________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૧૯૬
આકૃતિ મદ્ય પાયક
જ્ઞાની મદ્ય પીતા છતાં તીવ્ર અરતિ ભાવ સામર્થ્ય થકી
વિષયો ઉપભોગવતા છતાં તીવ્ર વિરાગભાવ સામર્મ થકી નથી મદ પામતો
નથી બંધાતો
કારણકે સમ્યગૃષ્ટિ પુરુષ ભાવે છે કે – આ સર્વ જગાલ મૃગતૃષ્ણા જેવી છે, મૃગજલ જેવી -
ઝાંઝવાના પાણી જેવી મિથ્યા આભાસ રૂપ મૃગજલ જેમ મિથ્યા છે તેમ છે. શાનીની વૈરાગ્ય-ભાવના આ દેહ-ગૃહાદિ સર્વ આત્મબાહ્ય ભાવો મૃગજલ જેવા મિથ્યા છે, તે પોતાના
નથી, છતાં અવિવેક રૂપ દેહાધ્યાસથી - મિથ્યાભાસથી - અસત કલ્પનાથી પોતાના ભાસે છે ! એટલે મૃગ-પશુ જેવો મૂઢ જીવ તેને પોતાના ગણી, તે મેળવવાની દુરાશાથી, તેની પાછળ “જેતી મનની રે દોડ’ - જેટલું દોડાય તેટલું દોડે છે. પણ જે વસ્તુ વસ્તુતઃ પોતાની છે જ નહિ, તે કેમ હાથમાં આવે ? અથવા તો આ દેહગૃહાદિ ભાવો ગગનનગર જેવા છે, આકાશમાં રચાયેલા નગર” જેવા છે ! ઈદ્રાલીઆ આકાશમાં નગર રચનાનો ખોટો ભાસ ઉભો કરાવે છે. પણ તે મિથ્યાભાસ રૂપ નગર તો ક્ષણવારમાં ક્યાંય “છુ” થઈ જાય છે ! ક્યાંનું ક્યાંય અલોપ થઈ જાય છે ! વળી આકાશમાં અદ્ધર નિરાધારપણે એવું નગર રચવું અશક્ય છે ! હવામાં જિલ્લા બાંધવા (castle in air) અસંભવિત છે, શેખચલ્લીના વિચાર જેવા મિથ્યા કલ્પનાના ઘોડા છે ! તેની જેમ આ દેહ - ગૃહ આદિ બાહ્ય પદાર્થો ક્ષણભંગુર ને મિથ્યાભાસ રૂ૫ છે, ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે. ગગનનગર જેવા આ દેહાદિ ખરેખર ! આત્માથી બાહ્ય છે, પરભાવ છે, તેની સાથે પરમાર્થથી આ આત્માને કાંઈ લેવાદેવા નથી. છતાં આ દેહાદિ સાથે કંઈ પણ સંબંધની કલ્પના તે આકાશમાં નગર રચના જેવી મિથ્યા કલ્પના માત્ર છે. * ખરેખર ! “દેહોમાં આત્મબુદ્ધિથી પુત્ર, સ્ત્રી આદિ કલ્પનાઓ ઉપજી છે અને તેના વડે આત્માની સંપત્તિ માનતું જગતુ અરે ! હણાઈ ગયું છે.” અથવા આ દેહ-ગૃહ આદિ આત્મબાહ્ય પદાર્થો સ્વપ્ર સમાન છે. સ્વપ્રમાં દીઠેલી વસ્તુ જેમ જાગ્રત અવસ્થામાં દેખાતી નથી, મિથ્યા જણાય છે, તેમ અજ્ઞાન રૂપ સ્વમ દિશામાં દેખાતી આ દેહાદિ કલ્પના આત્મજાગ્રતિ રૂપ જ્ઞાનદશામાં વાસ્તવિક દેખાતી નથી, મિથ્યાભાસ રૂપ જણાય છે. ગમે તેવું સુંદર સ્વમ આવ્યું હોય અને તેમાં ગમે તેવા ઉત્તમ ભોગ ભોગવ્યા હોય, છતાં તેને ક્ષણવારમાં વિલય થતાં વાર લાગતી નથી અને “હાય ! તે ભોગ ચાલ્યા ગયા ને અમારા ભોગ મર્યા ! - એવો મિથ્યા ખેદ મનમાં બાકી રહે છે ! તેમ આ દેહ-ગૃહાદિનો સુંદર યોગ થયો હોય અને ચક્રવર્તી આદિની ઋદ્ધિ પ્રાપ્ત થઈ ઉત્તમ ભોગોની વિપુલતા સાંપડી હોય, તો પણ તે સર્વ ક્ષણવારમાં સ્વમાની જેમ દષ્ટનષ્ટ થઈ જાય છે. ને હાય ! આ
મ્હારા ભોગ ચાલ્યા ગયા, એવો વસવસો મનમાં રહી જાય છે ! “ભીખારીનો ખેદ એ મનનીય દૃષ્ટાંત અત્ર બરાબર લાગુ પડે છે. કોઈ એક ભીખારીને સ્વપ્રમાં ઉત્તમ રાજવૈભવ સાંપડ્યો છે. ને પછી
"गगननगरकल्पं संगमं वल्लभानां, जलदपटलतुल्यं यौवनं वा धनं वा । રંગનrશરીર વનિ વિપુલતાન, ગવતિ સનતં વિત્રિ સંસારવૃત્ત છે” - શ્રી શુભચંદ્રાચાર્યજી કૃત શ્રી જ્ઞાનાર્ણવ "देहेष्वात्मषिया जाताः पुत्रभार्यादिकल्पनाः । સંત્તિમાત્રનામ ચલે. દા ત ગ .” - શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત સમાધિશતક “અહો ભવ્યો ! ભીખારીનાં સ્વપ્ર જતાં સંસારનાં સુખ અનિત્ય છે, સ્વપ્રમાં જેમ તે ભીખારીએ સુખ સમુદાય દીઠો અને આનંદ માન્યો તેમ પામર પ્રાણીઓ સંસાર સ્વમના સુખ સમુદાયમાં આનંદ માને છે. જેમ તે સુખ સમુદાય જાગૃતિમાં મિથ્યા જણાયા તેમ જ્ઞાન પ્રાપ્ત થતાં સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વમના ભોગ ન ભોગવ્યા છતાં જેમ ભીખારીને ખેદની પ્રાપ્તિ થઈ, તેમ મોહાંધ પ્રાણીઓ સંસારનાં સુખ માની બેસે છે અને ભોગવ્યા સમ ગણે છે. પરંતુ પરિણામે ખેદ, દુર્ગતિ અને પશ્ચાત્તાપ લે છે, તે ચપળ અને વિનાશી છતાં સ્વમનાં ખેદ જેવું તેનું પરિણામ રહ્યું છે. એ ઉપરથી બુદ્ધિમાન પુરુષો આત્મહિતને શોધે છે.” - પરમતત્ત્વ દેખા શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત મોક્ષમાળા (બાલાવબોધ) પાઠ-૪૨
૨૧૧