________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૧૯૪
થઈને’ - બંધ કારણ ન થઈને, કેવલ જ “નિર્જઈમાણ” - નિર્જરાતો - નિર્જરાઈ રહેલો જીર્ણ સતો -
વત્તવ નિર્ણમાનો ની તન', નિર્જરાજ હોય. અર્થાત મિથ્યાષ્ટિને રાગ-દ્વેષ-મોહ ભાવનું હોવાપણું છે, એટલે સાતા-અસાતા રૂપ સુખ-દુઃખ ભાવ વેદાય છે, ત્યારે તેને તે વેદાતો સુખ-દુઃખ ભાવ - સુખ દુઃખના મૂળ અધિષ્ઠાન ઉપાદાન રૂપ આત્માનું ભાન નહિ હોઈ, તે નિમિત્ત માત્ર ૫રદ્રવ્યને જ સુખ દુઃખનું મૂળ અધિષ્ઠાન માની બેસવાથી – નિમિત્ત રૂપ પરદ્રવ્ય પ્રત્યે ઈષ્ટાનિઝ બુદ્ધિને લીધે નવા બંધનું નિમિત્ત કારણ બને છે, તેથી કરીને રાગાદિ ભાવોના હોવાપણાથી તે સુખ દુઃખ રૂ૫ ભાવ નિર્જરાતો નિર્જરાતો છતો પણ અજીર્ણ હોઈ બંધ જ હોય. પણ સમ્યગદષ્ટિને તો રાગ-દ્વેષ-મોહ ભાવનું હોવાપણું છે નહિ, એટલે સાતા-અસાતા રૂપ સુખ દુઃખ ભાવ વેદાય છે ત્યારે, તેને તે વેદાતો સુખ દુઃખ ભાવ - પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર હોઈ ઉપાદાન આત્માને જ સુખ દુઃખનું મૂળ અધિષ્ઠાન (main fountain-store) જાણવાથી - નિમિત્ત માત્ર પરદ્રવ્ય પ્રત્યે ઈનિઝ બુદ્ધિના અભાવને લીધે નવા બંધનું કારણ બનતો નથી, તેથી કરીને રાગાદિ ભાવોના નહિ હોવાપણાથી તે સુખ દુઃખ રૂપ ભાવ કેવલ જ - માત્ર જ નિર્જરાતો નિર્જરાતો જીર્ણ જ હોઈ, વેદાઈને ખરી જવારૂપ - નિર્જરી જવા રૂપ નિર્જરા જ હોય.
જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદે શૈર્યથી, અજ્ઞાની વેદે રોય.” - શ્રીમદ્ રાજચંદ્રજી, (અ. ૧૫)
“નવા કર્મ બાંધવા નહીં અને જુનાં ભોગવી લેવાં, એવી જેની અચળ જિજ્ઞાસા છે તે તે પ્રમાણે વર્તી શકે છે.' “જ્ઞાની ઉદયને જાણે છે, પણ શાતા અશાતામાં તે પરિણમતા નથી.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮, ૮૬૪ જ્યાં લગી દ્રવ્યકર્મ છે ત્યાં લગી નોકર્મ-શરીર છે અને જ્યાં લગી નોકર્મ-શરીર છે ત્યાં લગી
પાંચ ઈદ્રિયનું સંવરણ છતાં પણ કંઈ ને કંઈ ઈદ્રિય ભોગ છે. તે ઉપભોગ શાની-અજ્ઞાનીની માત્ર વા તેથી ઉપજતું સુખ દુઃખ માત્ર બંધનું કારણ નથી. બંધનું કારણ તો દેષ્ટિ - વૃત્તિમાં ફેર તે પરદ્રવ્ય ઉપભોગ નિમિત્તે સુખ દુઃખ વેદતાં જે રાગ-દ્વેષ-મોહરૂપ ભાવકર્મ
ઉત્પન્ન થાય તે જ છે, બંધનું કારણ તો તેમાં જે આસક્તિ અથવા ઈનિષ્ટ બુદ્ધિ ઉપજે તે જ છે. શુભ વિષયમાં ઈષ્ટપણું, અશુભ વિષયમાં અનિષ્ટપણું એવી જે ઈનિષ્ઠ બુદ્ધિ તે જ બંધનું મુખ્ય કારણ છે. અજ્ઞાનીને સુખરૂપ માની લીધેલા પરદ્રવ્ય વિષય પ્રત્યે રાગરૂપ ઈષ્ટ બુદ્ધિ અને દુઃખરૂપ માની લીધેલા પરદ્રવ્ય વિષય પ્રત્યે દ્વેષરૂપ અનિષ્ટ બુદ્ધિ હોય છે, એટલે રાગ-દ્વેષ-મોહ રૂપ ભાવકર્મના ઉપજવાપણાને લીધે તે બંધાય છે, જ્ઞાનીને સુખ નિમિત્ત માત્ર પરદ્રવ્ય વિષય પ્રત્યે રાગરૂપ ઈષ્ટબુદ્ધિ અને દુઃખ નિમિત્ત માત્ર પરદ્રવ્ય વિષય પ્રત્યે દ્વેષરૂપ અનિષ્ટ બુદ્ધિ હોતી નથી, એટલે રાગ-દ્વેષ-મોહ રૂપ ભાવકર્મના નહિ ઉપજવાપણાને લીધે તે બંધાતો નથી. અજ્ઞાનીને ભોગાભિલાષા વૃત્તિ હોય છે, જ્ઞાનીને ભોગાભિલાષ નિવૃત્તિ હોય છે. અજ્ઞાનીને ભોગાસક્તિ હોય છે, જ્ઞાનીને ભોગ વિરક્તિ હોય છે. અજ્ઞાનીને નિરંતર ભોગ સેવનની વાસના હોય છે, જ્ઞાનીને સદા ભોગત્યાગની ભાવના હોય છે. અજ્ઞાનીને વિષય-કદન્ન ભોગ પ્રાપ્તિના મનોરથ ઉલ્લસ્યા કરે છે, જ્ઞાનીને ચારિત્ર-પરમાન્નનીજ ભોગ રમણતા વિલક્ષ્યા કરે છે. વિષયોને ખરેખર ! કદન્ન'ની (દુષ્ટ કુત્સિત ભોજનની) ઉપમા આપી છે તે યથાર્થ છે, કારણકે
ઉપમિતિ ભવપ્રપંચ કથામાં કહ્યું છે તેમ - “સંસારને વિષે પર્યટન કરતા આ અશાનીના વિષય જીવના જે આ શબ્દાદિ વિષયો અને જે આ બંધુવર્ગ – ધન - સુવર્ણાદિ કદન્નના મનોરથ અને જે ક્રીડા-વિકથા આદિ અન્ય પણ સંસાર કારણ હોય, તે ગૃદ્ધિહેતુપણાથી
રાગાદિ ભાવ રોગોના કારણપણાને લઈને અને કર્મસંચય રૂપ મહા અજીર્ણના નિમિત્તપણાને લઈને કદન્ન જાણવા યોગ્ય છે.” એવી તે કદન્ન રૂપ ભિક્ષા ભક્ષણ કરવા ઈચ્છતો વિષય
૧૯૯