________________
સમયસાર : આત્મખ્યાતિ (કહેવામાં આવી રહેલું) પદ તમને દર્શાવું છું -
ઐસે બૈન કહે ગુરુ તૌઉ તે ન ધરે ઉર, મિત્ર કૈસે પુત્ર કિધ ચિત્ર કૈસે ચીતે હૈ. એતે પર બહુર સુગુરુ, બોલે વચન રસાલ, સૈન દસા જાગૃહ દસા, કહૈ કી ચાલ. કાયા ચિત્ર સારી મેં કરમ પરજેક ભારી, માયા કી સવારી સેજે ચાદર કલપના, સૈન કરે ચેતન અચેતનતા નીંદ વિર્ય, મોહ કી મરોર યીં લોચન કી ઢપના, ઉદૈ બલ જોર હૈ સ્વાસ કૌ સબદ ઘોર, વિર્ષ-સુખ કારજકી દૌર ય સપના, ઐસી મૂઢ દસા મેં મગન રહે તિહું કાલ, ધાવૈ ભ્રમજાલ મેં ન પાવૈ રૂપ અપના, ચિત્રસારી ન્યારી પરર્જક ન્યારો સેજ ન્યારી, ચાદરિ ભી ન્યારી ઈહાં મૂઠી મેરી થપના, અતીત અવસ્થા સૈન નિદ્રા વાહિ કોઉ પૈન, વિદ્યમાન પલક ન પામૈ અબ છપના, સ્વાસ ઔ સુપન દોઉ નિદ્રાકી અલંગ બૂઝ, સૂઝ સબ અંગ લખિ આતમ દરપના, ત્યાગી ભયૌ ચેતન અચેતનતા ભાવ ત્યાગ, ભાલૈ દૃષ્ટિ ખોલિ કે સંભાલૈ રૂપ અપના, ઈહ વિધિ જે જાગે પુરુષ, તે શિવ રૂપ સદીવ, જે સોવહિ સંસારમાં, તે જગવાસી જીવ.” - શ્રી બનારસીદાસજી' કૃત સ.સા.નિ. ૧૨-૧૬ બનારસીજીના આ અમર વચનામૃતોનો ભાવાર્થ આ છે કે – જગતુ વાસી જીવને ગુરુ ઉપદેશ કરે છે - તમે અહીં સુતાં સુતાં અનંત કાળ વીત્યો છે - “તુમ ઈહાં સોવત અનંત કાલ બીતે હૈં, હવે જાગો ! સચેત થઈ ચિત્ત સમતા સમેત કેવલ વચન સાંભળો ! “જાગો હવૈ સચેત ચિત્ત સમતા સમેત સુનીં !' જેમાં “અક્ષરસ' - ઈદ્રિય રસ જીતાય છે અથવા “અક્ષરસ' - આત્મરસ - ચૈતન્ય રસ જીતાય છે અથવા “જીતે હૈ' - જીવે છે સદાકાળ જીવંત રહે છે. “આવો મેરે નિકટ બતાઉ મેં તુમ્હારે ગુન', તમે મારી નિકટ આવો ! હું તમારા ગુણ બતાવું કે જે ગુણ પરમ સુરસથી ભરેલા છે અને કર્મથી ‘રિક્ત' - ખાલી છે, કર્મશૂન્ય છે “પરમ સુરસ ભરે કરમસૌ રીતે હૈ” એવા વચને ગુરુ કહે છે, તો પણ તે “ઉર' - અંતરમાં ધરતો નથી ! તે શું “મિત્રકનો પુત્ર' - તારા મૈત્રક જેમ સ્થિર આંખની પૂતળી હોયની ! ચિત્રની જેવા ચીતર્યા હોયની ! “મિત્ર કેસે પુત્ર કિધી ચિત્ર કૈસે ચીતે હૈ!' એટલે વળી ફરી પણ વિશેષ કરીને સદ્ગુરુ રસાલ વચન બોલે છે અને શયન દશા અને જાગૃત દશા એ બેની “ચાલ” - ગતિ - રીતિ - પ્રકાર