________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૧૯૩
સ્વાભાવિક ભવોદ્વેગ-સંસાર પ્રત્યે અણગમો ઉપજ્યો છે, ખરેખરો સજ્ઞાન-સંગત વૈરાગ્ય પ્રગટ્યો છે, એવા સાચા અંતરંગ વૈરાગ્યવાસિત જીવને સદ્ગુરુનો બોધ થતાં સમ્યગ્ જ્ઞાન આદિ કલ્યાણ પરંપરાની પ્રાપ્તિ હોય છે, કારણકે વૈરાગ્ય-જલથી તેની ચિત્ત-ભૂમિ પોચી થઈ હોવાથી તેમાં બોધ ઉગી નીકળે છે. આમ સાચો અંતરંગ વૈરાગ્ય રંગ જ્યાં લગી ચિત્તમાં ન લાગ્યો હોય, ત્યાં લગી જીવમાં જ્ઞાન પામવાની યોગ્યતા પણ આવતી નથી. જ્યાં લગી ચિત્ત-ભૂમિ કઠણ હોય ત્યાં લગી સિદ્ધાંત જ્ઞાન તેમાં પ્રવેશી શકતું નથી, ઉપરછલું થઈને ચાલ્યું જાય છે. પણ જ્યારે વૈરાગ્ય જલના સિંચન વડે તે ચિત્ત ભૂમિ આર્દ્ર થઈ પોચી બને છે, ત્યારે જ તેમાં સમ્યગ્ જ્ઞાન-બીજનો પ્રક્ષેપ થઈ શકે છે.
“જ્યાં સુધી વૈરાગ્ય રૂપી રેચક દ્રવ્યથી ચિત્તવૃત્તિનો મલિન વાસના રૂપ મળ સાફ થયો નથી, ત્યાં સુધી જીવને સિદ્ધાંત બોધરૂપ-રસાયણ રૂપ પૌષ્ટિક ઔષધ ગુણ ન કરે, નિષ્ફળ જાય, અથવા ચિત્ત ચંચળતા રૂપ વિકાર ઉપજાવે. જ્યાં સુધી વૈરાગ્ય જળના સિંચનથી ચિત્તભૂમિ યથેચ્છ ભીંજાઈ ન હોય, ત્યાં સુધી તત્ત્વજ્ઞાન રૂપ સિદ્ધાંત બોધનું બીજ તેમાં ક્યાંથી વાવી શકાય ? ન જ વાવી શકાય, છતાં તે ત્યાં પ્રક્ષેપવામાં આવે તો તે ઠરે નહિ, વ્યર્થ જાય.'
""
‘‘ત્યાર વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન,
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમ જ્ઞાન,
તેમજ આતમ જ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન.'' - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ સૂત્ર, ૭-૬ અને જે સ્વ-પરનો ભેદ જાણે છે એવા સમ્યક્ દૃષ્ટિ જ્ઞાનીને તો સમસ્ત પરવસ્તુ પ્રત્યે તીવ્ર વિરાગ વર્તે છે, એટલે પ૨વસ્તુના અંગભૂત ઈંદ્રિયો ને ઈંદ્રિય વિષયો પ્રત્યે પણ સહજ વિરાગ વર્તે એ સહજ સ્વાભાવિક છે. એટલે જ સમ્યગ્દષ્ટિ પુરુષ વિષય વિકારમાં ઈંદ્રિય જોડતા નથી, પણ વિષય વિકારમાંથી ઈંદ્રિયોને પાછી ખેંચી લેવા રૂપ પ્રત્યાડ્વત કરવા રૂપ પ્રત્યાહાર કરે છે, પરપરિણતિને વમી આત્મપરિણતિમાં રમે છે. તે પોતાના આત્માને સંબોધીને કહે છે કે હે આત્મન્ ! હે મિત્ર ! જે તું પુદ્ગલ ભોગ કરે છે, તે પરપરિણતિપણું છે, પરપરિણતિ ભાવ છે. આ જડ ને ચલ જગત્ની એઠનો હે મિત્ર ! તને ભોગ ઘટતો નથી. આ પુદ્ગલો સર્વ જીવોએ અનંત વાર ભોગવીને મૂકી દીધેલા છે, તે તેઓના ઉચ્છિષ્ટ ભોજન જેવા છે, એઠ જેવા છે. આવી પ્રગટ અશુચિ રૂપ એઠ કોણ ખાય ? ને પોતાના પરમ શુચિ આત્મસ્વરૂપને કોણ ભ્રષ્ટ કરે ? વળી હે ચેતન ! આ પુદ્ગલભોગ અનિત્ય છે, ક્ષણધ્વંસી છે. જે પૌદ્ગલિક વિષયભોગ સરસ ને પ્રિય લાગતા હતા, તે ક્ષણવારમાં વિરસ અને અપ્રિય થઈ પડે છે, કારણકે રૂપ-રસ-ગંધ-વર્ણના વિપરિણામથી પુદ્ગલમાં તેવા તેવા વિકાર-ફેરફાર થયા જ કરે છે. રાજસંપદાથી કે સ્વર્ગ સંપદાથી પ્રાપ્ત થતા ભોગ પણ દુર્ગંધી કદન્ન જેવા છે, માટે નિત્ય સરસ એવા ચૈતન્યરસમય નિજાત્મસ્વરૂપનો આસ્વાદ છોડીને તેવા અનિત્ય વિરસ પુદ્ગલ કદન્નને કોણ ચાખે ?
‘સકળ જગત્ તે એઠવત્’
શાનીનો પરમ વૈરાગ્ય
શ્રી મનઃસુખભાઈ કિરચંદ્રકૃત શાંતસુધારસ પ્રસ્તાવના
-
‘‘પરિણામિકતા અછે, જે તુજ પુદ્ગલ ભોગ હો મિત્ત !
જડ ચલ જગની એઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત'' !... ક્યું જાણું.
‘કરો સાચા રંગ જિનેશ્વરુ, સંસાર વિરંગ સહુ અન્ય રે,
સુરપતિ નરપતિ સંપદા, તે તો દુરગંધિ કદન્ન રે... કરો સાચા.
આસ્તાગ જિન ગુણરસ રમી, વિષય વિકાર વિરૂપ રે,
વિણ સમકિત મત અભિલષે, જિણે ચાખ્યો શુદ્ધ સ્વરૂપ રે... કરો સાચા.’' - શ્રી દેવચંદ્રજી
ઈત્યાદિ પ્રકારે વિષયોમાંથી ઈંદ્રિયોને પાછી ખેંચનારા આ સમ્યગ્ દૃષ્ટિ જોગીજનને ભોગ પ્રત્યે અત્યંત અનાસક્તિ જ હોય છે, પરમ વૈરાગ્ય જ વર્તે છે. આવો પરમ વિષય વૈરાગ્ય વર્તતાં છતાં
૧૯૫