________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૪૧
ઉપરોક્ત ભાવની પરિપુષ્ટિરૂપે અમૃતચંદ્રજી અદ્ભુત નિધિ ચૈતન્ય રત્નાકરનું સંકીર્તન કરતો ઉપસંહાર સમયસાર કળશ (૯) પ્રકાશે છે –
શાર્દૂવિઝીડિત अच्छाच्छाः स्वयमुच्छलंति यदिमाः संवेदनव्यक्तयो, निष्पीताखिलभावमंडलरसप्राग्भारमत्ता इव । यस्याभिन्नरसः स एष भगवानेकोप्यनेकीभवन, वल्गत्युत्कलिकाभिरद्भुतनिधि चैतन्यरत्नाकरः ॥१४१॥ અચ્છાચ્છા જસ આ સ્વયં ઉછળતી સંવેદન વ્યક્તિઓ, પી જઈ સર્વ જ ભાવ મંડલરસો જાણે બની મત્ત હો ! એવો તે ભગવાનું અભિન્નરસ આ એકો અનેકી થતો, ચિદ્ રત્નાકર એક અદ્ભુતનિધિ ઉર્મિ થકી કૂદતો ! ૧૪૧
અમૃત પદ-(૧૪૧).
(“સાહેલાં વાસુપૂજ્ય જિર્ણદા' - એ રાગ) ચૈતન્ય રત્નાકર આ ઉછળે, ચૈતન્ય રત્નાકર આ ઉછળે, અખિલ ભાવ મંડલરસ પીધો, તસ ભારે જાણે મત્ત “પીધો'... ચૈતન્ય. ૧ એવી અચ્છ અચ્છ ઉછળે જેની, સંવેદન વ્યક્તિઓ એની, એવો તે આ અભિન્ન રસવાળો, એક છતાં અનેક રૂપ ભાળો.. ચૈતન્ય. ૨ અદ્ભુત નિધિ આશ્ચર્ય ભરેલો, ઉત્કલિકાઓથી ઉછાળે ઉછળી રહેલો,
ભગવાનું ચૈતન્ય રત્નાકર આ, “અમૃતચંદ્ર' અમૃત પદ ધર આ... ચૈતન્ય. ૩ અર્થ - નિષ્પીત (પીધેલ) અખિલ ભાવ મંડલ રસના પ્રાગુભારથી જણે મત્ત હોય, એવી જેની જે આ અચ્છ-અચ્છ સંવેદન વ્યક્તિઓ સ્વયં ઉછળે છે, તે આ ભગવાન એક છતાં અનેકરૂપ થતો અદ્ભુત નિધિ ચૈતન્ય રત્નાકર ઉત્કલિકાઓથી (મોળના ઉછાળાઓથી) કૂદે છે !
“અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જ્ઞાન પાંચ પ્રકારનું છે. તે જ્ઞાન જો સમ્યકત્વ વિનાનું મિથ્યાત્વ સહિત હોય તો “મતિ અજ્ઞાન” “શ્રુત અજ્ઞાન” અને “અવધિ અજ્ઞાન” એમ કહેવાય. તે મળી કુલ આઠ પ્રકાર છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૭૫૭), વ્યાખ્યાન સાર ઉપરમાં ભગવતી “આત્મખ્યાતિના” ગદ્ય ભાગમાં સકલ જ્ઞાન એક જ્ઞાનપદ જ છે અને આ જ્ઞાનપદના જ આલંબન થકી જ યાવતુ મોક્ષ થાય છે એમ ડિડિમ નાદથી શબ્દબ્રહ્મના પરમ પારદેશ્વા પરબ્રહ્મસ્વરૂપ અમૃતચંદ્રજીએ ઉદ્ઘોળ્યું, તેની પરિપુષ્ટિરૂપે તે જ મહાકવીશ્વરે અદભુત નિધિ ચૈતન્ય રત્નાકરનું આ અદભુત કાવ્ય ચમત્કૃતિ યુક્ત સ્વભાવોક્તિમય તાદશ્ય શબ્દચિત્ર ભાવાર્થ આ પ્રકારે – વીત્યુતિમ મુનિશ્ચિત રત્નાવર - અહો ! અદ્ભુત નિધિ આ ચૈતન્ય રત્નાકર ઉત્કલિકાઓથી કૂદી રહ્યો છે - નાચી રહ્યો છે ! ચૈતન્ય - રત્નોનો જે આકર - ખાણ છે એવો આ “ચૈતન્ય રત્નાકર' - ચૈતન્ય સમુદ્ર, રત્નાકર - સમુદ્ર જેવો “અદૂભુત નિધિ' છે, પરમ આશ્ચર્યભૂત અદભુતોનો નિધાન - ખજાનો છે. તે “ઉત્કલિકાઓથી' - ઉર્મિઓના ઉછાળાથી “વાતે' - વલ્ગ છે - કૂદી રહ્યો છે, નાચી રહ્યો છે, ઉછળી રહ્યો છે ! જેની આ “અચ્છ-અચ્છ' - અતિ અતિ સ્વચ્છ -
૨૧