________________
સમયસાર : આત્મખ્યાતિ આત્મા-કર્મના “એકત્વ અધ્યાસને લીધે જ સંસારનો ઉદ્ભવ થાય છે.
પણ આથી ઉલટું, જ્યારે આ આત્મા - માત્મો મૈંવિજ્ઞાનેન આત્મા અને કર્મના ભેદવિજ્ઞાનથી' શુદ્ધ ચૈતન્યચમત્કાર માત્ર આત્માને ઉપલભે છે - અનુભવે છે, ત્યારે મિથ્યાત્વ - અજ્ઞાન - અવિરતિ - યોગલક્ષણ એવા આસ્રવ ભાવહેતુ અધ્યવસાનોનો અભાવ હોય છે, (B) તે અધ્યવસાનોના અભાવે રાગ-દ્વેષ-મોહ રૂપ “આવ ભાવનો' - ભાવ આમ્રવનો અભાવ હોય છે, (C) તે આસ્રવ ભાવના અભાવે પણ કર્મનો અભાવ થાય છે, (D) તે કર્મના અભાવે નોકર્મનો અભાવ થાય છે, (E) તે નોકર્મના (શરીરના) અભાવે પણ સંસારનો અભાવ થાય છે.*
એમ આ “સંવર ક્રમ છે, મૂળ આત્મા-કર્મના ભેદવિજ્ઞાન' થકી જ સંસારનો અભાવ થવા રૂપ પરમ સંવરનો યુક્તિ યુક્ત “ક્રમ' (most logical order of sequence) છે, “સમયસાર સૂત્રકાર પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સૂત્રિત કરેલો અને “આત્મખ્યાતિ' સૂત્રકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અત્યંત સ્પષ્ટ વિવરિત કરેલો સકલ અવિકલ સંકલના બદ્ધ પરમ અદ્ભુત તત્ત્વ વૈજ્ઞાનિક (most scientific) અનુક્રમ છે.
આત્મ-કર્મ ભેદ વિજ્ઞાન - અધ્યવસાન અભાવ - રાગાદિ આસ્રવ ભાવ અભાવ - કર્મ અભાવ - નોકર્સ અભાવ - સંસાર અભાવ.
(૧) પરભાવમાં આત્મબુદ્ધિ રૂપ જે આત્મબ્રાંતિ છે, તે છોડી દઈ જીવ જો આત્મામાં જ આત્મબુદ્ધિ કરે, તો મિથ્યાવ્રત ટળે, દર્શનમોહ નષ્ટ થાય અને સમ્યગુદર્શન પ્રગટે, (૨) એટલે પછી અવિરતિ દોષ ટળે ને સર્વ પરભાવમાંથી વિરામ પામે - ભાવવિરતિ થાય. (૩) એટલે તેનો આત્મસ્વરૂપથી ભષ્ટતા રૂપ પ્રમાદ દોષ ટળે અને સ્વરૂપને વિષે અપ્રમાદ–અપ્રમત્ત સ્થિતિ હોય. (૪) એટલે પરભાવ નિમિત્તે કષાય કરે નહિ. રાગાદિ વિભાવથી રંગાય નહિ અને નિષ્કષાય - પૂર્ણ વીતરાગ થાય. (૫) અને કષાયજન્ય સંક્ષોભ નષ્ટ થવાથી મન-વચન-કાયાના યોગ પણ આત્મસ્થિરતાને અનુકુળપણે વર્તે અને છેવટે અયોગ દશા પ્રાપ્ત થાય. આમ કર્મને આવવાના આશ્રવ-દરવાજા બંધ થવા રૂપ સંવર થાય છે. ઈ.'
- “યોગદૃષ્ટિ સમુચ્ચય વિવેચન ગ્રંથનો ઉપોદ્દાત (ડૉ. ભગવાનદાસ કૃત)
આકૃતિ
આત્મા
અવ્યવસાન
-
આસવ
-કર્મ નોકર્મ સંસાર
સંવર
એકત્વ આશય મૂલો = મિથ્યાત અવિરતિ કપાય યોગ રાગ દ્વેષ મોહ
પર
ચૈતન્ય
| કર્મ પુદ્ગલ
આ પ્રકૃત બે ગાથા કિંચિત્ પ્રકારતરથી પંચાસ્તિકાય ગા. ૧૫-૧૫૧ માં દશ્ય થાય છે - "हेउमभावे णियमा जायदि णाणिस्स आसवणिरोहो । आसवभावेण विणा जायदि कम्मस्त दु णिरोधो ॥ कम्मसाभावेण व सब्वण्हू सबलोगदरसी य । પરિ વિદિત ગવાઈ સુડમાં ” . “પંચાસ્તિકાય” ગા. ૧૫૦-૧૫૧ આ ગાથાઓનો અપૂર્વ પરમાર્થ પ્રકાશતી અમૃતચંદ્રાચાર્યજીની અલૌકિક વ્યાખ્યા - જેમાં શક્તિ પરિવર્તનો સિદ્ધાંત અંતર્ભત છે તે - આસવ અધિકારની અદ્દભુત ગા.ના વિવેચનમાં ફૂટનોટમાં આપેલ છે, ત્યાંથી જોઈ લેવું.
૧૮૨