________________
સમયસાર : આત્મખ્યાતિ
“પર વસ્તુમાં નહિ મુંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતું દુઃખ તે સુખ નહિ. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લડો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ?”
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત મોક્ષમાળા, પાઠ-૬૭ શીતલ ચંદનથી પણ ઉપનો, અગ્નિ દહે જિમ વનને રે, ધર્મજનિત પણ ભોગ ઈહાં તિમ, લાગે અનિષ્ટ તે મનને રે.”
- શ્રી યશોવિજયજી કૃત યોગદષ્ટિ સજઝાય” આવા પાપ સખા ભોગને જ્ઞાની ભુજંગના “ભોગ' (ફે) જેવા અને રોગ જેવા ગણે છે, એટલું
જ નહિ પણ ધર્મજનિત ભોગને પણ અનિષ્ટ માને છે. કારણકે ધર્મ થકી ધર્મજન્ય ભોગ પણ અનર્થ પણ ઉપજેલો ભોગ પ્રાણીઓને પ્રાયે અનર્થ અર્થે થાય છે. ચંદન થકી પણ હેતુઃ અપવાદ રૂપ સત્પરુષો ઉપજેલો અગ્નિ દઝાડે જ છે.' અર્થાતુ ધર્મથી એટલે શુભ કર્મરૂપ ધર્મકૃત્યથી
ઉપાર્જન કરેલ પુણયના ઉદયથી પણ દેવલોક-મનુષ્ય લોક આદિમાં જે ભોગ વિસ્તારની પ્રાપ્તિ થાય છે, તે પણ ઘણું કરીને પ્રાણીઓને અનર્થ રૂપ થઈ પડે છે, કારણકે તે તેવા પ્રકારે પ્રમાદ ઉપજાવે છે. અત્રે “પ્રાયે” - ઘણું કરીને એમ કહ્યું છે તે શુદ્ધ ધર્મને આક્ષેપનારા - આકર્ષવારા એવા પુણયાનુબંધી પુણ્ય ફલના ભોગનો અપવાદ સૂચવવા માટે છે, કારણકે તેમાં પ્રમાદનો અયોગ હોય છે, આત્મસ્વરૂપના ભાનથી ભ્રષ્ટપણું હોતું નથી. તીર્થંકર આદિ ઉત્તમ સમ્યગુદૃષ્ટિ પુરુષ વિશેષની વાત ન્યારી છે. તેઓને અચિંત્ય પુણ્ય સંભારથી તીર્થંકર પદવી આદિ પુણ્યફલ પ્રાપ્ત થાય છે અને ગૃહસ્થાવાસમાં પણ તેઓ પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થયેલ ભોગ સામગ્રીનો ઉપભોગ લે છે, તો પણ તેઓનો તે ઉપભોગ અત્યંત અનાસક્ત ભાવે હોવાથી તેઓ બંધાતા નથી. જેમ સુકી ભીંત પર માટીનો ગોળો ચોંટતો નથી, તેમ નિઃસ્નેહ – અનાસક્ત એવા તેઓને કર્મબંધ થતો નથી, પણ નિર્જરા જ થાય છે, ને ભોગકર્મથી તે છૂટે છે. કારણકે ભોગ-પંકની મધ્યે રહ્યા છતાં તેઓ જલમાં કમલની જેમ સર્વથા અલિપ્ત જ રહે છે, એ એમનું આશ્ચર્યકારક ચિત્ર ચરિત્ર છે ! બીજ પ્રાકૃત સામાન્ય જનોને જે ભોગ બંધનું કારણ થાય છે, તે આ અસામાન્ય-અસાધારણ અતિશયવંત તીર્થંકરાદિ સમ્યગુદૃષ્ટિ પુરુષવિશેષને નિરાનું કારણ થાય છે ! એટલે સામાન્ય પ્રાકત કોટિના જનોનો નિયમ આવા અસામાન્ય પુરુષોત્તમોને લાગુ પડતો નથી. તેઓ તેમાં અપવાદ રૂપ (Exceptional) છે. 'Exception Proves the rule' - અપવાદ નિયમને સિદ્ધ કરે છે, એ અંગ્રેજી કહેવત અત્ર ઘટે છે. રાજમાર્ગે-ધોરીમાર્ગે તો સહુ કોઈ ચાલી શકે છે, પણ સાંકડી કેડી-એક પદી પર ચાલવું તે કોઈ વિરલાઓનું જ કામ છે. માટે આજન્મ પરમ વૈરાગી એવા તીર્થંકરાદિ ઉત્તમ સમ્યગુદૃષ્ટિ પુરુષો ભોગ ભોગવતાં છતાં, તેમનું ચિત્ત તો “ધર્મસાર જ' - ધર્મપ્રધાન જ હોય છે, આત્મધર્મની ભાવનાથી જ ભાવિત ને વાસિત હોય છે. એટલે આવા સમર્થ જ્ઞાન-વૈરાગ્ય સંપન્ન સમ્યગુષ્ટિ મહાત્માઓને ભોગ નિર્જરા હેતુ કેમ ન હોય? નિર્જરા જ કેમ ન હોય?
રાગ ભરે જન મન રહો, પણ તિહું કાળ વૈરાગ, ચિત્ત તમારા રે સમુદ્રનો, કોઈ ન પામે તો તાગ... શ્રી શ્રેયાંસ કૃપા કરો.” - શ્રી યશોવિજયજી.
"धर्मादपि भवन् भोगः प्रायोऽनय देहिनाम् । વનના સંપૂતો દવ હતાશનઃ ” શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય', શ્લો. ૧૦
- ૨૦૪