________________
સમયસાર : આત્મખ્યાતિ
શું? અને ખરેખરા જ્ઞાનીને તો બન્ને સામર્થ્ય – જ્ઞાન સામર્થ્ય અને વૈરાગ્ય સામર્થ્ય અદ્ભુત વર્તે છે.
જ્ઞાન-શ્રી સંપન્ન ખરેખરા “શ્રીમંત' શાનીનો “જ્ઞાન વૈભવ' (શાન સમૃદ્ધિ) શનીનો શાન વૈભવ. એટલો બધો વિપુલ છે અને “વિરાગતા બલ' એટલું બધું અતુલ છે કે વિરાગતા બલ બીચારી મગતરા જેવી ભોગશક્તિ તેવા મહાયોગી મહામલ્લ પર પોતાનું
બંધફલ રૂપ કંઈ પણ બળ અજમાવી શકવાને સમર્થ થતી નથી ! વિશ્વ મોહિની ભોગશક્તિના મોહબંધથી બાંધવા માટેના ગમે તેટલા દાવપેચમાંથી આ અમોહ સ્વરૂપ મહામલ્લ આબાદ છટકી જાય છે ! “હું એક નિશ્ચય કરીને શુદ્ધ, દર્શન-જ્ઞાનમય સદા અરૂપી છું, અન્ય કિંચિત્ પણ પરમાણુ માત્ર પણ મ્હારૂં છે નહિ' - એવી શુદ્ધાત્માનુભૂતિમય શુદ્ધોપયોગની આત્યંતિક આત્મભાવનાથી જ્ઞાનીએ એટલો બધો જ્ઞાનવૈભવ (Wealth of Knowledge) સંચય કર્યો છે કે નિર્માલ્ય નિસાર ભોગશક્તિ તેમને અકિંચિતુકર થઈ પડે છે અને તે જ્ઞાનના સહજ કુલ રૂપ તેમની વિરાગતા-વીતરાગતા પણ એટલી બધી પ્રબલા હોય છે કે નિર્જલા ભોગશક્તિ “અબલાનું તે “મહા પુરુષ'ની આગળ કાંઈ ચાલતું નથી.
આકૃતિ પુરુષ
જ્ઞાની વિષય સેવન છતાં
જ્ઞાન વૈભવ - વિરાગતા બલ થકી
વિષયફલ શૂન્ય
સેવક છતાં અસેવક
કારણકે આ ધીમંત જ્ઞાની સમ્યગુદૃષ્ટિ પુરુષને તમો ગ્રંથિના વિભેદથી અખિલ જ ભવચે
ખરેખર ! બાલધૂલી ગૃહ ક્રીડા* તુલ્ય ભાસે છે. સમસ્ત સંસાર ચેઝ બાલકની બાલ ધૂલિગૃહ કીડા ધૂલિગૃહ ક્રિીડા જેવી લાગે છે. કારણકે પ્રકૃતિથી અસુંદરપણાથી ને સરખી ભવચેષ્ટા અસ્થિરપણાથી તે બન્નેનું સમાનપણું છે. બાલક ધૂળના કૂબા (ઘર) અહીં ભાસે રે’ બનાવવાની રમત રમે છે. તે કુબા પ્રકૃતિથી - સ્વભાવથી અસુંદર ને હાથ
લગાડતાં કે ઠેસ મારતાં પડી જાય એવા અસ્થિર હોય છે. તેમ આ સર્વ સંસારચેષ્ટા પણ પ્રકૃતિથી અસંદર - અરમણીય અને અસ્થિર છે, ક્ષણમાત્રમાં શીર્ણ વિશીર્ણ થઈ જાય એવી ક્ષણભંગુર છે. આમ એ બન્નેનું તુલ્યપણું છે. અરે ! ચક્રવર્તી આદિની ઋદ્ધિ કે જે સંસારમાં સર્વોત્કૃષ્ટ ગણાય છે, તે પણ તત્ત્વથી જોતાં વિષમિશ્રિત અન્ન જેવી અસુંદર અને અસ્થાયી છે. જે પ્રચંડ પ્રતાપે કરીને છ ખંડના અધિરાજ બન્યા હતા ને “બ્રહ્માંડમાં બળવાનું થઈને ભૂપ ભારી ઉપજ્યા' હતા,
એ ચતુર ચકી ચાલિયા હોતા ન હોતા હોઈને', હાથ ખંખેરીને આવ્યા હતા તેવા ખાલી હાથે ચાલી નીકળ્યા છે. આ જગતમાં એટલા બધા ચક્રવર્તીઓ થઈ ગયા છે, કે જ્યારે કોઈ નવો ચક્રવર્તી થાય છે, ત્યારે કિંકિણી રત્નથી ઋષભટ પર્વત પર પોતાનું નામ ઉત્કીર્ણ કરતી વેળાએ તેને એક નામ ભૂંસી નાંખવું પડે છે, ત્યારે તો તેના નામ માટે જગ્યા થાય છે ! આમ આ પૃથ્વીના અનંત સ્વામી થઈ ગયા
ને આ પૃથ્વી કોઈ સાથે ગઈ નથી કે જવાની નથી. આ જગતની સર્વોચ્ચ પદવીની પણ આ દશા છે, તો પછી એનાથી ઉતરતી એવી અન્ય કક્ષાઓની શી વાત કરવી ?
આમ બાલકના કૂબા જેમ સાવ તકલાદી ને ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે, તેમ આ સર્વ સંસારનો ખેલ પણ ક્ષણવારમાં ખતમ થઈ જાય છે, હતો ન હતો થઈ જાય છે. આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર ક્ષણભંગુરતા ને અરમ્યતા જ ભરી છે. તે તો બાલકના કૂબાની જેમ બાલજીવોને જ
"बालधूलीगृहक्रीडा तुल्यास्यां भाति धीमताम् । તમોગ્રંજિવિએલેન બદલવ દિ ” - શ્રી યોગદષ્ટિ સમુચ્ચય શ્લો. ૧૫૫
૨૧૬