કહે છે - (એ બેના સુંદર હૃદયંગમ શબ્દચિત્રો રજૂ કરે છે -). કાયા - ચિત્રશાળામાં ભારી કર્મ - પર્યક - પલંગ છે, તે પર માયાની સુંવાળી સેજ અને કલ્પનાની ચાદર બીછાવી છે - માયાકી સવારી સેજ ચાદ િકલપના', ત્યાં ચેતન શયન કરે છે, અચેતનતા “નિંદ’ - નિદ્રા લહે છે, મોહની મરોડ’ મરડાવું તે – વક્રગતિ એ જ લોચનનું મીંચાવું છે, ઉદયબલનું જોર એ જ શ્વાસનો ઘોર શબ્દ (ઘોરવું તે) છે - “ઉદય બલ જોર ય હૈ સ્વાસ કૌ સબદ ઘોર' - વિષય સુખ કાર્યનો દૌર' - દોડ - દોડાદોડ એ જ સ્વમું છે - “વિર્ષ સુખ કરજ કી દૌર યહૈ સપના', એવી મૂઢ દશામાં ત્રણે કાળ મગ્ન રહે છે, ભ્રમજાળમાં દોડે છે, પોતાનું રૂપ પામતો નથી - ધાવૈ ભમાલ મેં ન પાવૈ રૂપ અપના !! જીવની શયન દશાની આ સ્થિતિ છે, તેનાથી ઉલટી જ જાગ્રત દશાની આમ સ્થિતિ છે - “ચિત્ર સારી ન્યારી પર્વજંક ન્યારો સેજ ન્યારી', ચિત્રશાળા ન્યારી (જૂદી) છે, તેમાં પર્યક (પલંગ) ન્યારો છે, તેમાં સેજ' - શયા ન્યારી છે, તેમાં ચાદર પણ ન્યારી છે - અહીં મ્હારી સ્થાપના જૂઠી છે. તેમાં સૂઈ જવા રૂપ - શયન કરવારૂપ શયન અવસ્થા “અતીત' છે - ચાલી ગઈ છે “ભૂત” થઈ ગઈ છે, તે અચેતનતા નિદ્રા કોઈ પણ “પલક' - નાનકડી પળભર પણ - ક્ષણ પણ વિદ્યમાન નથી, છે નહિ, કે જેમાં હવે “છપના' - આંખ મીંચાવાનું નથી. “શ્વાસ” (બળવાનું કર્મ ઉદય) અને “સ્વપ્ર - વિષય સુખ કાર્યની દોડાદોડ એ બે તો નિદ્રાની “અલંગ” - અલગાર પરિવાર જાણે છે, અર્થાત નિદ્રા હોય તો પછી તે જોરદાર શ્વાસ અને સ્વમ હોય એમ સમજે છે, આત્મદર્પણ લખીને સર્વ અંગ સૂઝે છે - સૂઝ સબ અંગ લખિ આતમ દરપના”, એટલે ચેતન અચેતનતાભાવ ત્યાગી ત્યાગી થયો અને દૃષ્ટિ ખોલીને ભાળે ને પોતાનું રૂપ સંભાળે છે - “ત્યાગી ભયો ચેતન અચેતનતાભાવ ત્યાગી, ભાલૈ દૃષ્ટિ ખોલિકે સંભાલે રૂપ અપના.' આ જાગ્રત દશાની વિધિથી જે પુરુષ જાગે છે, તે સદૈવ શિવ રૂપ - મોક્ષ રૂપ હોય છે, “ઈ વિધિ જે જાગે પુરુષ તે શિવ રૂપ સદીવ” અને જે સંસારમાં સુવે છે તે ગવાસી જીવ છે - “જો સોવહિ સંસારમાં તે જગવાસી જીવ.” આવા ભાવવાળા આ અમૃત વચનામૃતોથી બનારસીજીએ અમૃતચંદ્રના આ ઉત્થાનિકા કળશના ભાવને “અમૃત' કર્યો છે.
૨૪૪