________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૦૦ સર્વારિ કુંતિ | તેથી એટલે પછી ત્યારે ‘આ’ - સમ્યગુદૃષ્ટિ નિયમથી' - ત્રણે કાળમાં ન ચળે એવા અખંડ નિશ્ચયથી “શાન - વૈરાગ્યથી સંપન્ન હોય છે, શાનથી અને વૈરાગ્યથી બન્નેથી સંયુક્ત હોય છે. આમ ઉત્થાનિકારૂપ કળશ ૪ માં સૂચન કર્યા પ્રમાણે સમ્યગુદૃષ્ટિ સ્વ – પરને જાણી, સ્વરૂપ ગ્રહી - પરરૂપ મૂકી પોતાનું વસ્તુત્વ અનુભવવાને સમર્થ એવી “જ્ઞાન વૈરાગ્ય શક્તિથી સંપન્ન હોય છે, એ નિગમન રૂપ - ફલિતાર્થ રૂપ (Conclusion) વસ્તુની અવિકલ સિદ્ધિ છેલ્લી ત્રણ ગાથાઓની વ્યાખ્યા કરતા અત્યંત “વિશદ-મધુર-હિત” અમૃત વાક્યોથી પરમ પરમાર્થ ગંભીર “આત્મખ્યાતિ” સૂત્રમાં સૂત્રિત કરી મહાનિગ્રંથ મહામુનીશ્વર અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનુપમ ગ્રંથ ગ્રથન કળાનો પરિચય કરાવ્યો છે. પરમ જ્ઞાન વૈરાગ્ય સંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના સ્વાનુભવગોચર અનુભવોલ્ગાર છે કે –
કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી.”
ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારંવાર ખેદ થાય છે. કww કદાપિ તેમ નહીં તો પણ આ સંસારને વિષે કોઈ પ્રકાર રુચિયોગ જણાતો નથી, પ્રત્યક્ષ રસ રહિત એવું સ્વરૂપ દેખાય છે. તેને વિષે જરૂર સદ્ વિચારવાનું જીવને અલ્પ પણ રુચિ થાય નહીં એવો નિશ્ચય વર્તે છે. વારંવાર સંસાર ભય રૂપ લાગે છે.”
“પ્રારબ્ધ છે. એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી. પણ પરિણતિથી છટ્યા છતાં ત્યાગવા જતાં બાહ્ય કારણો રોકે છે, માટે જ્ઞાની ઉપાધિ સહિત દેખાય છે, તથાપિ તેની નિવૃત્તિના લક્ષને નિત્ય ભજે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અ. ૪૧૫, ૫૦૮, ૨૪
-
જ્ઞાની સમ્યગુષ્ટિ,
TY
૨૩૫