________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૩૫ જ્ઞાની સેવતો છતાં નથી સેવતો એવા નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો ઉસ્થાનિક સમયસાર કળશ (૩) આત્મખ્યાતિ કર્તા લલકારે છે –
રથોદ્ધતા વૃત્ત नाश्नुते विषयसेवनेऽपि यत्, स्वं फलं विषयसेवनस्य ना । ज्ञानवैभवविरागताबलात्, सेवकोऽपि तदसावसेवकः ॥१३५॥ ભોગવે વિષય સેવને ય ના, સ્વ ફલ વિષયસેવનું નરો; જ્ઞાન વૈભવ-વિરાગતા બલે, તેથી સેવક છતાં અસેવકો જ જે. ૧૩૫
અમૃત પદ-૧૩૫ સેવક તોય અસેવક જ્ઞાની, ભોગી છતાં ય અભોગી ખરે ! અચરિજનારી અદ્ભુત ઘટના, જોગી વિરલા સત્ય કરે... સેવક તોય અસેવક જ્ઞાની. ૧ વિષય સેવને પણ વિષયનું, સ્વફલ ભોગવે જે ન નરો, જ્ઞાન વૈભવ વિરાગતા તણા, બલ થકી અભુત ખરો !... સેવક તોય અસેવક જ્ઞાની. ૨ સેવક તોય અસેવક તેથી, ભોગી છતાંય અભોગી ઠરે, પૂર્વ કર્મથી પ્રેરિત જ્ઞાની, ચિઠ્ઠીનો ચાકર જ ખરે... સેવક તોય અસેવક. જ્ઞાની. ૩ લાભ હાનિનો સ્વામી શેઠ જ, વાણોતર ના કદીય ખરે ! ભગવાન જ્ઞાની, અનુભવ અમૃત સિંધુ નિત્ય નિમગ્ન ઠરે... સેવક. ૪
અર્થ - વિષય સેવને પણ નર (પુરુષ) જે જ્ઞાન વૈભવ ને વિરાગતાના બલ થકી વિષય સેવનનું સ્વ ફલ ભોગવતો નથી, તેથી તે સેવક છતાં અસેવક છે.
અમૃત જ્યોતિ' મહાભાષ્ય જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે, વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં અથવા યથાવત્ વિવેક હોય નહીં.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૧૮), પ૦૬ પૂર્વ ઉદે સનબંધ, વિર્ષ ભોગવૈ સમકિતી, કર ન નૂતન બંધ, મહિમા ગ્યાન વિરાગકી.” - શ્રી બના.કૃત સં.સા.ના. નિર્જરા અ. ૬ આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં જે કહ્યું તેનો સારસમુચ્ચય રૂપ ફલિતાર્થ દર્શાવવા સાથે નીચેની
ગાથાનું અવતરણ કરતો આ ઉત્થાનિકા કળશ કહ્યો છે, નાઝુતે વિષય સેવન છતાં વિષયસેવનેગતિ થતુ, સ્વં મૃતં વિષયસેવનચ ના - કારણકે વિષયનું સેવન વિષય સેવન ફલ નહિ! કરતાં છતાં પણ નર-પુરુષ જે વિષય સેવનનું “સ્વ ફલ” - પોતાનું બંધન સેવક છતાં અસેવક ! રૂપ ફલ - “જ્ઞાન વૈભવ અને વિરાગતાના બલ થકી” - જ્ઞાનવૈભવવિI'તા
વત્તા - પૂર્વોક્ત પ્રકારે શાન સમૃદ્ધિના અને વીતરાગતાના સામર્થ થકી - નથી ભોગવતો, તેથી તે પુરુષ “સેવક છતાં અસેવક છે' - શસેવોડ િતરસાવસેવક, વિષયોનું સેવન કરનારો છતાં નહિ સેવન કરનારો છે ! ભોગી છતાં અભોગી છે ! જ્ઞાની વિરાગી સેવક છતાં અસેવક કેવી રીતે છે તે હવેની ગાથામાં સ્પષ્ટ કહેશે.
જ્ઞાનનું સામર્થ્ય અને વૈરાગ્યનું સામર્થ્ય સમર્થ દાંત દ્વારા ઉપરમાં વિવરી દેખાડ્યું. તેમાંથી એક પણ સામર્થ્ય ભોપ્રવૃત્તિ છતાં ન બંધાવા દેવા માટે પર્યાપ્ત છે, તો પછી બન્ને સામર્થ્યનું તો પૂછવું જ
૨૧૫