________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મખ્યાતિ ટીકાર્થ
પણ જ્યારે શાની શુદ્ઘનયથી પરિહીન હોય છે, ત્યારે તેને રાગાદિના સદ્ભાવ થકી પૂર્વબદ્ધ દ્રવ્ય પ્રત્યયો - સ્વહેતુત્વ હેતુના સદ્ભાવે હેતુમદ્ભાવના અનિવાર્યપણાને લીધે - જ્ઞાનાવરણાદિ ભાવે પુદ્ગલ કર્મબંધને પરિણમાવે છે અને આ અપ્રસિદ્ધ નથી - પુરુષથી ગૃહાયેલા આહારના રસ-રુધિર-માંસાદિ ભાવે પરિણામ કરણનું દર્શન છે માટે. ૧૭૯, ૧૮૦
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘આત્મ હેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે વિના પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્ય સંયમરૂપ સાધુત્વ શ્રીજિને ઉપદેશ્યું છે. સહજાત્મ સ્વરૂપ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૬૩
નયથી
ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે શુદ્ધ નયથી મુત થતાં કર્મબંધ કેવા પ્રકારે થાય છે તે અત્રે આહારના રુધિરાદિ પરિણામના દૃષ્ટાંતથી પ્રતિપાદન કર્યું છે જેમ પુરુષથી ગ્રહાયેલો આહાર તે ‘ઉદરાગ્નિ સંયુક્ત' - જઠરાગ્નિથી સંયુક્ત સતો, માંસ-ચરબી-લોહી આદિ ભાવો અનેકવિધ પણે અનેક પ્રકારપણે પરિણમે છે, તેમ શાનીનો જે પ્રત્યયો પૂર્વ બદ્ધ-પૂર્વે બાંધેલા છે તે બહુ વિકલ્પવાળું – બહુભેદવાળું કર્મ બાંધે છે અને તે (બાંધનારા) જીવો તો ‘નયપરિહીન' સર્વથા વિહોણા એવા છે. આવા ભાવની આ ગાથાઓના ભાવનું અનુપમ સ્પષ્ટીકરણ આત્મખ્યાતિ કર્તાએ અનન્ય લાક્ષણિક શૈલીથી કર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - યવા તુ શુદ્ઘનયાત્ પરિહીનો भवति ज्ञानी પરંતુ ઉ૫૨માં કહ્યું તેથી ઉલટા પ્રકારે જ્યારે શાની શુદ્ધનયથી પરિહીન - સર્વથા હીન હોય છે, શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પ્રત્યે લઈ જઈ તેમાં - શુદ્ધોપયોગમાં સ્થિતિ કરાવતા શુદ્ધ નિશ્ચય નયથી પરિહીન-પરિભ્રષ્ટ હોય છે, ત્યારે તેને રાવિનાં સમાવાત્ રાગાદિના ‘સાવ’ થકી - પૂર્વબદ્ધ – પૂર્વે બાંધેલા મિથ્યાત્વાદિ દ્રવ્ય પ્રત્યયો પુદ્ગલ કર્મબંધને જ્ઞાનાવરણાદિ ભાવોએ પરિણમાવે છે, શાને લીધે ? ‘સ્વના હેતુત્વ હેતુના સદ્ભાવે-હોવાપણામાં હેતુમદ્ ભાવના અનિવાર્યપણાને લીધે' - સ્વસ્ય હેતુવહેતુસમાવે હેતુમભાવસ્યાનિવાર્યત્વાત, પોતાના હેતુપણાના હેતુનું હોવાપણું હોતાં હેતુમદ્ ભાવના હોવાપણાનું અનિવાર્યપણું હોય છે તેને લીધે અને આ કહ્યું તે અપ્રસિદ્ધ નથી પુરુષથી ગ્રહાયેલા આહારનું ઉદરાગ્નિથી રસ-રુધિર-માંસ આદિ ભાવે પરિણામકરણનું દર્શન છે માટે.
આકૃતિ
-
શુદ્ઘનય
પરિહીણ ત્યારે શાની
->
→>>
-
પૂર્વબદ્ધ જ્ઞાનાવરણાદિ ભાવોથી પુદ્ગલ કર્મપરિણામ દ્રવ્ય પ્રત્યયો -> આહાર ઉદર અગ્નિ સંયુક્ત માંસ રુધિરાદિ પરિણામ
-
=
અર્થાત્ જ્યારે શાની શુદ્ઘનયથી પરિહીન હોય છે પરિભ્રષ્ટ હોય છે, શુદ્ધોપયોગમાં સ્થિતિ કરાવવા સમર્થ શુદ્ઘનયનું આલંબન છોડી દઈ શુદ્ધોપયોગથી ચલિત થાય છે, ત્યારે તેને રાગાદિ ભાવનું હોવાપણું હોય છે અને એ રાગાદિ ભાવનું હોવાપણું હોય છે, એટલે તેનું નિમિત્ત પામીને પૂર્વે બાંધેલા મિથ્યાત્વાદિ પુદ્ગલમય દ્રવ્યપ્રત્યયો જે સત્તામાં રહ્યા છે તે જ્ઞાનાવરણાદિ ભાવો અનેક પ્રકારે પુદ્ગલ કર્મબંધ પરિણમાવે છે. કારણકે પોતાના હેતુપણાનો હેતુ પ્રાપ્ત થતાં હેતુમદ્ ભાવ અનિવાર્યપણે હોય જ, પ્રાપ્ત થયા વિના રહે નહિ, પ્રાપ્ત થાય જ થાય. એટલે કે પુદ્ગલ કર્મબંધના કારણ રૂપ જે દ્રવ્યપ્રત્યયો
૧૪૨