________________
સમયસાર : આત્મખ્યાતિ
છે. એટલે સમ્યગુદૃષ્ટિ જ્ઞાની પુરુષ ભોગ ભોગવે છે છતાં બંધાતા નથી ને કર્મ નિજર જ છે ! ને અજ્ઞાની ભોગ ન ભોગવતાં પણ બંધાય છે ! આમ ઉચ્ચ કોટિના સમ્યગુદૃષ્ટિને - જ્ઞાનદશા સંપન્ન જ્ઞાનીને ભોગો બંધ હેતુ બની ભવહેતુ કેમ થતા નથી ? તેનો સુંદર હૃદયંગમ ખુલાસો કરતાં શ્રી હરિભદ્રાચાર્યજી “યોગદેષ્ટિ સમુચ્ચય' ગ્લો. ૧૬૪માં પ્રકાશે છે. શ્રી યશોવિજયજીએ પણ કહ્યું છે -
વિષપાનાં તતો ચંદનનને નિયમોષતિ ન ! अज्ञानिनां ततो बंधो ज्ञानिनां तु न कर्हिचित् ॥ सेवते 5 सेवमानोऽपि सेवमानो न सेवते । sરિ પરનનો ન ચાલ્જયન પરનનાનપ ” - શ્રી યશોવિજયજી કૃત “શ્રી અધ્યાત્મસાર'
આકૃતિ
કોઈ (નોકર)
પ્રકરણમાં વ્યાકૃત કરાતો છતાં પ્રકરણ સ્વામિત્વ અભાવથી
પ્રાકરશિક નથી
બીજા શેઠ)
પ્રકરણમાં : : અથાગૃત થતો છતાં
પ્રકરણ સ્વામિત્વથી પ્રાકરણિક છે
સમ્યગુ દૃષ્ટિ પૂર્વ કર્મોદય સંપન્ન વિષયો સેવતાં છતાં રાગાદિ ભાવોને અભાવે : : વિષય સેવનફલ સ્વામિત્વથી
અસેવક જ છે
મિથ્યાષ્ટિ
વિષયોને
અસેવતો છતાં રાગાદિ ભાવોને સદ્ભાવે વિષય સેવનના સ્વામિત્વથી
સેવક છે.
“એનું (છઠ્ઠી કાંતા દૃષ્ટિવાળા યોગીનું) મન નિત્યે કૃતધર્મમાં હોય છે, કાય જ અન્ય કાર્યમાં હોય છે, આથી કરીને જ આક્ષેપક જ્ઞાનને લીધે એને ભોગો ભવહેતુ થતા નથી.'
"श्रुतधर्मे मनो नित्यं कायस्त्वस्यान्यचेष्टिते । ગતત્ત્વાક્ષેપક જ્ઞાનાન્ન મોળા મહેતવઃ ” - શ્રી યોગદષ્ટિ સમુચ્ચય', ગ્લો. ૧૬૪
" અર્થાતુ “આ દૃષ્ટિમાં સ્થિતિ કરતા સમ્યગુદૃષ્ટિ યોગી પુરુષને આત્મધર્મની એટલી દઢ ભાવના ઉપજી હોય છે, કે તેનું મન શ્રીમદ્ સત્પરુષ સદ્ગુરુ ભગવાન પાસેથી શ્રવણ કરેલા તે શ્રતધર્મમાં –
આગમમાં નિરંતર લીન રહે છે. ભલે તેનું શરીર સંસાર સંબંધી બીજા આક્ષેપક જ્ઞાન સામાન્ય કાર્યમાં પ્રવૃત્ત હોય, પણ તેનું ચિત્ત તો તે આજ્ઞા રૂપ શ્રત ધર્મમાં
જ ચોટેલું હોય છે. આ ધર્મનું તેને કોઈ એવું અજબ આકર્ષણ - આક્ષેપણ હોય છે, કે ગમે તે કાર્ય કરતાં પણ તેના ચિત્તનો પોતાના ભણી આક્ષેપક - આકર્ષણ કરે છે. લોહ ચુંબક જેમ લોઢાને ખેંચી રાખે છે, તેમ શ્રતધર્મ પ્રત્યે આવું સહજ સ્વભાવે આક્ષેપનારૂં - આકર્ષનાડું - ખેંચી રાખનારું જ્ઞાન “આપક જ્ઞાન” કહેવાય છે અને તેવું સહજ સ્વભાવસિદ્ધ જ્ઞાન ધરાવનારા આ જ્ઞાની પુરુષ “જ્ઞાનાક્ષેપકવત’ કહેવાય છે. અત્રે આ લોકપ્રસિદ્ધ દૃષ્ટાંત ઘટે છે - મહિલાનું અર્થાતુ પતિવ્રતા સ્ત્રીનું મન ઘર સંબંધી બીજું બધાં કામ કરતાં પણ પોતાના પ્રિયતમમાં જ લગ્ન થયેલું હોય છે. તેમ જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાની પુરુષનું ચિત્ત પણ સંસાર સંબંધી અન્ય કાર્ય કરતાં છતાં, કે ભોગ ભોગવતાં છતાં પણ નિરંતર શ્રતધર્મમાં જ લીન હોય છે, આસક્ત હોય છે. આ મહામુમુક્ષનું મન મોક્ષમાં અને ખોળીઉં સંસારમાં - એવી સ્થિતિ હોય છે.
“મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત રે, તિમ શ્રત ધર્મે મન દેઢ ધરે, શાનાક્ષેપકવંત રે. ધન ધન શાસન જિનવર તણું.” - શ્રી યશોવિજયજી કૃત “યોગદૃષ્ટિ સજઝાય”
આ શ્લોકની વસ્તુ ચાલુ પ્રકરણમાં વિષય સામ્યને લીધે આ “સમયસાર' ગ્રંથની પ્રત ગાથાઓનું હાર્દ સમજવા અતીવ ઉપયોગી હોવાથી પ્રસ્તુત શ્લોક પરનું મારું પોતાનું વિવેચન પણ અત્ર સમગ્રપણે અવતાર્યું છે. - ભગવાનદાસ
૨૨૨