________________
સમયસાર : આત્મખ્યાતિ
આ એક જ જ્ઞાનપદ સ્વાદ્ય છે એવા ભાવનો સમયસાર કળશ (૭) પ્રકાશે છે –
* મનુ,૬ एकमेव हि तत्स्वायं विपदामपदं पदं । अपदास्येव भासते पदान्यन्यानि यत्पुरः ॥१३९॥ પદ એક જ તે સ્વાદ્ય, અપદ વિપદો તણું; જેની પાસે પદો બીજા, ભાસે જ અપદો ગણું.
અમૃત પદ-૧૩૯
સ્વામી સુજાત સુહાયા' - એ રાગ પદ જ્ઞાન એક જ પદ ચાખો ! પદ અમૃત જ પદ ચાખો ! બીજું બધું ય ફગાવી નાંખો, જ્ઞાન અમૃત પદ સ્થિર રાખો.. પદ જ્ઞાન એકજ. વિપદોનું અપદ પદ એવું, એક જ તે સ્વાદ લેવા જેવું, પદો અન્ય જે પદની પાસે, અપદો જ ખરેખર ! ભાસે... પદ શાન એકજ. ભગવાન અમૃતચંદ્રની વાણી, સુણી અનુભવ અમૃત ખાણી,
અનુભવ જીભે લેશે જે જાણી, જ્ઞાન પદ લેશે તે માણી... પદ જ્ઞાન એકજ. અર્થ - “સ્વાદ્ય' - સ્વાદ લેવા યોગ્ય એવું તો તે (જ્ઞાન) એક જ “પદ છે, કે જે પદ વિપદોનું અપદ છે અને જેની આગળમાં અન્ય પદો અપદો જ ભાસે છે. ૧૩૯
અમૃત જ્યોતિ મહાભાષ્ય ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ;
મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિન સ્વરૂપ.” - શ્રીમદ્ રાજચંદ્રજી આમ “આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં જે જ્ઞાન “પદ’નું સૈદ્ધાંતિક સંસ્થાપન કર્યું, તે આ જ્ઞાન પદના પરમ અમૃત રસનો મહાસ્વાદ જેણે સ્વાદ્યો છે, એવા પરમ ભાવિતાત્મા “વિજ્ઞાનઘન” અમૃતચંદ્રજીએ જ્ઞાનપદનો મહામહિમા ઉત્કીર્તન કરતા આ કળશ કાવ્યમાં આ જ્ઞાન “પદ'ની મુક્ત કંઠે સ્તુતિ કરતાં, જ્ઞાન “પદ'નું સ્વાદન કરવા અન્ય આત્માર્થીઓને પરમ ભાવવાહી આહ્વાન કર્યું છે - જિનેવ દિ તત સ્વાર્ધ - ખરેખર ! ત્રણ કાળમાં ન કરે એવા નિશ્ચયે કરીને સ્વાદ લેવા યોગ્ય - “સ્વાદ્ય” જો કોઈ પણ હોય તો તે “ત' જ્ઞાનપદ “એક જ છે, કે જે જ્ઞાનપદ “વિપદોનું અપદ છે' - વિપવામvહું પર્વ “વિપદોનું” - વિરુદ્ધ વિપરીત વિષમ પદોનું અએવ વિપદોનું - વિપદાઓનું “અપદ' - અસ્થાન છે, જ્યાં કોઈ પણ વિપદ્દનું - વિપદાનું પદ - સ્થાન - ઉભવાનું ઠેકાણું રહેતું નથી અને
વીજચનાનિ થયુ:” - જે જ્ઞાન પદની આગળમાં “અન્ય” - બીજા બધા પદો “અપદો જ’ - અસ્થાનો જ ભાસે છે ! ઈંદ્રપદ હો કે ચક્રવર્તી પદ હો, વાસુદેવ પદ હો કે પ્રતિવાસુદેવ પદ હો, કે જગતમાં નાના મોટા ગણાતા બીજા કોઈ પણ પદ હો, પણ તે બધાય આત્મસ્વભાવભૂત નહિ ઉપલભાતા - નહિ અનુભવાતા, અનિયત, અનેક, ક્ષણિક, વ્યભિચારી પદો સ્વયં અસ્થિર - અસ્થાયિ હોઈ “પદ' નામને પણ યોગ્ય નહિ હોવાથી, આત્મસ્વભાવભૂત ઉપલભાતા - અનુભવાતા, નિયત, એક, નિત્ય, અવ્યભિચારી એવા સ્વયં સ્થિર - સ્થાયિ જે જ્ઞાનપદની સમક્ષ “અપદો જ’ અસ્થાનો જ ભાસે છે - જણાય છે - પલાળેવ માતંતે |
૨૫૦