________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૩૬
વૈરાગ્ય શક્તિ' - શાન વૈરાગ્ય સામર્થ્ય હોય છે. એમ શા કારણને લીધે ? “કારણકે સ્વરૂપ આતિ (પ્રાપ્તિ) પરરૂપ મુક્તિ વડે કરીને સ્વ વસ્તુત્વ કળવાને અર્થે આ - સમ્યગુદૃષ્ટિ સ્વ અને પર એવો આ તત્ત્વથી પ્રગટ ભેદ જાણીને સ્વમાં રહે છે અને સર્વતઃ પર એવા રાગયોગથી પરથી વિરમે છે.” અર્થાત્ જે સમ્યગુદૃષ્ટિ છે તે સ્વ વસ્તુત્વ - આત્માનું વસ્તુપણું કળવાને - અનુભવવાને પરિપૂર્ણ સમર્થ હોય છે - સ્વ વસ્તુત્વે મિતું આ સ્વ વસ્તુત્વ કળવાને તે સમર્થ શાથી હોય છે ? તો કે - “વા રૂપારિમુવલ્યા' - સ્વરૂપની આતિથી - પ્રાપ્તિથી અને અન્યરૂપની - પરરૂપની મુક્તિથી - મૂકી દેવા રૂપ પરિત્યજનાથી - ઝંડનાથી - અર્થાત સ્વરૂપનું ગ્રહણ કરવાથી અને પરરૂપનું પરિત્યજન કરવાથી તે સ્વ વસ્તુત્વને કળવાને પરિપૂર્ણ સમર્થ (અલ) હોય છે. આ સ્વરૂપ પ્રાપ્તિ અને પરરૂપ મુક્તિ તેને કયા વિધિથી કેવા પ્રકારે બનવા પામે છે? યસ્માત્ જ્ઞાતા વ્યતિવરદ્ધિ તત્ત્વતઃ - “સ્વ” અને “પર” એવો આ વ્યતિકર - પ્રગટ ભેદ તત્ત્વથી - પરમાર્થથી જાણીને, શું ? ભિન્નમસ્તે - સ્વમાં બેસે છે અને વિરમતિ પરત્ - પરથી વિરમે છે, શાને લીધે ? સર્વતો રામાયોકાર્િ - સર્વતઃ સર્વથી સર્વથા પર એવા રાગ યોગ એને લીધે, અર્થાતુ તે “સ્વમાં બેસે છે “સ્વમાં' આસન કરે છે - બેઠક જમાવે છે, “સ્વમાં રહે છે અને સર્વતઃ રાગયોગ પરથી વિરમે છે - પરભાવથી વિરતિ - વિરામ પામે છે, તેનું પરભાવમાં રમવાનું વિગત થાય છે - ચાલ્યું જાય છે - “વિરમે છે. તે પરભાવથી “વિરમે છે - વિરતિ - વિરાગ પામે છે, એટલે તે પરભાવથી “વિરમે છે - વિરતિ – વિરામ પામે છે - અટકે છે, પરભાવ પ્રત્યે જતો વિરમે છે - અટકે છે - થોભે છે (stops, descits, halls). આમ પરથી વિરમી તે સ્વમાં સ્થિર કેમ રહે છે ? સર્વતઃ - સર્વથા પર એવા રાગયોગને લીધે પરભાવ પ્રત્યેનો તેનો રાગ સર્વથા છૂટી ગયો છે એટલે તેને રાગનો સર્વથા અભાવ - “અરાગ' હોય છે, તે અરાગના યોગને - સંબંધને લીધે તે પરથી વિરમે છે - વિરતિ પામે છે ને સ્વમાં સ્થિર બેસે છે; અને આમ (૧) પ્રથમ તો તે સ્વ - પરનો તત્ત્વથી પ્રગટ ભેદ જાણે છે, (૨) એટલે પર પ્રત્યેનો
છૂટી જાય છે. તે અરાગ - વિરાગ હોય છે. (૩) એટલે તે સ્વમાં રહે છે અને પરથી વિરમે છે. આમ આ અનુક્રમથી આ વિધાન કરે છે એટલે જ તે સ્વરૂપ પ્રાપ્તિ અને પરરૂપ મુક્તિ વડે કરીને સ્વ વસ્તુત્વ કળવાને સમર્થ થાય છે. એટલે સ્વ - પર રૂપને જાણવા પરથી તેની જ્ઞાનશક્તિ અને એમ જાણીને સ્વમાં રહેવા અને પરથી વિરમવા પરથી તેની વૈરાગ્ય શક્તિ જણાઈ આવે છે અને એટલે જ આમ સ્વરૂપ પ્રાપ્તિ અને પરરૂપ મુક્તિથી સ્વ વસ્તુત્વ કળવાને સમર્થ એવી જ્ઞાન - વૈરાગ્યશક્તિ સમ્યગુદૃષ્ટિને ચોક્કસ નિયતપણે હોય જ છે.
આકૃતિ
પર
સમ્યગુદૃષ્ટિને – જ્ઞાન-વૈરાગ્ય
-સ્વ ગ્રહણ ,
સ્વ માં
>
પર ત્યાગ : :
રાગ યોગથી વિરતિ
સ્થિતિ |
૨૨૭