંભ પરિગ્રહથી નિવહૈં. (શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૦૬) એટલે અજ્ઞાન છોડવા જેની ઈચ્છા છે તેણે પરિગ્રહ છોગ્યે જ છૂટકો છે અને એટલે જ અજ્ઞાનમુશ્લિલુમના - અજ્ઞાન છોડવાનું જેનું મન છે એવો આ જ્ઞાની અવધૂત સામાન્યથી સમસ્ત (whole packet) પરિગ્રહને અવધૂત કરી - ફગાવી દઈ, હવે વિશેષથી તે પરિગ્રહને પરિહરવાને પ્રવૃત્ત થયો છે.
આકૃતિ સામાન્યથી સમસ્ત જ g) | પર અવિવેક – અજ્ઞાનને છોડવાના પદ્રવ્ય પરિગ્રહ મનવાળો આ વિવલિત જ્ઞાની ફગાવી દઈ
વિશેષથી પુનઃ તે જ પરિગ્રહને પરિહરવા પ્રવૃત્ત થયો
૨૮૩