________________
સમયસાર : આત્મખ્યાતિ
જ્ઞાનીને પણ ક્વચિત્ પૂર્વ પ્રારબ્ધયોગથી વિષયોપભોગ કરવાનું પ્રાપ્ત થાય છે, અનિચ્છતાં છતાં પરાણે
પૂર્વ ઉદયભોગ ભોગવવાનો પ્રસંગ આવી પડે છે, અથવા તો જ્યાં સુધી દેહ અનાસક્ત શાનીનો પણ છે ત્યાં સુધી કંઈ ને કંઈ ઈદ્રિય વિષયોપભોગ કરવો પડે છે, પરંતુ તેમાં વિષયોપભોગ પ્રત્યે અંતરંગ પણ વિરાગ જ્ઞાનીને રાગનો ઉદ્દભવ થતો નથી એ પરમ આશ્ચર્યકારક ખેદ અને પશ્ચાત્તાપ ઘટના છે, તેમાં પણ તેને રાગદ્વેષ રૂપ ઈનિઝ બુદ્ધિ હોતી નથી, પણ
વિરાગપણાને લીધે કેવળ અનાસક્તિ જ હોય છે, એટલે તે વિષયોપભોગ પણ તેને બંધનું કારણ ન થતાં કેવલ નિર્જરા રૂપ જ હોય છે. જે વિષયોપભોગ વિષયાસક્ત ભવાભિનંદી મિથ્યાદિ અજ્ઞાનીને સરાગપણાથી આસક્તિને લીધે. બંધનું કારણ થાય છે, તે જ વિષયોપભોગ વિષયવિરક્ત મહામુમુક્ષુ સમ્યગુદૃષ્ટિ જ્ઞાનીને વિરાગપણાથી વિરક્તિને લીધે નિરાનું કારણ બને છે ! આમ વિષયોપભોગ છતાં રાગ ન થવા દેવો અને રાગ-દ્વેષાદિથી અસ્પૃશ્ય અસંગ ઉદાસીન વૃત્તિ રાખવી એ વિષમ અસિધારવ્રત કોઈ વિરલા વિરાગ-વીતરાગ સમર્થ જ્ઞાનીથી જ બનવું શક્ય છે અને તેવા સમર્થ જ્ઞાની પણ પ્રતિસમયે તે વિષયની નિવૃત્તિ જ ઈચ્છે છે, એટલું જ નહિ પણ તે ઉદયજન્ય વિષય પ્રવૃત્તિ માટે પણ ક્ષણે ક્ષણે ખરેખરો અંતરંગ ખેદ અને પૂર્વ પશ્ચાતુ પશ્ચાત્તાપ જ વેદે છે. આ અંગે પરમ વીતરાગ જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ અનુભવોલ્ગારે છે કે –
“વિષયાદિ ઈચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષય મૂચ્છ ઉત્પન્ન થવી ન સંભવે એમ બનવું કઠણ છે. કેમ કે જ્ઞા વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી.
માત્ર ઉદય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જે જ્ઞાનદશા ન હોય તો વિષય આરાધતાં ઉત્સુક પરિણામ થયા વિના ન રહે અને તેથી પરાજિત થવાને બદલે વિષય વર્ધમાન થાય.
જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી અને એમ એ પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે. તે પણ પૂર્વ પશ્ચાતુ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે.
સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્દભવને અર્થે વિષય આરાધવા જતાં તો ઘણું કરી બંધાવા સંભવ છે, કેમ કે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગને માંડ માંડ જીતી શક્યા છે, તો જેની માત્ર વિચાર દશા છે, એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-(૪૯૯), ૫૯૧
આકૃતિ મિથ્યાષ્ટિ
સમ્યગુષ્ટિ
રાગાદિ સદ્દભાવ
અચેતન-અન્ય દ્રવ્ય
ઉપભોગ
અચેતન-અન્ય દ્રવ્ય
ઉપભોગ
રાગાદિ અભાવ
બંધ,
નિર્જરા
સમ્યગુદષ્ટિી જ્ઞાની