________________
પુણ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૫૩
વ્રત એ જ દેશધર્મ છે,
‘સ્વભાવ” ધર્મમાં વર્તવાનો અભ્યાસ : સમ્યક્ત્વ મૂલ દેશ વિરતિ સર્વ વિરતિ ધર્મ
અર્થાત્ દેશથી અંશથી પણ પરભાવ-વિભાવથી વિરામ પામી આત્માને સ્વસ્વભાવ રૂપ ધર્મમાં આણવાનો અભ્યાસ છે. આ સમ્યક્ત્વ મૂલ દ્વાદશ વ્રતનું વ્યવહારથી અને નિશ્ચયથી સ્વરૂપ સમ્યપણે વિચારવા યોગ્ય છે. (આ અંગે જુઓ મસ્કૃત પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પા. ૩૯). આમ આત્મ પરિણામ રૂપ દેશધર્મના આરાધનથી સમ્યગ્દષ્ટિ દેશવિરતિ પુરુષ પરભાવ-વિભાવથી યથાશક્તિ વિરામ પામતો જઈ, તે આત્મસ્વભાવ ધર્મની આંશિક સાધના કરતો - પદે પદે કરીને પણ ચારિત્ર ધર્મ પર્વત પર આરોહણ કરતો જાય છે. કારણકે શ્રી હરિભદ્રાચાર્યજીએ ધર્મબિન્દુમાં કહ્યું છે તેમ ‘અલ્પ ગુણોને પણ જે સમ્યપણે આરાધે છે, તે પછી ઘણા ગુણોની આરાધનાને પણ યોગ્ય થાય છે', અને અનુક્રમે ચારિત્રમોહને ક્ષય કરી, તે સર્વ પરભાવ-વિભાવથી વિરામ પામવા રૂપ સર્વવિરતિ ધર્મરૂપ મૌન-મુનિપણું અંગીકાર કરવાને પણ
યોગ્ય બને છે.
-
મોક્ષ પામવા ઈચ્છનાર મુમુક્ષુએ દેહમાં આત્મબુદ્ધિ રૂપ મિથ્યાત્વ છોડીને આત્મામાં આત્મબુદ્ધિ રૂપ સમ્યક્ત્વ ધારી, તે દેહાદિ-રાગાદિ પરભાવ-વિભાવથી સર્વથા વિરામ પામવા રૂપ સર્વવિરતિભાવ વ્રત પરિણામ અવશ્ય આદરવા યોગ્ય છે. સર્વ પ્રાણાતિપાતથી, સર્વ મૃષાવાદથી, સર્વ અદત્તાદાનથી, સર્વ મૈથુનથી અને સર્વ પરિગ્રહથી મન-વચન-કાયાથી ત્રિવિધે ત્રિવિષે વિરમણ તે સર્વ વિરતિ કહેવાય છે અને તે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ એ પંચ ‘મહાવ્રત’ નામે પ્રસિદ્ધ છે. મહત્ પુરુષોએ આચરેલ હોવાથી, મહાન્ મોક્ષને પ્રસાધનાર હોવાથી અને સ્વયં પણ મહાન્ હોવાથી આ મહાવ્રતો કહેવાય છે તે યથાર્થ છે. આ સમ્યક્ત્વ મૂલ અહિંસાદિ વ્રતનું સ્વરૂપ દ્રવ્યથી અને ભાવથી બન્ને પ્રકારે સમજવા યોગ્ય છે. (૧) સર્વ જીવોનો આત્મબંધુ સમાન જાણી, સ્થાવર કે ત્રસ કોઈ પણ પ્રાણીને મનથી વચનથી કે કાયાથી હણવો નહિ, હણાવવો નહિ કે હણતાં અનુમોદવો નહિ, તે પ્રથમ અહિંસા મહાવ્રત. ભાવથી તો રાગાદિ વિભાવ પરિણામે કરીને આત્માના સ્વભાવભૂત જ્ઞાન-દર્શનરૂપ ભાવપ્રાણની શુદ્ધ આત્મપરિણામની હિંસા ન થવા દેવી તે અહિંસા. (૨) સૂક્ષ્મ મૃષાવાદથી પણ વિરમી, જે જેમ છે તેમ સાચું બોલવું તે બીજું સત્ય મહાવ્રત. ભાવથી તો એક શુદ્ધ આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ પોતાની નથી, પર વસ્તુ છે, તેને પર કહેવી, સ્વ ન કહેવી તે સત્ય. (૩) તૃણ માત્ર પણ પારકી વસ્તુ અણદીધી ન લેવી તે ત્રીજું અસ્તેય મહાવ્રત. ભાવથી તો શુદ્ધ આત્મા સિવાય પરવસ્તુનું આદાન - ગ્રહણ તે અદત્તાદાન - ચોરી છે, તેથી વિરમવું તે અસ્તેય. (૪) મન-વચન-કાયાથી અબ્રહ્મચર્યનું વર્જન તે ચોથું બ્રહ્મચર્ય મહાવ્રત. અબ્રહ્મમાં અનાત્મરૂપ પરવસ્તુમાં વિચરવા રૂપ અબ્રહ્મચર્ય - વ્યભિચાર છોડી, બ્રહ્મમાં શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરવું – ૨મણ કરવું તે ભાવથી બ્રહ્મચર્ય. (૫) ધન, ધાન્ય, ગૃહ, પુત્ર આદિ સર્વ સચિત્ત અચિત્ત પરિગ્રહથી વિરામ પામવું, કોઈ પણ પોતાની માલિકીની વસ્તુ ન હોવી એવું અકિંચનપણું ધારવું તે પાંચમું અપરિગ્રહ મહાવ્રત. ભાવથી તો મિથ્યાત્વ, વેદ (કામેચ્છા), કષાય, નોકષાય એ ચૌદ આવ્યંતર પરિગ્રહનો પરિત્યાગ કરી, આત્મા સિવાયની પરમાણુ માત્ર પણ પરવસ્તુ પ્રત્યે મૂર્છા-મમત્વ ન ધરવું તે અપરિગ્રહ. આવી જેની અપરિગ્રહ ભાવના હોય, તે પછી દ્રવ્ય પરિગ્રહ શાને એકઠો કરે ? અને જે મૂર્ચ્છના આયતન રૂપ દ્રવ્ય પરિગ્રહ ન ગ્રહે, તેને ઉક્ત અપરિગ્રહ ભાવના કેમ દેઢ ન થાય ? આ પ્રકારે પાંચે વ્રતોના દ્રવ્ય-ભાવ પ્રકારોનો પરસ્પર કાર્યકારણ સંબંધ છે અને એમ કરતાં શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ થાય છે. આ જે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ તેમાં ઉત્કૃષ્ટ કોટિનું વ્રતપાલન સમાઈ જાય છે. કારણકે આમ આત્મા દ્રવ્ય-ભાવથી પૂર્ણ અહિંસામય બને છે અને સમસ્ત પરભાવ વિભાવથી વિરામ પામી, આ આત્મારામી યોગી શુદ્ધ સ્વભાવમાં આરામ કરે છે અને આમ શુદ્ધ સ્વરૂપ પદમાં સ્થિતિ તેનું નામ જ પરમ અહિંસા, તેનું નામ જ પરમ સત્ય, તેનું નામ જ પરમ અસ્તેય, તેનું
દ્રવ્યથી ભાવથી મહાવ્રત સ્વરૂપ : શુદ્ધ આત્માની સિદ્ધિમાં નિશ્ચય વ્રત
-
-
૫૧
-