________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત જ્યોતિ” મહાભાષ્ય “આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અનુપશમનાં મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. “” એમ સત્તર પ્રકાર ફરીથી કહી આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળ જ્ઞાન છે ત્યાં સુધી લીધું છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૭૮), ૫૦૬ આથી કરીને હું પણ તે પરદ્રવ્યને પરિગ્રહતો નથી એમ પરિગ્રહ-મમત્વ ત્યાગાર્થે જ્ઞાની ભાવના
કરે છે કે - પરિગ્રહ જો મ્હારો હોય તો હું “અંજીવતા' - અજીવપણું - શાનીની પદ્રવ્ય પરિગ્રહ જડપણું પામી જઉં, કારણકે હું “જ્ઞાતા જ’ - લાયક જ - જાણનારો જ છું, ત્યાગ ભાવના તેથી પરિગ્રહ મારો નથી. આવા ભાવની આ ગાથાનું અપૂર્વ ભાવનાશીલ
પરિભાવન કરતાં પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી વદે છે કે - જો પરદ્રવ્યને અજીવને હું પરિગ્રહું', આત્માથી પર એવા પરદ્રવ્યને - અજીવને – (કે જે અજીવ છે તેને) હું હારી માલિકી રૂપ પરિગ્રહ કરું, “તો અવશ્યમેવ અજીવ તે મહારો “સ્વ” થાય, હું પણ અવશ્યમેવ આ અજીવનો સ્વામી થાઉં', પણ અજીવનો જે સ્વામી છે તે તે નિશ્ચય કરીને પ્રગટ પણે અજીવ છે. એમ “અવશથી' જ - પરાણે જ (Perforce) મહારું અજીવપણું આવી પડે – પણ આમ તો છે નહિ, મ્હારો તો એક જ્ઞાયક ભાવ જે છે તે જ “સ્વ' છે - (સ્વધન - સ્વદ્રવ્ય), આનો જ હું સ્વામી છું - મમ તુ છો જ્ઞાય પર્વ માવ: વ: સ્વ: સર્યવાહં સ્વામી, તેથી મ્હારૂં અજીવપણું મ હો ! “જ્ઞાતા જ' - શાયક જ - જાણનારો જ હું હોઈશ. “હું” - આત્મા પરદ્રવ્ય નહિ પરિગ્રહું - પરદ્રવ્યનો પરિગ્રહ નહિ ગ્રહું, આ જ હારો નિશ્ચય છે - ન પરદ્રવ્ય પરિગૃહ્માનિ જય ઘ કે નિશ્ચયઃ | જ્ઞાની ભાવના ભાવે છે કે - હારો પોતાનો “સ્વ ભાવ' - સ્વભાવ ધર્મ એ જ મહારો પોતાનો
“સ્વ” છે અને હું એનો સ્વામી છું, “પર”ભાવ - પર ધર્મ એ મહારો “સ્વ” “ વ સુઈ નથી અને હું એનો સ્વામી નથી. “પર' ભાવ – “પર' ધર્મ એ તો ખરેખર ! જે ત્યાંની તે ત્યાં રહી જી' હારો “પર' છે - શત્રુ છે - આત્મવૈરી છે, એ પરધર્મ તો મને ભવ
ભ્રમણ દુઃખમાં નાંખી ખરેખર ! “ભયાવહ' થઈ પડ્યો છે. માટે સ્વભાવ - સ્વ ધર્મનું પાલન કરતાં “નિધન - મૃત્યુ થાય તો પણ શ્રેય છે, “સ્વધર્ષે નિધનં શ્રેય: પરધર્મો માવઃ |’ માટે પ્રાણાંતે પણ મ્હારે મ્હારો સ્વધર્મ સ્વભાવ છોડવો યોગ્ય નથી અને પરધર્મ પરભાવ પરિગ્રહવો યોગ્ય નથી. આ મ્હારો પોતાનો “અમૃત” સ્વભાવ સ્વધર્મ એ જ એક જ મ્હારો ખરેખરો સુહદ્ - મિત્ર છે, કે જે મૃતની પાછળ પણ જાય છે, બાકી પરભાવ પરિગ્રહ રૂપ બીજું બધું તો શરીરની સાથે જ નાશ પામી જાય છે. બીજા બધા કહેવાતા સ્વજન - સંબંધી તો દેહના સંબંધી હોઈ, દેહ નષ્ટ થતાં તેની સાથે જ નષ્ટ થાય છે, દેહપર્યાય છૂટી જતાં તે તે સંબંધ પણ છૂટી જાય છે. સ્વજનાદિ તો મૃતદેહને બાળી - જાળી સ્મશાનમાંથી પાછા વળે છે, સ્નાન - સૂતક કરી. દા'ડો-પવાડો કરી, થોડો વખત સાચો - ખોટો સ્વાર્થમય ખેદ કરી, મરનારના નામની મોટી પોક મૂકી પોતાના સ્વાર્થને રડતા રહી, થોડા વખત પછી મરનારના નામને પણ વિસરી જાય છે ! અરે ! એટલું જ નહિ પણ કેટલીક વાર તો મરનારના નામે, મરનારે મહા મહેનતે સંગ્રહેલ પરિગ્રહ માટે - મરનારની મિલકત માટે અનેક પ્રકારના ઝઘડા કરે છે, કોર્ટ - કજીઆ ઉભા કરે છે, ને મરનાર પાછળ ભવાડા કરી તેના નામને જગબત્રીશીએ ચઢાવે છે ! ફજેતી કરે છે ! આમ પોત-પોતાના સ્વાર્થને આશ્રીને જગતમાં સર્વ કોઈ પ્રીત - સગાઈ કરે છે, પણ તે બધી પ્રીત – સગાઈ સાચી નથી - ખોટી છે, સાચી પ્રીત - સગાઈ તો નિરુપાધિક નિઃસ્વાર્થ, પરમાર્થ પ્રેમમય એવી સ્વભાવ રૂપ સ્વધર્મની જ છે, ધર્મપ્રેમ એ જ સાચો પ્રેમ છે. કારણકે ધર્મ જ પરમ મિત્ર - સુહૃદુની જેમ જ્યાં જ્યાં આ જીવ જાય છે ત્યાં
“પક વ સુવર્ણો મૃતનનુશાતિ થઃ | શનિ સર્ષ નાશ સર્વચા અતિ ” - શ્રી હરિભદ્રસૂરિ કૃત “યોગદૃષ્ટિ સમુચ્ચય શ્લો. ૫૯
૨૭૮