________________
સમયસાર : આત્મખ્યાતિ
એ છે. તેમણે સર્વ શાસ્ત્રો જાણ્યા, પણ મૂળ બીજભૂત જે આ વેદ્ય સંવેદ્ય પદ તે ફરહ્યું નહિ, આ જીવ અને આ દેહ એવો સ્પષ્ટ આત્મસંવેદનરૂપ નિશ્ચય તેમણે કર્યો નહિ, તેથી તેમ થયું. આમ મૂળ બીજભૂત સ્વ સંવેદન જ્ઞાન જ્યાં અવશ્ય છે એવા વેદ્યસંવેદ્યપદના સદૂભાવે થોડું જઘન્ય જ્ઞાન પણ શીઘ મહાકલ્યાણકારી થાય છે અને તેના અભાવે ઉત્કૃષ્ટ જ્ઞાન પણ તેવું કલ્યાણકારી થતું નથી. આ વેદ્યસંવેદ્યપદનો - સમ્યગુદર્શનનો અતિ અતિ અદ્ભુત મહિમા બતાવે છે.
આ વેદ્ય સંવેદ્ય પદના - સ્વ સંવેદનરૂપ જ્ઞાન પદના પ્રભાવે સ્વ - પર વિભાગમાં વિભક્ત સર્વ અર્થના વિકલ્પ રૂપ - આકાર અવભાસન રૂપ સ્વપ૨ વિવેક સર્વ પ્રકારના જ્ઞાનમાં સામાન્ય છે. અર્થાત સ્વ - પર સર્વ વિભાગમાં વિભક્ત વસ્તુ સ્વરૂપ પણ તેના ભેદ વિજ્ઞાન રૂપ યથાર્થ સ્વરૂપે અત્ર સમ્યગુ દૃષ્ટિ જ્ઞાની પુરુષને સંવેદાય છે, તેથી તે સર્વ શ્રેય - ઉપાદેય વિવેક બરાબર જાણે છે. આ વસ્તુ ત્યાગવા યોગ્ય છે અને આ વસ્તુ આદરવા યોગ્ય છે, એવો સ્પષ્ટ વિવેક, નિર્ધાર, નિશ્ચય બુદ્ધિ, સંવેદન તેના આત્મામાં દેઢ છા૫પણે અંકિત થઈ ગયેલ હોય છે અને તે સ્વ - પર વિવેક સર્વ પ્રકારના જ્ઞાનમાં સામાન્યપણે અનુવર્તે છે જ, એટલે સર્વ પ્રકારના જ્ઞાનમાં એ સામાન્ય છે અને એથી સામાન્ય રૂપે એ સર્વ પ્રકારના જ્ઞાનને એકપણું પમાડે છે, એમ આ નીચેની ગાથાના ભાવનું આ ઉત્થાનિકા કળશમાં સૂચન છે.
૨૫૪